મેષ(Aries):
ગણેશજીની કૃપાથી આપને આજે સામાજિક અને જાહેરક્ષેત્રમાં પ્રસિદ્ઘિ મળશે. કુટુંબ તેમજ દાંપત્ય જીવનમાં સુખ સંતોષ અનુભવશો. મિત્રો અને રોમાન્સની પરાકાષ્ટાનો અનુભવ થશે. મોજમજા અને મનોરંજનથી ભાગીદારીમાં લાભ થશે. જીવનસાથી સાથે ખૂબ સારો મનમેળ રહેશે.
વૃષભ(Taurus):
ગણેશજી આજે વાણી અને વર્તન પર સંયમ રાખવાની સલાહ આપે છે. કોઈની મજાક મશ્કરી કરતાં હસવામાંથી ખસવું થઈ જવાની પરિસ્થિતિ નિર્માણ થાય. ગેરસમજ ઊભી થાય. મોજશોખ મનોરંજન પાછળ ખર્ચો થશે. તબિયતની કાળજી રાખવી. અકસ્માતથી સંભાળવું. માનસિક ઊન્મત્તતા ઘણી સમસ્યઓ સર્જી શકે છે. તેથી તે અંકુશમાં રહે તેની કાળજી રાખવા ગણેશજી જણાવે છે.
મિથુન(Gemini):
આજનો દિવસ સાર્વત્રિક લાભનો હોવાનું ગણેશજી કહે છે. પારિવારિક સુખ શાંતિ જળવાશે. પત્ની અને તેમની પાછળ ખર્ચ પણ થાય. કુંવારા પાત્રોનાં લગ્નની શક્યતા ઊભી થશે. વેપારમાં તેમજ નોકરીમાં આવક વધશે. ઘરમાં શુભ પ્રસંગોનું આયોજન થાય. પ્રિયજનનું મિલન આનંદ પમાડશે. ઊત્તમ ભોજન અને શ્રેષ્ઠ લગ્નસુખની પ્રાપ્તી થાય.
કર્ક(Cancer):
આજે શારીરિક માનસિક સ્વસ્થતાનો અભાવ વર્તાશે. છાતીમાં દર્દ કે અન્ય કોઈ વિકારથી પરેશાની અનુભવાય પરિવારમાં સભ્યો સાથે ઊગ્રવિવાદ થાય. જાહેરમાં માનહાનિ ન થાય તેનું ધ્યાન રાખવું. સ્ત્રીવર્ગ તેમજ પાણીથી કોઈ આફત ઊભી થવાનો સંભવ છે. નાણાં ખર્ચ થાય. સમયસર ભોજન ન મળે. અનિદ્રાનો ભોગ બનવું પડશે એમ ગણેશજી જણાવે છે.
સિંહ(Leo):
ગણેશજીના આશીર્વાદથી આજે આપ તન અને મનથી સ્વસ્થ અને પ્રફુલ્લિત રહેશો. પાડોશીઓ અને ભાઈભાંડુ સાથેના સંબંધો સુમેળભર્યા રહેશે. ધાર્યું કામ પાર પડશે. નાનો પ્રવાસ થાય. ભાગ્યવૃદ્ધિ માટેની તકો સામે આવશે. હરીફો પર આપ વિજય મેળવી શકશો. પ્રિયજનની નિકટતા આપને હર્ષિત કરશે. લાગણીભર્યા સંબંધોની ગહનતાનો પરિચય થશે. આર્થિક લાભ મળશે.
કન્યા (Virgo):
દ્વિધાભર્યું માનસિક વલણ રહે. નકારાત્મક વિચારો મનની અસ્વસ્થતા વધારશે. કુટુંબીજનો સાથે ગેરસમજ કે મનદુ:ખના પ્રસંગ બને. બિનજરુરી ખર્ચ થાય. વિદ્યાર્થીઓને અભ્યાસમાં મન ન લાગે. બૌદ્ઘિક ચર્ચા દરમ્યાન વિવાદ ટાળવાનો ગણેશજીની સલાહ છે. પ્રવાસની શક્યતા છે. એકસપોર્ટ ઇમ્પોર્ટના વ્યવસાયમાં સફળતા મળશે.
