બીજાની આ ૫ વસ્તુઓ માંગીને ના રાખશો ક્યારેય પોતાની પાસે, બની શકે છે દુર્ભાગ્ય નું કારણ, જાણો શું છે એ??

Please log in or register to like posts.
News

દરેક માણસની પોતાની અલગ એક ઉર્જા હોય છે. કહેવાય છે કે ઉર્જા આપણી આસપાસના લોકોને કે આપણા દ્ધારા ઉપયોગ કરેલી વસ્તુઓને પ્રભાવિત કરે છે. વાસ્તુનું માનીએ તો દરેક વ્યક્તિ નેગેટીવ અને પોઝીટીવ ઉર્જાથી ભરેલો હોય છે. આપની આસપાસના લોકો આમાંથી કોઈ પણ ઉર્જાથી પ્રભાવિત થઇ શકે છે. બીજાની ઉર્જાને લઈને વાસ્તુમાં એક ખૂબજ જરૂરી વાત કહી છે. વાસ્તુમાં કહ્યું છે કે બીજાની અમુક વસ્તુઓને આપણે ક્યારેય પોતાની પાસે ના રાખવી જોઈએ જો તમે એમની આ વસ્તુઓ પોતાની પાસે રાખશો કે ઉપયોગ કરશો તો એમની નકારાત્મક/સકારાત્મક ઉર્જા તમારી અંદર પ્રવેશ કરી શકે છે. બીજાની વસ્તુઓ તમારા માટે દુર્ભાગ્ય અને આર્થિક પરેશાનીનું કારણ બની શકે છે. એટલે વ્યક્તિએ ક્યારેય બીજાની ૫ વસ્તુ પોતાની પાસે રાખવી નહિ. જો તમારી પાસે એમની આ વસ્તુઓ છે તો ઉપયોગ કરીને પછી તરતજ પાછી આપી દેવી.

કપડા

વાસ્તુના અનુશાર બીજાના કપડા ના પહેરવા જોઈએ બીજાના કપડા પહેરવાથી. એની નકારાત્મક ઉર્જા આપણી અંદર આવા લાગે છે. એટલે હંમેશા બીજાના કપડા પહેરવાથી બચવું જોઈએ. કોઈ પણ મહત્વપૂર્વ કે શુભ કાર્ય માટે પોતાના કપડા પહેરીને જ જવું. આ સિવાય કોઈના ચપ્પલ પણ ના પહેરવા જોઈએ.

પેન(કલમ)

ઘણીવાર આપણે કોઈ પાસેથી પેન લઇ લઈએ છીએ અને પછી પાછી નથી આપતા. જો તમને ક્યારેય કોઈ કામ માટે પેન લેવી પડે તો કામ થઇ ગયા પછી એને પાછી આપી દેવી. વાસ્તુના અનુશાર કહેવાય છે કે કોઈની પેનથી કામ કરીને એને પછી ના આપીએ તો પૈસાનું નુકશાન થાય છે. પૈસાના લેનદેન થી જોડાયેલી વાતોમાં તનાવ આવે છે.

 

શંખ

ક્યારેય પણ પોતાનો શંખ બીજાને ના આપો. શંખ માં લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે વાસ્તુના અનુશાર જો તમે કોઈને શંખ આપો છો તો એનો મતલબ પોતાની લક્ષ્મી બીજાને આપી દેવી. એટલે ભૂલીને પણ પોતાનો શંખ ક્યારેય કોઈને ના આપવો. પૂજા વગેરે માટે કોઈની શંખની જરૂરત છે તો સંભવ હોય તો ત્યાં જઈને તમે સ્વયમ શંખ વગાડો અને પછી પાછો લાઈને એને ગંગાજળ થી ધોઈને પવિત્ર કરીને એના સ્થાન પર મૂકી દો.

 

ઘડીયાર

વાસ્તુના અનુશાર હાથ પર પહેરવા વાળી ઘડીયાર પણ મનુષ્યના જીવન પર સારો અને ખરાબ પ્રભાવ નાખે છે એવું કહેવાય છે કે બીજાની ઘડીયારને પોતાની કલાઈ પર ના બાંધવી જોઈએ કેમ કે એ વ્યક્તિની નકારાત્મક ઉર્જા આપની પાસે આવી જાય છે અને આપણે જીવનમાં ઉંચાઈઓ પર નથી પહોંચી સકતા. આપણા દ્ધારા કરેલી બધી મહેનત પણ બેકાર થઈ જાય છે, જેના કારણથી આપણે અસફળતાનો સામનો કરવો પડે છે.

પથારી

બીજાની પથારી એટલે કે બેડરૂમ નો ઉપયોગ બિલકુલ ના કરવો જોઈએ. એવું કહેવાય છે કે બીજાના રૂમ કે પથારીનો ઉપયોગથી વાસ્તુ દોષ વધે છે.સાથેજ આવું કરવાથી તમને ધન સંબંધી પરેશાની નો સામનો કે પછી કોઈના થી કર્જ લેવો પડી શકે છે.

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી મંજુરી લેવી જરૂરી છે.
Advertisements

Comments

comments