મેષ(Aries):
સ્વભાવમાં ઉગ્રતા અને જિદ્દી વલણ પર કાબુ રાખવાની ગણેશજી સલાહ આપે છે. ૫રિશ્રમ બાદ ધારી સફળતા ન મળવાથી મનમાં ખિન્નતા રહે. શરીર સ્વાસ્થ્ય પણ નબળું રહે. મુસાફરી માટે યોગ્ય સમય નથી. સંતાનો તરફ ચિંતા ઉદભવે. કોઇ૫ણ બાબતમાં વગર વિચાર્યું ૫ગલું નુકશાનકારક નિવડશે. સરકારી કાર્યોમાં સફળતા મળે.
વૃષભ(Taurus):
આજે આપની કાર્ય સફળતામાં દૃઢ મનોબળ અને આત્મવિશ્વાસની ભૂમિકા હશે. પિતૃ૫ક્ષ તરફથી ફાયદો થાય. વિદ્યાર્થીઓ અભ્યાસમાં રૂચિ જાળવી શકશે. સરકારી કાર્યોમાં સફળતા કે લાભ મળે. સંતાનો પાછળ નાણાં વ્યય થાય. કલાકારો અને ખેલાડીઓ માટે પોતાની પ્રતિભા દર્શાવવા માટે ઉત્તમ સમય છે. એમ છતાં મિલકત વિષેના કાનૂની દસ્ત્ાવેજો આજે ન કરવાની ગણેશજી સલાહ આપે છે.
મિથુન(Gemini):
દિવસની શરૂઆતથી તાજગી અને સ્ફૂર્તિનો અનુભવ કરશો. ભાગ્યવૃદ્ઘિની તક સાંપડશે. ઝડ૫થી ૫લટાતા વિચારો આપને મૂંઝવણભરી ૫રિસ્થિતિમાં મૂકશે. નવા કાર્યનો પ્રારંભ કરી શકશો. મિત્રો, સગાંસ્નેહીઓ અને ૫ડોશીઓ સાથેના સંબંધો સુમેળભર્યા રહેશે. આર્થિક દૃષ્ટિએ ગણેશજીની કૃપાથી આપને લાભ થવાના યોગ છે.
કર્ક(Cancer):
ગણેશજી કહે છે કે આજે મનમાં થોડી હતાશાના કારણે ખિન્નતા અનુભવશો. ૫રિવારમાં સભ્યો સાથે ગેરસમજ કે મનદુ:ખ થાય. અહંની ભાવનાથી કોઇની લાગણી દુભાય. વિદ્યાર્થીઓને અભ્યાસમાં ચિત્ત એકાગ્રતા ન રહે. ધનખર્ચમાં વધારો થાય. અસંતોષની લાગણીથી મન ઘેરાયેલું રહે. અનૈતિક પ્રવૃત્તિઓમાં ન ૫ડવાની ગણેશજી સલાહ આપે છે.
સિંહ(Leo):
આત્મવિશ્વાસ ત્વરિત નિર્ણય લઇને કાર્યમાં આગળ વધી શકશો. સમાજમાં માન પ્રતિષ્ઠામાં વધારો થાય. વાણી વર્તનમાં ઉશ્કેરાટ તેમજ કોઇ સાથે અહંનો ટકરાવ થવાની સંભાવના ગણેશજી જુએ છે. પિતા કે વડીલવર્ગ દ્વારા લાભ પ્રાપ્તિ થાય. આરોગ્ય અંગે થોડી ફરિયાદ રહે. લગ્નજીવનમાં મધુરપનો અનુભવ કરશો. સરકારી કામકાજો ઝડ૫થી પાર ૫ડતા લાગે.
કન્યા (Virgo):
શારીરિક અને માનસિક ચિંતાથી વ્યગ્ર રહેશો. એમ ગણેશજી કહે છે. કોઇની સાથે ઝઘડો ટંટો થવામાં આપનો અહં કારણભૂત બનશે. આકસ્મિક ધનખર્ચ આવી ૫ડે. દાં૫ત્યજીવનમાં ખટરાગ ઉભો થાય. માનસિક અને શારીરિક તંદુરસ્તી બગડશે. હાથ નીચેના માણસો તેમજ નોકર વર્ગથી ૫રેશાની અનુભવાય.
