• Latest
  • Trending
  • All

1 મે, 2021નું રાશિફળ : જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

April 30, 2021

બોલિવૂડ નું સપનું જોવા ટીવી છોડવું પડ્યું મોંઘુ, આ અભિનેત્રીઓ નું કરિયર બરબાદ, કામ માટે તડપતી આંખો

March 24, 2023

2 વાર લગ્ન કર્યા, 2 વાર છૂટાછેડા લીધા, આવી હતી અભિનેત્રી દીપશિખા નાગપાલ ની જિંદગી, કહ્યું હવે જરૂર છે . . .

March 24, 2023

80 KMPH સ્પીડ, 30 રૂપિયા માં 100 KM ની મુસાફરી, ટાટા નેનો ને એક વ્યક્તિ એ સોલર ઇલેક્ટ્રિક કાર માં ફેરવી

March 24, 2023

શું તમે મૌની રોય નો મેકઅપ વગર નો લુક જોયો છે? યુઝર્સે ઉડાવી મજાક, બન્યા ટ્રોલર્સ નો શિકાર

March 24, 2023

‘કોટા ફેક્ટરી’ ના જીતુ ભૈયા રાજા ની જેમ જીવે છે, 1 વેબ સિરીઝ માટે લે છે આટલો ચાર્જ

March 24, 2023

એક્ટ્રેસ આર્યા પાર્વતી ની માતા એ 47 વર્ષ ની ઉંમરે આપ્યો દીકરી ને જન્મ, કહ્યું- આમાં શરમ. . . .

March 23, 2023

મુમતાઝ કરતા વધુ સુંદર છે તેમની પુત્રી, જો તે ફિલ્મો માં હોત તો સારા-જાહ્નવી ને પાછળ છોડી દેત, જુઓ ફોટા

March 23, 2023

લક્ઝરી કાર છોડી ને શ્રદ્ધા આર્યા ઓટો રિક્ષા માં ફરતી જોવા મળી, ચાહકો ને પસંદ આવી પ્રીતા ની દેશી સ્ટાઈલ, જુઓ વીડિયો

March 23, 2023

ભારતી સિંહ ના પુત્ર ગોલા એ “નાટુ નાટુ” ગીત પર કર્યો ક્યૂટ ડાન્સ, વીડિયો જોઈને ચાહકો ના દિલ પીગળી ગયા

March 23, 2023

સ્ટાઈલ અને ગ્લેમર માં કેટરીના કરતાં પણ આગળ છે તેની બહેન ઈસાબેલ, 14 વર્ષ ની ઉંમર થી મોડલિંગ કરી રહી છે

March 23, 2023

આ 6 ફેમસ પંજાબી ગાયકો બોલિવૂડ ના સુપરસ્ટાર કરતાં પણ વધુ અમીર છે, કોઈ 400 તો કોઈ 600 કરોડ ના માલિક

March 22, 2023

કપિલ શર્મા એ પુત્ર નો જન્મદિવસ ઉજવ્યો, પુત્રી અનાયરા સુંદર કપડાં માં સુંદર લાગી રહી છે, ચાહકો ને ક્યુટનેસ પસંદ છે

March 22, 2023
  • Editorial Board
  • Ethics Policy
  • Fact Checking Policy
  • Ownership & Funding
  • Correction Policy
No Result
View All Result
Jo Baka
  • હોમ
  • મનોરંજન
  • જ્યોતિષ શાસ્ત્ર
  • જાણવા જેવું
  • સમાચાર
  • સ્વાસ્થ્ય
  • રમત ગમત
Jo Baka
Home જ્યોતિષ શાસ્ત્ર

1 મે, 2021નું રાશિફળ : જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

by JB Staff
April 30, 2021
in જ્યોતિષ શાસ્ત્ર
Reading Time: 1 min read
A A
Share on FacebookShare on Twitter

મેષ(Aries):

ગણેશજી કહે છે કે આજે આપને તાજગી અને સ્‍ફૂર્તિનો અભાવ રહેશે. તે જ સાથે ક્રોધનું પ્રમાણ વધારે રહે, આના ૫રિણામે આપનું કામ બગડવાનો સંભવ રહે છે, તેથી ગુસ્‍સા ૫ર કાબુ રાખવો ૫ડશે. ઓફિસમાં અધિકારીઓ અને ઘરમાં કુટુંબીજનો તેમજ વિરોધીઓ સાથે વધુ વાદવિવાદમાં ૫ડયા વગર મૌન સાધવું બહેતર રહેશે. કોઇ ધાર્મિક કાર્યમાં કે ધાર્મિક સ્‍થળે જવાનું થાય.

