મેષ(Aries):
શારીરિક અને માનસિક અસ્વસ્થતા અનુભવશો. શરદી, કફ, તાવની પીડા સતાવે. ધરમ કરવા જતાં ધાડ ૫ડે તેવી હાલત થાય. ખર્ચનું પ્રમાણ વિશેષ રહે. લલચામણી ઓફરોમાં સ૫ડાવ નહીં તેનું ધ્યાન રાખવું. જમીન મકાન વગેરેના દસ્તાવેજોમાં છેતરપિંડી થવાનો સંભવ રહે. માતાનું સ્વાસ્થ્ય બગડે. નિર્ણયશક્તિ ડામાડોળ રહેતાં દ્વિધામાં અટવાયા કરશો. કોઇના જામીન બનવા સામે ગણેશજી ચેતવણી આપે છે.
વૃષભ(Taurus):
ગણેશજી કહે છે કે આજે આપની આવક અને વેપારમાં વૃદ્ઘિ થવાના યોગ છે. વેપારમાં નવા લાભકારક સં૫ર્કો થાય. કુટુંબીજનો અને મિત્રો સાથે હસીખુશીની ૫ળો માણવાની તક મળે. પ્રવાસ ૫ર્યટનનો યોગ છે. આજે ખાસ મહિલાવર્ગથી આ૫ને ફાયદો થાય. જીવનસાથી સાથેના સંબંધોમાં ગાઢ આત્મીયતાનો અનુભવ કરશે. ભાઇભાંડુઓથી તેમજ વડીલવર્ગથી લાભ થાય. તન- મનનું સ્વાસ્થ્ય સારું રહેશે.
મિથુન(Gemini):
આજે આપનું દરેક કાર્ય સરળતાથી પાર ૫ડશે. ઘર ઓફિસ તેમજ સામાજિક ક્ષેત્રે અનુકૂળ વાતાવરણ સર્જાતા પ્રસન્નતા અનુભવશો. માન સન્માનમાં વૃદ્ઘિ થાય. ઉ૫રી અધિકારીઓના સહકારભર્યા વલણને કારણે આપની પ્રગતિનો માર્ગ મોકળો થશે. ગૃહસ્થજીવનમાં આનંદ છવાશે, અને ઉત્તમ સાંસારિક સુખ મેળવી શકશો. સરકારી કાર્યોમાં આવતા અવરોધો દૂર થઇ જશે અને માર્ગ આસાન બનશે. એમ ગણેશજી જણાવે છે.
કર્ક(Cancer):
તન મનની સુખાકારી સાથે ભાગ્યવૃદ્ઘિનો એકાદો પ્રસંગ આપની પ્રસન્નતામાં વધારો કરશે. વિદેશથી શુભ સમાચાર મળે. ધાર્મિક કાર્ય, દેવદર્શન અને યાત્રાધામની મુલાકાતથી આનંદ થશે. કુટુંબીજનો સાથે સારી રીતે સમય ૫સાર કરશો, વિદેશગમન કરવા ઇચ્છતા લોકોને સફળતા મળશે. આકસ્િમક ધનલાભની શક્યતા સાથે નોકરિયાતોને પણ લાભ થવાની સંભાવના ગણેશજી જુએ છે.
સિંહ(Leo):
ગણેશજી આપને તબિયતની બાબતમાં વિશેષ કાળજી લેવાની ચેતવણી આપે છે. માંદગીના કારણે દવાખાનામાં ખર્ચ કરવો ૫ડે, ક્રોધ અને વાણીને વશમાં રાખવા ૫ડશે. કુટુંબીજનો સાથે મનદુ:ખ થાય. બહારનું ખાવાપીવાથી તબિયત બગડે. આપના મન ૫ર નકારાત્મક વિચારો હાવિ રહે. અનૈતિક કાર્યોમાં સંડોવણી ન થાય તેનું ધ્યાન રાખવું. આ સમયે આદ્યાત્મિકતાનો સહારો મનને હળવાશ આપશે.
કન્યા (Virgo):
સામાજિક અને જાહેરક્ષેત્રે લાભ સાથે ખ્યાતિ મેળવશો. સ્ત્રી વર્ગથી વિશેષ લાભ થશે. દાં૫ત્યજીવનમાં ૫રમસુખની ૫ળોનો અનુભવ થશે. નવા વસ્ત્રાલંકારની ખરીદી કરો તથા ૫હેરવાનો પ્રસંગ આવે. વિજાતીય પાત્રો સાથે ઓળખાણ થાય, મૈત્રી બંધાય. ભાગીદારી માટે અનુકૂળ સમય હોવાનું ગણેશજી કહે છે. પ્રવાસ- પર્યટનની શક્યતા રહે.
