અંકલેશ્વરની આ યુવતી બનાવે છે અદ્ભુત રંગોળી, જોઇ તમને પણ થશે અચરજ

Please log in or register to like posts.
News

અંકલેશ્વરમાં કોરમંડલ કોલોની ગૃહીણીએ બાહુબલીની રંગોળી બનાવી છે. વર્ષોથી તેમના દ્વારા બનાવામાં આવતી રંગોળી નિહાળવા સોસાયટી અને આજુબાજુ લોકો માટે અનેરું આકર્ષણ જમાવ્યું છે. ખાનગી કંપની નોકરી અને 5 મહીનાનો દીકરા હોવા છતાં છેલ્લા 15 દિવસની મહેનતે અદભુત રંગોલી રૂપે બાહુબલી ફેમ કટપ્પા અને બાળ મહેન્દ્ર બાહુબલી રંગોળી બનાવી છે.

અંકલેશ્વર જીઆઇડીસી રહેણાંક વિસ્તારમાં આવેલ કોરો મંડલ કોલોની ખાતે રહેતા અને ખાનગી કંપનીમાં ફરજ બજાવતા નિશાબેન પવનકુમાર બજાજ બાળપણથી દીવાળી પર્વે રંગોળી બનાવાનો શોખે આજે તેમને એક ઉચ્ચ કક્ષાના કલાકાર બનાવી દીધા છે. જેને લઈ પ્રતિ વર્ષ તેમની રંગોળી નિહાળવા સોસાયટી રહીશોમાં પણ ભારે ઉત્સુકતા જોવા મળે છે.

નિશાબેન બજાજ અત્યાર સુધી પ્રતિવર્ષ અત્યાર સુધી ફિલ્મી કલાકરોમાં કરીના કપૂર, ઋત્વિક રોશન, ઐશ્વર્યા રાય બચ્ચન, ઇરફાન પઠાણ, તેમજ દેવી દેવતા અદભુત રંગોળીનું નિર્માણ કરી ચુક્યા છે. તો ચાલુ વર્ષે સાઉથની અને વિશ્વ ફિલ્મ ડંકો વગાડનાર તેમજ ભારતની 1000 કરોડની બિઝનેશ કરનાર સૌથી વધુ કમાણી કરનાર બાહુબલી-2 ની અદભુત રંગોળી બનાવી છે. જેમાં કટપ્પા અને બાળ મહેન્દ્ર બાહુબલી રંગોળી બનાવી છે. જે લોકો માટે આકર્ષણ કેન્દ્ર બની છે.

5 દિવસની મહેનતે અદભુત રંગોલી રૂપે બાહુબલી ફેમ કટપ્પા અને બાળ મહેન્દ્ર બાહુબલી રંગોળી બનાવી છે

નિશાબેનનાં બાળપણનાં આ શોખે તેમને ઉચ્ચ કક્ષાના કલાકાર બનાવી દીધા છે

નિશા બેનની રંગોળી લોકોમાં આકર્ષણનું કેન્દ્ર રહે છે

નિશાબેનને પ મહિનાનો એક પુત્ર પણ છે

સ્ત્રોત : દિવ્યભાસ્કર

Advertisements

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.