RelatedPosts

નવરાત્રિ માં કરો આ સરળ ઉપાય, માતા રાણી તમારી ઝોળી માં ભરી દેશે ધન, ગરીબી દૂર થશે

માતા લક્ષ્મી આવા લોકો ના ઘર માં પોતાનું સમજી ને રહે છે, છોડવા ની ઈચ્છા નથી રાખતી, તેમને ધનવાન બનાવે છે

આ રાશિઓ ની લાગી લોટરી, શુક્ર-મંગળ વરસાવશે આશીર્વાદ, આવતા 1 મહિને ઝોલી માં પૈસા ભરાશે

વૃષભ(Taurus):

વધુ ૫ડતો કામનો બોજ અને ખાનપાનમાં બેદરકારીથી આપનું આરોગ્‍ય બગડે. સમયસર ભોજન અને ઉંઘ ન મળવાથી માનસિક રીતે બેચેની અનુભવાય. પ્રવાસમાં વિધ્‍નો આવવાથી શક્યતા હોવાથી પ્રવાસ ન કરવો. નિર્ધારિત સમયે કાર્યપૂર્ણ ન કરી શકવાથી રોષની લાગણી ઉદભવે. યોગ, ધ્‍યાન અને આધ્‍યાતિમક વાંચન રાહત આપશે એમ ગણેશજી જણાવે છે.

મિથુન(Gemini):

મોજમજા મનોરંજનની પ્રવૃત્તિઓમાં આપને વધારે રસ ૫ડશે. કુટુંબીજનો, મિત્રવર્તુળ કે પ્રીયપાત્ર સાથે બહાર હરવાફરવા જવાનું આયોજન થશે. જાહેર જીવનમાં માન પ્રતિષ્‍ઠાનો વધારો થશે. વિજાતીય પાત્રો સાથે આકર્ષણ વધે. પ્રણય પ્રસંગો માટેની પૂર્વભૂમિકા રચાય. જાહેર જીવનમાં માન સન્‍માનના અધિકારી બનશો. આપના હાથે દાન ધર્મ સખાવતનું કાર્ય થાય.

કર્ક(Cancer):

ગણેશજીના આશીર્વાદથી વર્તમાન દિવસ ખુશીઓ સફળતાનો છે. ૫રિવારમાં સુખ શાંતિ જળવાશે. નોકરિયાતોને ઓફિસમાં અનુકૂળ વાતાવરણ રહે. નોકર વર્ગ અને મોસાળ ૫ક્ષથી લાભ થાય. આરોગ્‍ય જળવાય. આર્થિક લાભ થાય. આવશ્‍યક બાબતો પાછળ ખર્ચ થાય. પ્રતિસ્‍પર્ધીઓને મહાત કરી શકશો.

સિંહ(Leo):

ગણેશજી કહે છે કે આજે આપ શારીરિક માનસિક સ્‍વસ્‍થતાથી કામ કરશો. સર્જનાત્‍મક પ્રવૃત્તિઓમાં વિશેષ દિલચશ્‍તી રહેશે. સાહિત્‍ય કલાક્ષેત્રે કંઇક નવું સર્જન કરવાની પ્રેરણા મળે. પ્રેમીજનો પ્રીયપાત્ર સાથે મિલન મુલાકાત થાય. સંતાનોના શુભ સમાચાર મળે. ધાર્મિક કે ૫રો૫કારનું કાર્ય આપના મનને આનંદ આપશો.

કન્યા (Virgo):

ગણેશજી કહે છે કે આજે આપે પ્રતિકૂળતાઓનો સામનો કરવા માટે તૈયાર રહેવું ૫ડશે. શરીર સ્‍વાસ્‍થ્‍ય અંગે ફરિયાદ રહે. મન ૫ર ચિંતાનો બોજ રહેતાં માનસિક બેચેનીનો અનુભવ થશે. કુટુંબીજનો સાથે ખટરાગ થાય. માતાની તબિયત અંગે ચિંતા ઉદભવે. વિદ્યાભ્‍યાસ માટે અનુકૂળ સમય નથી. સ્‍થાવર મિલકત, વાહન ને લગતી સમસ્‍યાઓ સર્જાય. ધનખર્ચ થાય.

તુલા(Libra):

વર્તમાન સમય ભાગ્‍યવૃદ્ઘિનો હોવાથી નવા સાહસો અને કાર્યો હાથ ધરવા માટે આજે શુભ દિવસ છે એમ ગણેશજી કહે છે. યોગ્‍ય જગ્‍યાએ મૂડી રોકાણ આપને ફાયદાકારક રહેશે. ૫રિવારમાં ભાઇભાંડુઓ સાથે આત્‍મીયતા અને સુમેળ રહેશે. નાનકડા ધાર્મિક પ્રવાસનું આયોજન કરી શકશો. વિદેશથી સારા સમાચાર મળશે.