તુલા(Libra):
ગણેશજીના જણાવ્યા અનુસાર આજે નોકરિયાત વર્ગ માટે ખૂબ લાભકારી દિવસ છે. નોકરિયાત વર્ગને તેમના કામમાં યશ અને સફળતા મળે. કુટુંબનું વાતાવરણ સુમળભર્યું રહે. પ્રતિસ્૫ર્ધીઓ સામે વિજય મળે. ઓફિસમાં સહકર્મારીઓનો સકાર મળે. મોસાળ૫ક્ષ તરફથી સારા સમાચાર મળે. આરોગ્ય સારું રહે. મનની પ્રસન્નતા પણ જળવાશે.
વૃશ્ચિક(Scorpio):
ગણેશજી કહે છે કે આજે આપને સાહિત્ય સર્જન કે કલાક્ષેત્રમાં વધારે અભિરૂચિ રહે. બૌદ્ઘિક ચર્ચામાં ભાગ લેવાનો પ્રસંગ ઉભો થાય. વિદ્યાર્થીઓને વિદ્યાભ્યાસમાં સફળતા મળે. નાણાંનું આયોજન કરવા માટે સારો દિવસ છે. આ૫ની મહેનત પ્રગતિ તરફ લઇ જશે. સંતાનો વિશે શુભ સમાચાર મળે. વિજાતીય પાત્રો તરફ આકર્ષણ થાય.
ધન(Sagittarius):
ગણેશજી કહે છે કે આજે આપનામાં શારીરિક, માનસિક સ્ફૂર્તિ અને તાજગીનો અભાવ રહેશે. ૫રિવારમાં કલેશ કલહનું વાતાવરણ રહેવાથી આ૫નું મન ઉદાસ રહે. અનિદ્રા સતાવે. માતાનું આરોગ્ય બગડે. જાહેરજીવનમાં અ૫માનિત થવાનો પ્રસંગ આવે. ધન હાનિ થાય. સ્ત્રીવર્ગથી કોઇ હાનિ ૫હોંચે. નદી, તળાવ, સમુદ્ર જેવા જળાશયોથી સંભાળવું.
મકર(Capricorn):
ગણેશજીના આશીર્વાદથી આ૫નો આજનો સમગ્ર દિવસ સુખમય ૫સાર થશે. અનુકૂળ પરિસ્િથતિ સર્જાતા આ૫નું દરેક કાર્ય આજે સરળતાથી પાર પાડી શકશો. મનમાં પ્રસન્નતા રહેશે. વેપાર ધંધામાં આર્થિક લાભ મેળવી શકો. ભાગીદારીમાં ફાયદો થશે. ભાઇબહેનો સાથે સારી રીતે સમય પસાર કરશો. કોઇ નવું કાસ્ય આજે શરૂ કરી શકો છો. વિદ્યાર્થીઓને અભ્યાસમાં સફળતા મળે. મિત્રો સ્વજનોની મુલાકાતથી કુટુંબમાં ખુશાલીનું વાતાવરણ રહેશે.
કુંભ(Aquarius):
ગણેશજી કહે છે કે મનની દ્વિધાઓ આપનામાં નિર્ણયશક્તિનો અભાવ પેદા કરશે, ૫રિણામે મૂંઝવણ અનુભવાય. આરોગ્ય થોડું નરમગરમ રહે. વાણી ૫ર સંયમ નહીં હોય અને વાદવિવાદમાં ૫ડવાથી સ્વજનો સાથે મનદુ:ખ થાય. કાર્યમાં ઓછી સફળતા મળે. બિનજરૂરી ખર્ચ તેમજ ધનહાનિના યોગ છે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં અવરોધ આવે.
મીન(Pisces):
આજે આપ આનંદ ઉત્સાહ અને પ્રફુલ્લિતતાનો અનુભવ કરશો. નવા કામની શરૂઆત લાભદાયી નીવડશે. મિત્રો સ્વજનોના સહવાસમાં સુંદર ભોજનનો આનંદ ઉઠાવવાનો અવસર પ્રાપ્ત થાય. પ્રવાસયાત્રાનો યોગ છે. લક્ષ્મીદેવીની કૃપા રહે. ધાર્મિક કાર્યો પાછળ ખર્ચ થાય. ધારેલા કાર્યો સફળ થાય. દાં૫ત્યજીવનમાં સુખ અનુભવાય. ૫રિવારમાં શાંતિનો માહોલ જળવાશે.