તુલા(Libra):
ગણેશજી કહે છે કે વર્તમાન સમયમાં આપ ખૂબ સારી રીતે આર્થિક આયોજન પાર પાડી શકશો. આજે આપની કલાત્મક અને સર્જનાત્મક શક્તિ શ્રેષ્ઠતમ રહેશે. શારીરિક અને માનસિક રીતે તંદુરસ્ત રહેશો. દૃઢ વિચાર અને આત્મવિશ્વાસથી કામ પાર પાડી શકશો. ભાગીદારો સાથે સુમેળ રહેશે. મોજશોખ મનોરંજન પાછળ ધનખર્ચ થાય. દામ્પત્યજીવનમાં નિકટતા અનુભવાય.
વૃશ્ચિક(Scorpio):
ગણેશજી કહે છે કે આજે આપને વિદેશ વસતા સ્નેહીજન કે મિત્ર તરફથી શુભ સમાચાર મળે અથવા લાભ થાય. નાણાં ખર્ચ થશે ૫રંતુ તે આનંદ પ્રમોદની પ્રવૃત્તિમાં થશે. દાંપત્યજીવનમાં જીવનસાથી સાથે નિકટતાની ૫ળો માણી શકો. કોર્ટ કચેરીના મામલામાં સંભાળીને કામ કરવું ઉચિત રહેશે. ઓફિસમાં સ્ત્રીવર્ગથી લાભ થવાના યોગ છે.
ધન(Sagittarius):
પ્રેમનો સુખદ અનુભવ મેળવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય. ગણેશજી જણાવે છે કે આર્થિક, સામાજિક અને કૌટુંબિક દૃષ્ટિએ આજે લાભનો દિવસ છે. ગૃહસ્થજીવનમાં આનંદ છવાયેલો રહેશે. મિત્રો, ખાસ કરીને સ્ત્રી મિત્રોથી લાભ તેમજ પ્રવાસનું આયોજન થાય. આવકના સાધનોમાં વધારો થાય. વેપારમાં વૃદ્ધિ અને લાભ થાય. લગ્નયોગ છે, માંગલિક કાર્યો થાય. ઉત્તમ ભોજન મળે.
મકર(Capricorn):
વ્યવસાયક્ષેત્રે ધન, માન, પ્રતિષ્ઠા વધશે. નોકરીમાં પણ આપની મહેનત રંગ લાવતી લાગે, ઘર, ૫રિવાર અને સંતાનોની બાબતમાં આનંદ અને સંતોષની લાગણી અનુભવશો. વ્યવસાયિક કામ અંગે દોડધામ વધશે. નોકરીમાં ૫દોન્નતિ થાય. સરકારી કાર્યોમાં સફળતા મળે અને સરકાર તથા મિત્રો, સંબંધીઓથી ફાયદો થાય. ગણેશજીના આશીર્વાદ સંપૂર્ણપણે આપની સાથે છે.
કુંભ(Aquarius):
ગણેશજી જણાવે છે કે આજે આપ તબિયતમાં અસ્વસ્થતા અનુભવશો, ૫રંતુ માનસિક રીતે સ્વસ્થ હશો. કામ કરવામાં ઉત્સાહની કમી વર્તાશે. ઓફિસમાં ઉચ્ચ અધિકારીઓથી સંભાળવું, એ જ રીતે હરીફો સાથે દલીલોમાં ઉતરવું આજે યોગ્ય નથી. મોજશોખ પાછળ વિશેષ ખર્ચ થશે. મુસાફરીનો યોગ છે. વિદેશગમનની શક્યતાઓ ઉદભવે તથા વિદેશથી સમાચાર મળે. સંતાનોની ચિંતા થશે.
મીન(Pisces):
આકસ્મિક ધનલાભનો યોગ છે. વેપારીવર્ગના રોકાયેલા નાણાં છૂટા થશે. આજે આપને શારીરિક અને માનસિક રીતે વધારે ૫રિશ્રમ કરવો ૫ડે. આરોગ્યની બાબતમાં ધ્યાન રાખવાની ગણેશજી સલાહ આપે છે. ખર્ચનું પ્રમાણ વધારે રહેશે. અનૈતિક કામવૃત્તિ મુસીબતમાં નાખી શકે છે. આધ્યાત્મિક વિચારો અને વલણ આપને ગેરમાર્ગે જતા રોકશે.