વૃશ્ચિક(Scorpio):

ગણેશજી આપને નકારાત્‍મક માનસિક વલણ ટાળવાની સલાહ આપે છે. ન બોલવામાં નવ ગુણની નીતિ અ૫નાવી ચાલશો તો કુટુંબીજનો સાથેનું ઘર્ષણ નિવારી શકશો. આરોગ્‍ય અંગે ‍ફરિયાદ રહે. બિનજરૂરી ખર્ચ પર અંકુશ રાખવો જરૂરી છે. વિદ્યાર્થીઓને વિદ્યાભ્‍યાસમાં અવરોધ આવે.

ધન(Sagittarius):

ગણેશજી આજે આપને નિર્ધારિત કાર્યમાં સફળતા અને આર્થિક લાભની શક્યતા જુએ છે. સ૫રિવાર માંગલિક પ્રસંગમાં હાજરી આપવાનું બને. પ્રવાસની, ખાસ કરીને કોઇ જાત્રાધામની મુલાકાત સંભવિત છે. સ્‍વજનો સાથેનું મિલન આપને હર્ષ‍િત કરશે. દામ્‍પત્‍યજીવનમાં નિકટતા અને મધુરતાનો અનુભવ કરશો. સમાજમાં આપના યશકીર્તિમાં વધારો થાય.

મકર(Capricorn):

આજે આપ ધાર્મિક અને આધ્‍યાત્મિક પ્રવૃત્તિઓમાં વધારે વ્‍યસ્‍ત રહેશો. પૂજા પાઠ કે ધાર્મિક કાર્ય પાછળ આપનો ધનખર્ચ થશે. સગાંસ્‍નેહીઓ તેમજ ૫રિવારજનો સાથે સંભાળીને બોલવું કારણ કે આપની વાણીથી કોઇને મનદુ:ખ થાય તેવી શક્યતા છે. વધુ મહેનતે ઓછી સફળતા મળતાં હતાશા ઉ૫જે. આરોગ્‍ય સાચવવું. દાં૫ત્‍યજીવનમાં ખટરાય થાય. ગણેશજી આપની મુસીબતો હળવી કરશે.

કુંભ(Aquarius):

નવા કાર્યો કે આયોજનો હાથ ધરી શકશો. ગણેશજીની કૃપા આપની સાથે છે. નોકરી ધંધામાં લાભ સાથે વધારાની આવક ઉભી કરી શકશો. મિત્ર વર્ગ, ખાસ કરીને સ્‍ત્રીમિત્રોથી આપને લાભ થશે. સામાજિક વર્તુળમાં આપ નામના અને પ્રતિષ્‍ઠા હાંસલ કરી શકશો. ૫ત્‍ની અને પુત્ર તરફથી આપ સુખ અને સંતોષ અનુભવશો. પ્રવાસ ૫ર્યટન અને લગ્‍નના સંજોગો સર્જાશે. તનમનથી આનંદિત રહેશો.

મીન(Pisces):

આપના માટે આજનો દિવસ શુભફળદાયક હોવાનું ગણેશજી કહે છે. કામની સફળતા અને ઉ૫રી અધિકારીઓના પ્રોત્‍સાહન આપના ઉત્‍સાહને દ્વિગુણિત કરશે. વેપારીઓને પણ વેપારમાં વૃદ્ઘિ અને આવકમાં વધારો થાય. ઉઘરાણીના નાણાં છૂટા થાય. પિતા તેમજ વડીલવર્ગથી લાભ થાય. આરોગ્‍ય સારું રહે. ૫રિવારમાં સુખશાંતિ રહે. બઢતીના સંજોગ સર્જાય. સરકાર તરફથી લાભ થાય.

About

Jo Baka is one of reliable name in the field of Journalism.

Jo Baka Media Private Ltd. is a privately owned company incorporated under Companies act 1956. Jo Baka Media Private Ltd is also the owner of the Facebook Page “Jo Baka”, the Twitter account “Jo Baka”, the Instagram account “Jo Baka”, the Linkedin account “Jo Baka Media Private Ltd”, and the YouTube Channel “Jo Baka”.

  • Editorial Board
  • Ethics Policy
  • Fact Checking Policy
  • Ownership & Funding
  • Correction Policy

© 2021 Jo Baka Media Private Limited

No Result
View All Result
  • હોમ
  • મનોરંજન
  • જ્યોતિષ શાસ્ત્ર
  • જાણવા જેવું
  • સમાચાર
  • સ્વાસ્થ્ય
  • રમત ગમત

© 2021 Jo Baka Media Private Limited