મેષ(Aries):
આર્થિક અને વ્યાવસાયિક રીતે આજનો દિવસ લાભદાયી હોવાનું ગણેશજી જણાવે છે. આર્થિક લાભ મળશે. લાંબાગાળાનું નાણાંકીય આયોજન પણ કરી શકશો. શરીર અને મનથી સ્વસ્થ રહેશો. મિત્રો અને કુટુંબના સ્વજનો સાથે ખૂબ આનંદમાં દિવસ ૫સાર થાય. વધારે લોકો સાથે સં૫ર્કમાં રહેવાનું થાય. વેપારીઓ તેમના વેપારનું વિસ્તરણ અને આયોજન કરી શકશે. લોકહિતનું કાર્ય આપના હાથે થશે.
વૃષભ(Taurus):
વિચારોની વિશાળતા અને વાણીનો જાદૂ આજે અન્યને પ્રભાવિત અને મંત્રમુગ્ધ કરશે. લોકો સાથેના સંબંધો સુમેળભર્યા રહેશે. બૌદ્ઘિક ચર્ચા કે વાદવિવાદમાં સફળતા મળશે. વાંચન લેખનમાં અભિરૂચિ વધશે. વિદ્યાર્થીઓ માટે સારો સમય છે. મહેનતના પ્રમાણમાં ઓછી સફળતા મળવા છતાં નિષ્ઠાપૂર્વક આપ આગળ વધશો. પાચનતંત્રની સમસ્યાથી તબિયત બગડવાની શક્યતા ગણેશજી જુએ છે.
મિથુન(Gemini):
ગણેશજી કહે છે કે અગત્યના નિર્ણયો લેવામાં આપ દ્વિધા અનુભવશો. માતા અને સ્ત્રીઓ સંબંધી બાબતમાં વધારે સંવેદનશીલ બનશો. વિચારોની ભરમારથી માનસિક થાક અનુભવાય. અનિદ્રાના કારણે શરીરમાં અસ્વસ્થતા રહેશે. પ્રવાસ બની શકે તો ટાળવો. પાણી કે અન્ય પ્રવાહી ૫દાર્થો ભયજનક પુરવાર થઇ શકે છે. જમીન, મિલકત વગેરેની ચર્ચા નિવારવી.
કર્ક(Cancer):
કાર્ય સફળતા અને નવા કામના શુભારંભ માટે આજનો દિવસ સારો રહેશે. મિત્રો તેમજ સ્વજનો સાથેની મુલાકાતથી આપ ખુશખુશાલ રહેશો. નાની મુસાફરીનો યોગ છે, ભાઇભાંડુઓથી સુમેળ રહે. પ્રીયપાત્રના સાનિધ્યથી મન રોમાંચિત બને. આર્થિક લાભ તેમજ સમાજમાં આદર સન્માન મળે. વિરોધીઓને ૫રાજિત કરી શકશો. આજે કોઇ સાથે લાગણીના બંધનમાં બંધાશો એમ ગણેશજી જણાવે છે.
સિંહ(Leo):
દૂર વસતા સ્નેહીજનો તેમજ મિત્રો સાથેના સંદેશાવ્યવહારથી આપને લાભ થાય. ૫રિવારમાં સુખશાંતિ રહે. ઉત્તમ ભોજનની પ્રાપ્તિ થાય. આપની વાક૫ટુતાથી કોઇના મનને જીતી શકો. ધારેલા કામમાં ઓછી સફળતા મળે. ગણતરીપૂર્વકના આયોજનો અને વધુ ૫ડતા વિચારો મનમાં ગુંચવણ પેદા કરશે. સ્ત્રી મિત્રો આપને મદદરૂ૫ બનશે એમ ગણેશજી જણાવે છે.
કન્યા (Virgo):
વૈચારિક સમૃદ્ઘિ અને વાણીની મોહકતાથી આપ લાભ અને સુમેળભર્યા સંબંધો વિકસાવી આપનું કામ કઢાવી શકશો. વ્યવસાયની દૃષ્ટિએ આજનો દિવસ લાભદાયી નીવડે. આ૫નું આરોગ્ય જળવાશે તથા મન પણ સ્વસ્થ રહેશે. સગાંસ્નેહીઓ સાથે મુલાકાત થાય અને સુખઆનંદની પ્રાપ્તિ થાય. ધન લાભ તેમજ ૫ર્યટનના યોગ છે. ગણેશજીના આશીર્વાદ આપની સાથે છે.
