21 જાન્યુઆરીનું રાશિફળ: જાણો, આજે કોનો દિવસ રહેશે શુભ

Please log in or register to like posts.
News

1/12મેષ(Aries):

ગણેશજી કહે છે કે, તમારો દિવસ ખૂબ સારી રીતે પસાર થશે. આજે તમારી જવાબદારીઓ વધી શકે છે. જીવનસાથીના સહયોગથી તમે તમારાં કામ પૂરાં કરી શકશો. ક્રોધ પર સંયમ રાખવો. નવા વિચાર પણ તમારા મનમાં આવશે.

2/12વૃષભ(Taurus):

આજનો દિવસ શુભ ફળદાયી રહેશે, તેમ ગણેશજી કહે છે. જો તમે બેરોજગાર હોવ તો આજનો દિવસ તમારા માટે શુભ સમાચાર લાવી શકે છે. બહાર જવાનો સંયોગ બની શકે છે. સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું.

3/12મિથુન(Gemini):

ગણેશજી કહે છે કે આજનો દિવસ શુભ તથા ફાયદો કરાવનારો છે. કાર્યાલયમાં સાથે કામ કરતા લોકો તથા અધિકારીઓ સાથે સંબંધ સારા રહેશે. આજે તમને મહેસૂસ થશે કે તમે કેટલીક નાણાકીય મુશ્કેલીઓથી છુટકારો મેળવી લીધો છે.

4/12કર્ક(Cancer):

આજે તમે ધાર્મિક કાર્ય, પૂજા-પાઠ વગેરેમાં વ્યસ્ત રહેશો. ધાર્મિક સ્થળ પર આનંદ પ્રાપ્ત થશે. નવા કામ વિશે વિચારી શકો છો. ઘર-પરિવારના કામમાં વ્યસ્ત રહી શકો છો. ક્રોધ અને ધન ખર્ચ પર નિયંત્રણ રાખવું.

5/12સિંહ(Leo):

ગણેશજી આજે તમને સંભાળીને ચાલવાની સલાહ આપે છે. સ્વાસ્થ્ય પ્રત્યે ધ્યાન આપવું. પૈસા કમાવવાની કેટલીક નવી અને સારી તક મળી શકે છે. પોતાના આત્મવિશ્વાસના બળે તમે બીજા લોકોથી અલગ ઓળખ બનાવવામાં સફળ થઈ શકો છો.

6/12કન્યા (Virgo):

સામાજિક તથા અન્ય ક્ષેત્રોમાં ખ્યાતિ કે સન્માન પ્રાપ્ત થશે. સુંદર વસ્ત્રાભૂષણની ખરીદી પણ થઈ શકે છે. વાહનસુખ પ્રાપ્ત થશે. ભાગીદારો સાથે સંબંધ સારા રહેશે. પતિ-પત્ની વચ્ચે જો તકરાર થઈ હશે તો તે દૂર થશે તથા ઘનિષ્ઠતા વધશે.

7/12તુલા(Libra):

આજે ઘરમાં સુખશાંતિનું વાતાવરણ જળવાઈ રહેવાથી તમારી પ્રસન્નતામાં વૃદ્ધિ થશે. નોકરી અને વેપારમાં કંઈક નવું કરી શકો છો. માતાપિતા તરફથી કોઈ સારા સમાચાર મળશે. હરીફો પર વિજય પ્રાપ્ત થશે તેમ ગણેશજી કહે છે.

8/12વૃશ્ચિક(Scorpio):

તમારો દિવસ મધ્યમ ફળદાયી રહેશે તેમ ગણેશજી કહે છે. આજની સ્થિતિ અને તમને મળનારા લોકો તમને કંઈક નવું કરવા માટે પ્રેરિત કરી શકે છે. ભાઈઓ સાથે ચાલી રહેલો જૂનો વિવાદ ઉકેલાઈ શકે છે.

9/12ધન(Sagittarius):

ગણેશજી કહે છે કે, આજનો દિવસ મનમાં ઉદાસીનતાથી છવાયેલો રહેશે. શરીરમાં સ્ફૂર્તિ તથા મન પ્રફુલ્લિત રહેશે. તમારા કામ અંગે ચર્ચાઓ થઈ રહી છે અને ટૂંક સમયમાં તેનું ફળ તમને મળશે. બહાર જવાનો સંયોગ બની શકે છે.

10/12મકર(Capricorn):

આજનો દિવસ નવા કામની શરૂઆત કરવા માટે શુભ છે તેમ ગણેશજી કહે છે. નવા કામ વિશે વિચારી શકો છો. ઘર કે ગાડીમાં રોકાણ અથવા કોઈ લોન લેવા માટે અરજી કરવા માટે આજનો દિવસ ભાગ્યશાળી છે.

11/12કુંભ(Aquarius):

આજે કોઈ સાથે વિવાદ ન કરવાની સલાહ ગણેશજી આપે છે. ધાર્મિક કાર્યોમાં ધન ખર્ચ થઈ શકે છે. પારિવારિક વાતાવરણ ન બગડે, તેનું ધ્યાન રાખવું. સ્વાસ્થ્ય પ્રત્યે ધ્યાન રાખવું. નિર્ણયશક્તિનો અભાવ રહેશે.

12/12મીન(Pisces):

આજનો દિવસ શુભ ફળદાયી છે. નવા લોકો સાથે મુલાકાત થવાથી કેટલાક ફાયદા થઈ શકે છે. શિક્ષણ, બિઝનેસ, નોકરી કે મહત્ત્વપૂર્ણ દસ્તાવેજો સંબંધિત યાત્રા થઈ શકે છે. યાત્રા દરમિયાન ઘણી નવી વાતો તમને જાણવા મળી શકે છે.

– બેજાન દારૂવાલા

Advertisements

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.