દશેરા 2017 : ભારતની 6 એવી જગ્યાઓ, જ્યાં રાણવની થાય છે પૂજા

Please log in or register to like posts.
News

આ વર્ષે 30 સપ્ટેમ્બર શનિવારે દેશમાં દશેરા પર્વની ઉજવણી કરવામાં આવશે. આ દિવસે ભગવાન રામે રાવણને યુદ્ધમાં હરાવી તેનો વધ કર્યો હતો અને લંકા પર વિજય પ્રાપ્ત કર્યો હતો. આ જ કારણે આ દિવસે વિજયા દશમીનો પર્વ ઉજવવામાં આવે છે.

દશેરાનાં દિવસે આખા દેશમાં ભગવાન રામની પૂજા કરવામાં આવે છે અને પ્રતીક સ્વરૂપે રાવણના પૂતળાનુ દહન કરવામાં આવે છે, પરંતુ દેશમાં અનેક એવા સ્થળો છે કે જ્યાં દશેરાના દિવસે રામની નહીં, પણ રાવણની પૂજા થાય છે. આવો જાણીએ કે આખરે કેમ કરવામાં આવે છે આ સ્થળો પર રાવણની પૂજા ?

મંદસૌર

મંદસૌર

મધ્ય પ્રદેશમાં મંદસૌર ખાતે રાવણની પૂજા કરવામાં આવે છે. મંદસૌરનું જૂનુ નામ દશપુર હતું. અહીં રાવણની પત્ની મંદોદરીનું માવતર હતું. તેથી આ સ્થળનું નામ મંદસૌર પડ્યુ. મંદસૌર રાવણનું સાસરૂ હોવાનાં કારણે અહીં રાવણનું દહન નથી કરવામાં આવતુ, પણ પૂજા કરવામાં આવે છે.

 

 

બિસરખ, ઉત્તર પ્રદેશ

બિસરખ, ઉત્તર પ્રદેશ

ઉત્તર પ્રદેશમાં બિસરખ નામના ગામે રાવણની પૂજા કરવામાં આવે છે. આ ગામ રાવણનું મોસાળ માનવામાં આવે છે. રાવણનાં પિતા વિશ્વેશરાનાં કારણે આ ગામનું નામ બિસરખ પડ્યું.

 

 

જસવંતનગર, ઉત્તર પ્રદેશ

જસવંતનગર, ઉત્તર પ્રદેશ

ઉત્તર પ્રદેશનાં જસવંતનગર ખાતે દશેરનાં દિવસે રાવણની પૂજા કરવામાં આવે છે. તે પછી રાવણનાં ટુકડાં કરી દેવામાં આવે છે અને તેરમા દિવસે રાવણનું તેરમુ પણ કરવામાં આવે છે.

 

 

અમરાવતી, મહારાષ્ટ્ર

અમરાવતી, મહારાષ્ટ્ર

અમરાવતીમાં ગઢચિરૌલી ખાતે અહીંનાં આદિવાસી લોકો દશેરનાં દિવસે રાવણની પૂજા કરે છે. આ આદિવાસી સમુદાય રાવણને પોતાનો દેવતા માને છે.

 

 

કાંગડા, હિમાચલ પ્રદેશ

કાંગડા, હિમાચલ પ્રદેશ

હિમાચલ પ્રદેશમાં કાંગડા જિલ્લામાં રાવણની પૂજા કરવામાં આવે છે. હકીકતમાં રાવણે અહીં ભગવાન શિવની ઘોર તપસ્યા કરી હતી અને તેને ભગવાન ભોળાનાથે મોક્ષનું વરદાન આપ્યુ હતુ. આ જ કારણે અહીંનાં લોકો રાવણના પૂતળાનું દહન નથી કરતાં.

મંડોર, જોધપુર, રાજસ્થાન

મંડોર, જોધપુર, રાજસ્થાન

રાવણની પત્ની મંદોદરીનાં માવતર તરીકે વિખ્યાત મંડોરને રાવણનું સાસરૂ માનવામાં આવે છે. મંડોરમાં આજે પણ કાયદેસર રાવણ અને મંદોદરીની ચંવરી (ચોરી) મોજૂદ છે કે જ્યાં તેમણે ફેરા લીધા હતાં. અહીં રાવણ અને મંદોદરીની પૂજા થાય છે.

 

Source: Boldsky

Advertisements

Comments

comments