20 જાન્યુઆરીનું રાશિફળ: જાણો, આજે કોનો દિવસ રહેશે શુભ

Please log in or register to like posts.
News

1/12મેષ(Aries):

સામાજિક પ્રસંગોમાં સગાંસંબંધીઓ અને મિત્રો સાથે તમારો સમય આનંદપૂર્વક પસાર કરશો. મિત્રો પાછળ ધનખર્ચ થશે અને તેમના દ્વારા લાભ પણ થશે. પ્રકૃતિના સાંનિધ્યમાં પર્યટન પર જશો. સરકારી અને અર્ધસરકારી કાર્યોમાં સફળતા મળશે.

2/12વૃષભ(Taurus):

આજે નવાં કાર્યોની શરૂઆત માટે અનુકૂળ દિવસ છે. નોકરી તથા વ્યવસાયમાં લાભદાયક પરિણામ મળશે. પદોન્નતિ મળશે. વેપારમાં નવી દિશાઓ ખૂલતી જણાશે. સરકાર દ્વારા લાભના સમાચાર મળશે.

3/12મિથુન(Gemini):

ગણેશજી કહે છે કે, પ્રતિકૂળ સંયોગો બનવાથી તમારાં કાર્યોમાં વિલંબ થઈ શકે છે. શરીરમાં સ્ફૂર્તિ અને મનમાં ઉત્સાહનો અભાવ રહેશે. પેટની બીમારી સતાવશે. નોકરીમાં વરિષ્ઠ અધિકારીઓના નકારાત્મક વ્યવહારનો સામનો કરવો પડી શકે છે.

4/12કર્ક(Cancer):

ગણેશજી કહે છે કે, મનની નકારાત્મકતા વ્યવહાર પર હાવી ન થાય તેનું ધ્યાન રાખવું. બહાર ખાનપાન દરમિયાન સ્વાસ્થ્ય અંગે સતર્ક રહેવું. ક્રોધ પર નિયંત્રણ રાખવું જરૂરી છે.

5/12સિંહ(Leo):

પતિપત્ની વચ્ચે મામૂલી કારણોસર દલીલ થઈ શકે છે. સાંસારિક વિષયો વિશે ઉદાસીન રહેશો. આજે માનહાનિનો યોગ બનશે. કોઈ પણ તણાવપૂર્ણ સ્થિતિમાં સંયમ રાખવો અને સમજીવિચારીને બોલવું.

6/12કન્યા (Virgo):

શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જળવાઈ રહેશે. ઘરમાં સુખશાંતિનો માહોલ રહેવાથી પ્રસન્નતા અનુભવશો. આર્થિક લાભ અને કામમાં સફળતા મળશે. બીમારીમાં રાહતનો અનુભવ કરશો. નોકરીમાં લાભ મળશે.

7/12 તુલા(Libra):

ગણેશજી કહે છે કે, તમે કલ્પના અને સૃજનશક્તિનો ઉત્તમ ઉપયોગ કરી શકશો. સંતાનની પ્રગતિ થશે. પ્રિય વ્યક્તિ સાથે મુલાકાત રોમાંચક રહેશે. તનમનથી તાજગી અને સ્ફૂર્તિનો અનુભવ કરશો. વધુ પડતા વિચારો મન વિચલિત કરી શકે છે.

8/12વૃશ્ચિક(Scorpio):

સ્વયંને સકારાત્મક બનાવી રાખવું. આજે તમે પોતાને અજાણ્યા ભયથી ઘેરાયેલા મહેસૂસ કરી શકો છો. કોઈ ને કોઈ વાતની ચિંતા રહી શકે છે. પારિવારિક સભ્યો તથા સગાંસંબંધીઓ સાથે મતભેદની સંભાવના છે.

9/12ધન(Sagittarius):

ગૂઢ રહસ્યમય વિદ્યાઓ અને આધ્યાત્મ તરફ તમારું વિશેષ આકર્ષણ રહેશે. નવાં કાર્યની શરૂઆત માટે શુભ સમય છે. મિત્રો અને સગાંસંબંધીઓના આગમનથી ઘરમાં પ્રસન્નતા રહેશે. હાથમાં લખેલાં કાર્ય સફળતાપૂર્વક પૂરાં થશે. ધનલાભનો યોગ છે.

10/12મકર(Capricorn):

ગણેશજી તમને વાણી અને વ્યવહારમાં સંયમ રાખવાની સલાહ આપે છે. પરિવારજનો સાથે મનમોટાવ ન થાય તેનું ધ્યાન રાખવું. શેરસટ્ટામાં મૂડી રોકાણનું આયોજન કરશો. આર્થિક લાભ થશે. સ્વાસ્થ્ય સંબંધિત કેટલીક ફરિયાદો રહી શકે છે.

11/12કુંભ(Aquarius):

ગણેશજીના આશીર્વાદથી શારીરિક અને માનસિક રીતે તમારો દિવસ પ્રફુલ્લિત રહેશે. સગાંસંબંધીઓ તથા મિત્રો અને પારિવારિક સભ્યો સાથે ઘરમાં ઉત્સવનું વાતાવરણ રહેશે. સુરુચિપૂર્ણ અને મિષ્ટાન્નનો આનંદ લેશો. હરવાફરવામાં અને પ્રવાસનો કાર્યક્રમ આયોજિત થશે.

12/12મીન(Pisces):

આર્થિક આયોજન અને મૂડી રોકાણ કરતી વખતે ખૂબ ધ્યાનથી કામ કરવાની ગણેશજી સલાહ આપે છે. એકાગ્રતામાં ઘટાડો અને બેચેનીનો અનુભવ થઈ શકે છે. ધાર્મિક કાર્યો પાછળ ખર્ચ થશે. સ્વજનોની સાથે મતભેદ ઊભા થઈ શકે છે.

– બેજાન દારૂવાલા

Advertisements

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.