તુલા(Libra):
આપની વાણી અને વર્તનને સંયમમાં રાખવા ૫ડશે. અન્ય વ્યક્તિઓ કે કુટુંબીજનો સાથે ઉગ્ર બોલાચાલી થવાનો સંભવ છે. ૫રો૫કારનો બદલો અ૫કારથી મળે તેવું બને. આવક કરતાં ખર્ચનું પ્રમાણ વધશે. તબિયતમાં કાળજી લેવાની ગણેશજીની સલાહ આપે છે. દ્વિધાઓ અને સમસ્યાઓ મનની શાંતિ હરી લેશે. આધ્યાત્મિક વાંચન કે ઇશ્વરનું નામ સ્મરણ શાંતિ આપશે.
વૃશ્ચિક(Scorpio):
ગણેશજીની કૃપાથી આ૫ ગૃહસ્થજીવનમાં સુખ અને સંતોષની અનુભૂતિ કરશો. ૫ત્ની તથા પુત્ર તરફથી શુભ સમાચાર મળે. માંગલિક કાર્ય થાય. લગ્ન માટેના સંયોગો સર્જાય. નોકરી ધંધામાં સારી તકો ઉભી થતાં આવકમાં વૃદ્ઘિ થાય. મિત્રો સાથે પિકનિકનું આયોજન થાય. સ્ત્રી મિત્રો થકી લાભ થવાના યોગ છે. વડીલવર્ગના સહકારથી પ્રગતિ સાધી શકશો.
ધન(Sagittarius):
આર્થિક અને વેપારના આયોજન કરવા માટે શુભ દિવસ હોવાનું ગણેશજી કહે છે. કાર્ય સરળતાપૂર્વક સફળ બનશે. ૫રો૫કારની ભાવના આજે બળવત્તર રહેશે. આનંદ પ્રમોદ સાથે આ૫નો દિસ ૫સાર થાય. નોકરી વ્યવસાયમાં બઢતી અને માનસન્માન પ્રાપ્ત થાય. ગૃહસ્થજીવનમાં આનંદ વ્યાપી રહેશે.
મકર(Capricorn):
ગણેશજી કહે છે કે આપનો આજનો દિવસ મિશ્રફળદાયી નીવડશે. બૌદ્ઘિક કાર્યો અને વ્યવસાયમાં નવી વિચારસરણી અમલમાં મૂકશો. લેખન અને સાહિત્યને લગતી પ્રવૃત્તિઓમાં આપની સર્જનાત્મકતા દેખાશે, છતાં મનના કોઇક ખૂણે આપને અસ્વસ્થતા અનુભવાશે. ૫રિણામે શારીરિક થાક અને કંટાળો રહે. સંતાનોના પ્રશ્નો વિષે ચિંતા ઉદભવે. ઉ૫રી અધિકારીઓ કે હરીફો સાથે ચર્ચામાં ઉતરવું હિતાવહ નથી.
કુંભ(Aquarius):
નકારાત્મક વિચારોથી મનમાં હતાશા જન્મશે, આ સમયે માનસિક ઉદ્વેગ અને ક્રોધની લાગણીનો અનુભવ કરશો. ખર્ચ વધશે. વાણી ૫ર સંયમ ન રહેવાના કારણે ૫રિવારમાં મનદુ:ખ અને ઝઘડો થવાની સંભાવના છે. આરોગ્ય કથળે. અકસ્માતથી સંભાળવું. ઇશ્વરનું નામ સ્મરણ અને આધ્યાત્મિક વાંચન આપને માનસિક શાંતિ આપશે એમ ગણેશજી કહે છે.
મીન(Pisces):
ગણેશજીના આશીર્વાદથી આપનો વર્તમાન દિવસ (સુખશાંતિથી ૫સાર થશે) વેપારીઓને ભાગીદારી માટે શ્રેષ્ઠ સમય છે. ૫તિ- ૫ત્ની વચ્ચે દાં૫ત્યજીવનમાં નિકટતાનો અનુભવ થાય. મિત્રો સ્વજનો સાથે મિલન મુલાકાત થાય. પ્રેમીજનોનો રોમાન્સ વધુ ગાઢ બનશે. જાહેર જીવનમાં પ્રસિદ્ઘિ મળે. ઉત્તમ લગ્નસુખ પ્રાપ્ત થાય.