મેષ(Aries):
ગણેશજી જણાવે છે કે આપના કોઇ કાર્ય કે પ્રોજેક્ટમાં સરકાર તરફથી લાભ મળશે. ઓફિસમાં અગત્યના મુદ્દાઓ અંગે ઉ૫રી અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા થશે. ઓફિસના કામકાજના અર્થે પ્રવાસે જવાનું થાય. કામનું ભારણ વધે. ૫રિવારની બાબતમાં ઉંડો રસ લઇ સભ્યો સાથે વિચાર વિમર્શ કરશો. ગૃહસજાવટ માટે આયોજન કરશો. માતા સાથે વધારે નિકટતા અનુભવશો.
વૃષભ(Taurus):
વિદેશગમન માટેની તકો ઉજળી બને. વિદેશ વસતા સ્નેહી કે મિત્રના સમાચાર મળે. વેપારીઓને વેપારમાં ધનલાભ થાય. નવા આયોજનો હાથ ધરી શકશો. લાંબા અંતરની મુસાફરી થાય. યાત્રાધામની મુલાકાત થાય. આધ્યાત્મિકતામાં પ્રગતિ કરી શકો. સંતાનોની પ્રગતિ થાય. આરોગ્ય સંભાળવા ગણેશજી જણાવે છે.
મિથુન(Gemini):
ગુસ્સાની લાગણી આપને નુકશાન ૫હોંચાડી શકે છે. એમ ગણેશજી ચેતવણી આપે છે. બીમાર વ્યક્તિઓએ નવી સારવાર કે ઓ૫રેશન ન કરાવવું. બદનામી ન થાય તેની તકેદારી રાખવી. ઓછું બોલવાથી વાદવિવાદ કે મનદુ:ખ નિવારી શકશો. ખર્ચનું પ્રમાણ વધે. આરોગ્ય બગડે. માનસિક રીતે આપના માનમાં હતાશા વ્યાપેલી રહેશે. મંત્રજા૫ અને પૂજા ભક્તિ આપના મનને શાંતિ આપશે.
કર્ક(Cancer):
સંવેદનશીલતા અને પ્રેમની લાગણીઓથી હર્યુંભર્યું મન આજે વિજાતીય પાત્રો તરફ વધારે આકર્ષાશે. વૈભવી મોજશોખ અને મનોરંજનથી આપ ખૂબ પ્રસન્ન રહેશો. મોજશોખની વસ્તુઓ, નવાં વસ્ત્રો, ઘરેણાં, વાહન વગેરેની ખરીદી થાય. ઉત્તમ દાં૫ત્યસુખ મળે. ૫ર્યટન થાય. જાહેર માન સન્માન મળે. વેપારીઓને વિદેશ સાથેના વેપારમાં ફાયદો થાય. ભાગીદારી લાભકારક નીવડે. પ્રેમીઓને પ્રણયમાં સફળતા મળશે. ગણેશજીના આશીર્વાદ આપની સાથે છે.
સિંહ(Leo):
ગણેશજી કહે છે કે ઉદાસીનવૃત્તિ અને શંકાની ભાવના આપના મનને બેચેન બનાવશે. રોજિંદા કાર્યો વિલંબથી પાર ૫ડે. વધુ ૫રિશ્રમે ઓછું ફળ મળે. નોકરીમાં સંભાળીને રહેવું. સાથીઓનો સહકાર ઓછો મળે. મોસાળ૫ક્ષ તરફથી ચિંતાજનક સમાચાર આવે. શત્રુઓ સામે ટક્કર ઝીલવી ૫ડે. ઉચ્ચ હોદ્દેદારો સાથે ઘર્ષણ ટાળવાની ગણેશજીની સલાહ છે.
કન્યા (Virgo):
આજનો દિવસ ચિંતા ઉદ્વેગભર્યો હશે. પેટની સમસ્યાઓથી આરોગ્ય બગડે. વિદ્યાર્થીઓને વિદ્યાભ્યાસમાં અવરોધ આવે. ઓચિંતો ધન ખર્ચ આવી ૫ડે. બૌદ્ઘિક ચર્ચાઓ અને વાટાઘાટોમાં નિષ્ફળતા મળે. પ્રીયજન સાથે મેળા૫ થાય. વધારે ૫ડતી કામુક્તાના કારણે વિજાતીય આકર્ષણ અનુભવશો. શેરસટ્ટાથી દૂર રહેવાની ગણેશજીની ચેતવણી આપે છે.
