નેક્સ્ટ જૉબ ઇંટરવ્યૂમાં ફૉલો કરો આ 7 બાબતો અને ફટાકથી પામો નોકરી

Please log in or register to like posts.
News

નેક્સ્ટ જૉબ ઇંટરવ્યૂમાં આ 7 રીતો અપનાવો અને વધુ આત્મવિશ્વાસુ બનો. કોઈ પણ વ્યક્તિનાં જીવનમાં જૉબ શોધવી બહુ વધારે તાણપૂર્ણ બની શકે છે અને એવા સમયમાં જો આપ હકારાત્મક તથા દૃઢ નિશ્ચયી રહો, તો ઇંટરવ્યૂ લેનાર વ્યક્તિની નજરમાં આપ જુદા જ દેખાઓ છો.

ઇંટરનેટ પર રિઝ્યૂમ અને કવર લેટરથી સંબંધિત સલાહ, ઇંટરવ્યૂનો સામનો કેવી રીતે કરવો છે અને ફૉલો-અપથી સંબંધિત અનેક માહિતીઓ ઉપલબ્ધ છે.

પરંતુ આપ પોતાનાં ચહેરાપર તંગદિલી અને નોકરી શોધવાની ચિંતાનાં લક્ષણોને કેવી રીતે દૂરકરી હકારાત્મક દેખાશો ? આપ જેટલા વધુ આત્મવિશ્વાસુ અનુભવશો, આપનાં માટે શ્રેષ્ઠ હશે. તૈયાર થઈ જાઓ અને ઇંરવ્યૂની આ ટિપ્સ અપનાવી પોતાનું માથું ઉંચુ રાખો :

# 1. આત્મવિશ્વાસુ દેખાવાની સૌથી સરલ રીત એ છે કે આપ વાતચીત દરમિયાન સામા વાળાની આંખોમાં જોઈને વાત કરો. સાક્ષાત્કાર લેનાર વ્યક્તિની તરફથી નજરો હટાવી અન્ય કોઇક જગ્યા કે નીચે જોવાથી આપ માત્ર બેચેની જ નહિં અનુભવો, પણ તેનાથી એવું દેખાશે કે આપનો આ જૉબમાં કોઈ રસ નથી.

job interview tips

# 2. અહીં-તહીં આંટા-ફેરા મારવા તંગદિલી અને ગભરાટની નિશાની હોય છે – આપને ખબર હોવી જોઇએ કે બોલતી વખતે આપે ક્યારે થોડુક રોકાવું છે અને ક્યારે મૌન રહેવું છે. પોતાની પ્રતિક્રિયાને ટુંકમાં અને સ્પષ્ટમૂકો તથા જે વિષયની ચર્ચા કરવામાં આવી રહી હોય, તેને અડીને રહો.

job interview tips

# 3. વાતચીતમાં આપનું ધ્યાન કેન્દ્રિત રાખો અને તેમાં સમ્પૂર્ણપણે લિપ્ત રહો. યોગ્ય ઉત્તર આપી આપનો ઉત્સાહ દર્શાવો. પોતાનાં મગજમાં અસાલમતીની લાગણી કે નકારાત્મક વિચાર નહીં આવવા દો.

job interview tips

# 4. જો આપ આત્મવિશ્વાસ નથી અનુભવી રહ્યાં, તો પણ પોતાની મુદ્રા દ્વારા આપ પોતાનો આત્મવિશ્વાસ દર્શાવી શકો છો. આપનાં હાવ-ભાવથી માત્ર એ જ નથી દેખાતું કે લોકો આપને કઈ રીતે જુએ છે, પણ તેનાથી એ પણ જણાય છે કેઆપ પોતાની જાતને કેવી રીતેજુઓ છો. ઇંટરવ્યૂની પહેલા પોતાની ભાવ-ભંગિમા બરાબર કરી લો.

job interview tips

# 5. ખુશમિજાજ લોકો સૌને સારા લાગે છે. ઇંટરવ્યૂ સમયે ગંભીર મુદ્રા ન બનાવી રાખો અને વાતચીત દરમિયાન પોતાનાં ચહેરા પર સુંદર સ્મિત જાળવી રાખો. જોકે ખોટી, ગૂઢ અને સામાન્ય હસી વચ્ચે આપને ફરકની જાણ હોવી જોઇએ.

job interview tips

# 6 . પોતાનાં અવાજને ધીમો અને સંકોચમુક્ત રાખો. એટલું ઉંચુ ન બોલો કે સૌને સરળતાથી સંભળાય. યાદ રાખો, પોતાની વાત કહેવા માટે આપે ઊંચા અવાજમાં બોલવાની આવશ્યકતા નથીહોતી.

job interview tips

# 7. સામાન્ય રીતે શ્વાસ લો સૌથી મહત્વની અને છેલ્લી વાત – ગણતરી કરતા શ્વાસ લો. તેનાથી આપ તત્કાળ શાંતિ અનુભવશો.

 

Soucre: Boldsky

Advertisements

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.