આ ખાદ્ય સામગ્રી ફ્રીઝમાં રાખવાથી થાય છે ખરાબ, ભુલથી પણ ન રાખતાં તમે

Please log in or register to like posts.
News

દરેક પ્રકારના શાકભાજી, ફળો, દૂધ, દહીં, છાશ વગેરે જેવાં ખાદ્ય પદાર્થ, જે ઘરમાં ખાવા કે રસોઇના ઉપયોગમાં લાવવામાં આવે, તે વસ્તુને લાવતાંની સાથે ફ્રીઝમાં મૂકવાનો આગ્રહ રાખવામાં આવે છે. મહિલાઓ માને છે, કે ફ્રીઝના ઠંડા વાતાવરણમાં ખાદ્ય પદાર્થો બગડતા નથી. એ વાત સાચી નથી ઘણી બધી ખાદ્યસામગ્રી ફ્રીજમાં ન મૂકવી જોઈએ, કારણ કે તેને ફ્રીઝમાં મૂકવાથી નુકસાન કરે છે. ભૂલથી પણ હવેથી આ ખાદ્ય પદાર્થને ફ્રીઝમાં ન મૂકશો.

બ્રેડ

બ્રેડને ફ્રીઝમાં ક્યારેય ન મૂકવી જોઇએ, ફ્રીઝમાં મૂકવાથી બ્રેડ ઝડપથી સુકાઇ જાય છે. બ્રેડને બેથી ત્રણ દિવસમાં ખાઇ લો, પણ તેને ફ્રીઝમાં ન રાખશો.

ઔષધી

તાજી ઔષધી કુદરતી સામગ્રી છે. તેને ફ્રીઝમાં મૂકવાથી તેનામાં રહેલા પોષકતત્ત્વો નાશ પામે છે, તેથી ઔષધીને તાજી રાખવા માટે તમારા રસોડામાં પાણી ભરેલા પાત્રમાં તમે તે ઔષધીને રાખી શકો છો, પરંતુ ફ્રીઝમાં ન રાખશો.

બટાકા

ફ્રીઝમાં બટાકા રાખવાથી બટાકાના સ્વાદને પ્રતિકૂળ અસર કરે છે. તેથી તેને કાગળની થેલીમાં રાખવું શ્રેષ્ઠ છે. યાદ રાખો કે પ્લાસ્ટિકની બેગમાં ભેજ ઝડપથી લાગે છે, તેથી તેને પ્લાસ્ટિકની બેગમાં ન મૂકો. બટાકાને કાણા વાળા બાસ્કેટમાં રાખી શકો છો.

ફ્રૂટ

જમરૂખ, સફરજન, કેળાં, સાયટ્રિક ફળો વગેરે જેવા રસ ઝરતા ફળોને ફ્રીઝમાં રાખવાથી સ્વાદમાં ઘટાડો થાય છે.

ડુંગળી

ડુંગળીને ઘણા લોકો ફ્રીઝમાં રાખતા હોય છે, આખી ડુંગળી કે સમારેલી ડુંગળી ફ્રીઝમાં ન રાખવી, તેનાથી ફ્રીઝમાં ખરાબ સ્મેલ આવશે. ડુંગળીને સાચવવા માટે કાગળની બેગમાં રાખો. ડુંગળીને બટાકા સાથે ક્યારેય ન રાખો, કારણ કે બટાકા ભેજ અને વાયુ છોડવાનું વલણ ધરાવે છે, જેનાથી ડુંગળી બગડી જાય છે.

સલાડ

કચુંબરને ખાસ કરીને તેમાં જો વિનેગર અને તેલ નાંખેલું હોય તેવા સલાડને ફ્રીઝમાં ન મૂકવું. તેનાથી સલાડ કાળું પડી શકે છે, અથવા સ્વાદ બદલાઇ શકે છે. પરંતુ તમે દહીં, ક્રીમ કે મેયોનિઝ નાંખીને સલાડ બનાવ્યું હોય તો તેને તમે ફ્રીઝમાં રાખી શકો છો.

કેચઅપ

આ પ્રિઝર્વેટિવ્સ પ્રોડક્ટને બજારમાંથી લાવ્યા બાદ તેને બહાર જ રાખો, તેને ખોલ્યા બાદ પણ બહાર રાખી શકો છો, પરંતુ જો એક વાર પણ ફ્રીઝમાં મૂક્યું હોય થોડી વાર માટે પણ તો પછી તેને ફ્રીઝમાં જ રાખો.

કોફી

હવાચુસ્ત ડબ્બામાં જ કોફીને રાખવામાં આવે છે, ફ્રીઝમાં કોફી મૂકવાથી કોફી જામી જાય છે, સાથે સ્વાદ ઘટાડે છે, તેથી ફ્રીઝમાં કોફી ન મૂકશો.

અથાણાં

અથાણાં ફ્રીઝની બહાર વધારે સારા રહેશે. તેથી ખાસ કરીને ઘરે બનાવેલા અથાણાંને તો ફ્રીઝમાં ન મૂકશો.

પીનટ બટર

પીનટ બટરને ફક્ત ઉનાળામાં જ ફ્રીઝમાં રાખો, આ ઉપરાંત તેને ઠંડકની સીઝનમાં બહાર રાખી શકો છો.

મધ

મધને સાધારણ તાપમાન મળવું જરૂરી છે, તેને ફ્રીઝમાં મૂકવાથી મધ જામ થઇ જાય છે, તેની ગુણવત્તા ઓછી થાય છે.

લસણ

ફ્રીઝમાં રાખવાથી લસણ પોતાનો સ્વાદ ઘટાડે છે, તેથી ફ્રીઝમાં લસણ ન મૂકો

Source: Sandesh

Advertisements

Comments

comments