અહીં ચઢાવાયો જલારામ બાપાને 111 પ્રકારના રોટલાનો પ્રસાદ

Please log in or register to like posts.
News

જામનગરમાં ઉજવાયો અનોખો રોટલા ઉત્સવ

જામનગરમાં હાપા ખાતે આવેલા જલારામ મંદિરની 21મી વર્ષગાંઠ નિમિત્તે અનોખો રોટલા ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. આ રોટલા ઉત્સવમાં 7×7 ફૂટનો અને 64 કિલોનો વિશ્વ વિક્રમી રોટલો બનાવાયો હતો. જેને ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું હતું. રોટલા સહિત વિવિધ પ્રકારના અનાજ, કઠોળ અને ડ્રાયફ્રુટમાંથી 111 પ્રકારના ભાતીગળ રોટલાનો અન્નકૂટ પણ યોજાયો હતો.

જલારામ બાપાને ધરાવાયો રોટલાનો પ્રસાદ


આ વિવિધ પ્રકારના રોટલા બનાવી જલારામ બાપાના ચરણોમાં ધરવામાં આવ્યો હતો અને અન્નકોટ મહોત્સવનું આયોજન કરાયું હતું. અહીં ભક્તજનો પણ બહુ મોટી સંખ્યામાં દર્શનાર્થે આવ્યા હતા અને સાંજે બધાને પ્રસાદ પણ આપવામાં આવ્યો હતો.

111 પ્રકારના રોટલાના દર્શન માટે ઉમટ્યા ભક્તો

જલારામબાપા મંદિર ખાતે યોજાયેલા અનોખા રોટલા મહોત્સવના દર્શનાર્થે જામનગર સહિત સૌરાષ્ટ્રમાંથી ભક્તો ઉમટ્યા હતા અને 111 પ્રકારના વિવિધ રોટલાના દર્શન કરવામાં આવ્યા હતા. આ રોટલામાં જુવારના, મેથીના, બાજરાના, ડ્રાયફ્રૂટના અને અનેક રીતે બનાવવામાં આવેલા રોટલાનો સમાવેશ થાય છે. આ અન્નકુટના દર્શન બાદ પ્રસાદનો પણ લાભ લીધો છે અને જલારામબાપાની આસ્થા સાથે અહીં આવીને તમામ માનતા અને શ્રદ્ધા પૂર્ણ થાય છે.

Source: IamGujarat

Advertisements

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.