3જી નવેમ્બર ના મુખ્ય સમાચાર

Please log in or register to like posts.
News

તા. ૩/૧૧/૨૦૧૭ શુક્રવારવિક્રમ સવંત ૨૦૭૪ કારતકસુદ ચૌદશ

  • જમ્મુ કાશ્મીરના સામ્બુરામાં આંતકી અને બીએસએફ સુરક્ષાદળો વચ્ચે અથડામણમાં ત્રણ જવાનો શહીદ, પાંચ જવાનોને ઈજા થઇ એક આંતકવાદી ઠાર.
  • અક્ષરધામ મંદિર, ગાંધીનગરના રજત જયંતિ મહોત્સવમાં હાજરી આપવા આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મહંત સ્વામી ભાવુક થયા.
  • “અક્ષરધામ માનવતાનું મંદિર છે.” 🗣– વડાપ્રધાન નરેન્દ્ર મોદી
  • વિધાનસભાની ચૂંટણીમાં કોંગેસને સમર્થન આપવાના મુદ્દે પાસ દ્વારા છ નવેમ્બર પછી નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા.
  • ફોર્બ્સની વિશ્વની 100 પાવરફુલ મહિલાઓની યાદીમાં ભારતીય મહિલાઓમાં ચંદા કોચર,રોશની નાદર મલ્હોત્રા, કિરણ મજમુદાર,શોભના ભરતીયા અને અભિનેત્રી પ્રિયંકા ચોપડા સહીત પાંચ મહિલાઓનો સમાવેશ થયો છે.
  • ચીન સરહદે લદ્દાખમાં બોર્ડેર રોડ ઓર્ગેનાઈઝેશન(BRO)એ વિશ્વનો સૌથી ઉંચો રોડ બનાવવામાં સફળતા મેળવી.બીઆરઓ પ્રોજેક્ટ હોમાન્ક અંતર્ગત આ રોડ 19300 ફૂટની ઊંચાઈએ આવેલો છે.
  • પાકિસ્તાન સ્થિત આંતકવાદી સંગઠન જૈશ-એ-મહંમદનો વડો માસ્ટર માઈન્ડ મસૂદ અઝહરને સંયુક્ત રાષ્ટ્રમાં વીટો વાપરી ફરી ચીને તેનો બચાવ કરી આંતકી જાહેર કર્યો નહિ.
  • રાષ્ટ્રીય કોંગેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી વલસાડના નાનાપોઢામાં આદિવાસી આક્રોશ રેલીમાં ભાજપા પર આકરા પ્રહાર કર્યા.આશાવર્કરોની સમસ્યાઓને કોંગેસના ઢંઢેરામાં સમાવવા રાહુલની હૈયાધારણા.
  • “ભાજપની માનસિકતા દલિત વિરોધી પ્રશ્નોની ચર્ચા માટે બોલાવતા નથી, દલિત સંગઠનોની 17 માગણી અંગે કોંગેસ પોતાનું સ્ટેન્ડ કિલયર કરે ટી તેને સમર્થન.” 🗣– જીગ્નેશ મેવાણી
  • મહિલા એશિયા કપ હોકી ટુર્નામેન્ટમાં ભારતીય મહિલા ટીમે ક્વાટરફાઈનલમાં કઝાકિસ્તાનને 7-1 હરાવી સેમીફાઈનલમાં પ્રવેશ કર્યો.
  • વલસાડ ખાતે રમાતી ચાર દિવસીય રણજી ટ્રોફી ક્રિકેટ મેચમાં પિયૂષ ચાવલાનો તરખાટ, ગુજરાત મજબૂત સ્થિતિમાં.
  • કોમનવેલ્થ ગેમ્સ શૂંટીગ ચેમ્પીયનશીપમાં ગગન નારંગે 50 મીટર રાઈફલ પ્રોન સ્પર્ધામાં સિલ્વર મેડલ મેળવ્યો. આ સ્પર્ધાનો બ્રોન્ઝ મેડલ સ્વપ્નીલ સુરેશ કુસાલે જીત્યો હતો.
  • રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મૂકેશ અંબાણી ફોર્બ્સ મેગેઝીનની સૌથી ધનવાન 100 ભારતીયોની આ વર્ષની યાદીમાં ટોચના ક્રમે રહ્યા છે. તેમની સંપત્તિ અંદાજે 2.45 લાખ કરોડ રૂપિયા આંકવામાં આવ્યા છે.
  • ભારતીય સ્ટેટ બેંકને હોમ અને ઓટો લોનના વ્યાજદરમાં 0.05% ઘટાડો કર્યો.
Advertisements

Comments

comments