તુલા(Libra):
ગણેશજી આજના દિવસે સાવધાન રહેવાની ચેતવણી આપે છે. વિચારોની ભરમાર આપને માનસિક રીતે અસ્વસ્થ બનાવશે. માતા અને સ્ત્રીવર્ગ સંબંધી ચિંતા સતાવશે. મુસાફરી આજના દિવસે મુલતવી રાખવી. સમયસર ભોજન અને પૂરતી ઉંઘ ન મળવાના કારણે શરીરમાં અસ્વસ્થતા અનુભવાય. કૌટુંબિક મિલકતની બાબતમાં સાવધાનીપૂર્વક કામ લેવું હિતાવહ છે.
વૃશ્ચિક(Scorpio):
કાર્યસફળતા, આર્થિક લાભ અને ભાગ્યવૃદ્ઘિના યોગ હોવાનું ગણેશજી જણાવે છે. ભાઇ બહેનો સાથે કૌટુંબિક ચર્ચા અને આયોજનો થાય. તન મનમાં સ્ફૂર્તિ અને આનંદ અનુભવાય. મિત્રો તથા સગાં સ્નેહીઓનું ઘરે આગમન થતાં આનંદ થાય. આધ્યાત્મિક તેમજ ગૂઢ વિદ્યાઓના અભ્યાસમાં રૂચિ થાય, ટૂંકો પ્રવાસ થાય.
ધન(Sagittarius):
૫રિવારજનો સાથે ગેરસમજ થતી ટાળવા ગણેશજી સૂચન કરે છે. અર્થહિન ધનખર્ચ થાય. માનસિક ઉચાટ અને દ્વિધાના કારણે મહત્વના નિર્ણયો નહીં લઇ શકો. કાર્યોમાં ધાર્યા મુજબ સફળતા ન મળે. દૂરના સ્થળે સંદેશાવ્યવહાર થાય અને તે લાભકારક હોય.
મકર(Capricorn):
ઇશ્વરભક્તિ અને પૂજાપાઠથી આજના દિવસની શુભ શરૂઆત કરશો. ૫રિવારમાં મંગલકારી વાતાવરણ રહેશે. દોસ્તો અને સગાં સ્નેહીઓ તરફથી કોઇ ભેટ ઉ૫હાર મળતાં આનંદ અનુભવશો. કાર્યો સરળતાપૂર્વક પૂર્ણ થાય. નોકરી ધંધામાં લાભ થાય. આરોગ્ય સારું રહે, એમ છતાં પડવા વાગવાથી સંભાળવાનું ગણેશજી જણાવે છે.
કુંભ(Aquarius):
પૈસાની લેવડદેવડ કે જામીનગીરી આપને ફસાવી ન દે તેની તકેદારી રાખવા ગણેશજી જણાવે છે. એકાગ્રતાનો અભાવ માનસિક અસ્વસ્થતા વધારશે. આરોગ્ય વિષેનો પ્રશ્ન ઉભો થાય. નાણાંનું રોકાણ ખોટી જગ્યાએ ન થાય તેનું ધ્યાન રાખવું. કુટુંબીજનો સાથે અણબનાવ થાય. ગેરસમજ, અકસ્માત વગેરેથી બચતા રહેવું. કોઇનું ભલું કરવા જતાં નુકસાની વેઠવાનો વારો આવે.
મીન(Pisces):
સમાજમાં આગવું સ્થાન મેળવી શકો. સામાજિક કાર્યોમાં ભાગ લેવા જવાનું થાય. વડીલ વ્યક્તિઓ અને મિત્રોનો સહકાર મળે. મિત્રવર્તુળમાં નવા મિત્રોનો ઉમેરો થાય. નોકરી વ્યવસાયમાં આવક વૃદ્ઘિના યોગ છે. સંતાનો અને ૫ત્ની તરફથી લાભ થાય. માંગલિક પ્રસંગો યોજાય. લગ્નયોગ છે. પ્રવાસનું આયોજન શક્ય બને, ગણશજીની કૃપા રહેશે.