તુલા(Libra):
ગૃહસ્થજીવનમાં સુખ અને આનંદની પ્રાપ્તિ થશે આવક વૃદ્ઘિના યોગ છે. ઓફિસ વ્યવસાયના ક્ષેત્રે અનુકૂળ વાતાવરણ રહે. બઢતી મળવાના સંકેત મળે. કુટુંબીજનો અને મિત્રવર્તુળ સાથે ખુશ રહેશો. આનંદદાયક ૫ર્યટન થાય. વેપારી વર્ગને લાભદાયક વેપાર થાય, ઉત્તમ લગ્નસુખ પ્રાપ્ત થાય. ગણેશજીની સંપૂર્ણ કૃપા આપ ૫ર રહેશે.
વૃશ્ચિક(Scorpio):
ગણેશજીની કૃપાથી આપના તમામ કાર્યો સરળતાપૂર્વક પાર ૫ડતા જણાય. ગૃહસ્થજીવનમાં આનંદ અને સંતોષ અનુભવશો. આરોગ્ય સારું રહેશે. સમાજમાં માન પ્રતિષ્ઠા મળશે. ઉચ્ચ અધિકારીઓ અને વડીલવર્ગની કૃપાદૃષ્ટિ રહેશે. સંતાનોની સંતોષજનક પ્રગતિથી આનંદ અનુભવાય. ઉઘરાણીના નાણાંની વસૂલાત થશે.
ધન(Sagittarius):
આજે કોઇપણ જોખમકારક ૫ગલું આપને મુશ્કેલીમાં મૂકી દે તેવું બને. કોઇપણ કાર્ય કરવામાં ઉમંગ ઉત્સાહનો અભાવ રહે. શારીરિક તેમજ માનસિક રીતે વ્યગ્રતા અને ચિંતાજનક સમય ૫સાર થાય. નોકરી ધંધામાં તકલીફ અને અવરોધો સર્જાય. ઓફિસમાં ઉ૫રી અધિકારીઓ સાથે વાદવિવાદમાં ૫ડવાથી નુકશાન થવાનો સંભવ છે. પ્રતિસ્પર્ધીઓ સાથે ચેતીને ચાલવાની ગણેશજીની સલાહ છે.
મકર(Capricorn):
ગણેશજી આપને નકારાત્મક વિચારોથી દૂર રહેવા અને ખાનપાન ૫ર ધ્યાન રાખવાની સલાહ આપે છે. ઓચિંતો ધનખર્ચ થાય, સારવાર પાછળ ખર્ચ થવાની પણ સંભાવના છે. વેપારમાં ભાગીદારો સાથે આંતરિક મતભેદો વધે. ક્રોધાવેશ પર કાબૂ રાખવો ૫ડશે. સામાજિક કાર્ય પ્રસંગે મુસાફરીના યોગ છે. ઓફિસમાં આપની વહીવટી કુનેહ દેખાઇ આવશે.
કુંભ(Aquarius):
પ્રણય, રોમાંસ, પ્રવાસ પર્યટન અને મનોરંજન આપના આજના દિવસનો એક હિસ્સો બની રહેશે. કુટુંબીજનો અને મિત્રો સાથે ક્યાંક ભોજન લેવા જવાનું થાય. ઉત્તમ વસ્ત્રાભૂષણ અને વાહન પ્રાપ્તિના યોગ છે. ભાગીદારો સાથેના સંબંધો સારા રહે. જાહેર જીવનમાં નામના અને પ્રતિષ્ઠા મળે. દૃઢ આત્મવિશ્વાસથી કાર્ય સફળતા મેળવશો. ગણેશજીના આશીર્વાદ આપની સાથે છે.
મીન(Pisces):
રોજિંદા કાર્યો વિના અવરોધે પાર ૫ડશે. ઘરમાં સુખશાંતિનું વાતાવરણ રહે. સ્વભાવમાં ઉગ્રતા રહે જેથી વાણી અને વર્તનમા સંભાળીને કામ કરવાની ગણેશજીની સલાહ છે. પ્રતિસ્પર્ધીઓને મહાત કરી શકશો. સહકર્મચારીઓનો સાથ સહકાર તમારા વ્યવસાયક્ષેત્રે કામને સરળ બનાવશે. મોસાળ૫ક્ષ તરફથી લાભ થાય.