બોયફ્રેન્ડે આમિર ખાન ની દીકરી ઈરા ખાન ને બાહો માં લઈ આવી તસવીર લીધી, લોકોએ કહ્યું- હોટ

હિન્દી સિનેમા ના જાણીતા અભિનેતા આમિર ખાન ની પ્રિય પુત્રી ઇરા ખાન અવારનવાર તેના બોયફ્રેન્ડ નુપુર શિક્રે સાથે ની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. બંનેની સોશિયલ મીડિયા પર ઘણી વખત મજબૂત અને ખાસ બોન્ડિંગ જોવા મળે છે. ઇરા તેના બોયફ્રેન્ડ પર જીવ આપે છે અને એક ક્ષણ માટે પણ તેનાથી દૂર રહી શકતી નથી.

આમિર ખાન ની પુત્રી ઇરા એ હજુ સુધી અભિનેત્રી તરીકે ફિલ્મો માં એન્ટ્રી કરી નથી, જોકે 26 વર્ષની ઇરા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ અને લોકપ્રિય છે. ઈરા ના ઈન્સ્ટાગ્રામ પર લાખો ફોલોઅર્સ છે. ઈન્સ્ટા પર આમિર ની દીકરી ઈરા ને 6 લાખ 26 હજાર થી વધુ લોકો ફોલો કરે છે.

ira khan

ઇરા અવારનવાર સોશિયલ મીડિયા પર તેના બોલ્ડ અને હોટ એક્ટ્સથી ફેન્સનું દિલ જીતી લે છે. ઘણીવાર તે તેના બોયફ્રેન્ડ નુપુર સાથે પણ તસવીરો પોસ્ટ કરતી રહે છે. તાજેતરમાં જ બંને ફરી એકવાર ઇન્સ્ટાગ્રામ પર સાથે જોવા મળ્યા છે. તાજેતરમાં સામે આવેલી તસવીરમાં બંને બ્લેક કપડામાં જોવા મળી રહ્યા છે. આ તસવીર શેર કરતા ઈરાએ ઈન્સ્ટાના કેપ્શનમાં લખ્યું, હોટ.

ira khan

ઈરા એ પોસ્ટ માં નૂપુર ને પણ ટેગ કર્યું છે અને હેશ ટેગ માં તેણે તેના પિતા આમિર ની આગામી ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ નું નામ લખ્યું છે. નૂપુર અને ઈરા ની આ તસવીર ને અત્યાર સુધીમાં 18 હજારથી વધુ લાઈક્સ મળી ચૂક્યા છે. તે જ સમયે, સોશિયલ મીડિયા યુઝર્સે આના પર ઘણી ટિપ્પણીઓ પણ કરી છે.

ira khan

ira khan

સોશિયલ મીડિયા પર આ ફોટો ને ખૂબ પસંદ કરવા માં આવી રહ્યો છે. બંનેએ એકબીજા ને બાંહો માં લીધા છે અને બંને કેમેરા સામે હસતા હસતા પોઝ આપી રહ્યા છે. ખાસ વાત એ છે કે બંને એ કાળા કપડા પહેર્યા છે. આ અંગે ટિપ્પણી કરતાં ભારતીય ક્રિકેટ ટીમ ના પૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહ ની પત્ની હેઝલ કીચ સિંહે લખ્યું છે ‘હોટી’.

ira khan

એક યુઝરે કમેન્ટ કરી, “તમે લોકો ખૂબ જ સુંદર છો”. એક યુઝરે લખ્યું છે કે, “તમે લોકો સારા દેખાઈ રહ્યા છો”. એક યુઝરે લખ્યું કે, વાહ તમે ખૂબ જ હોટ લાગી રહ્યા છો. જ્યારે અન્ય એક યુઝરે ઈરા અને નુપુર ની તસવીર પર કોમેન્ટ કરી અને લખ્યું કે, ‘લવ યુ’.

 

View this post on Instagram

 

A post shared by Ira Khan (@khan.ira)

ઈરાએ બોયફ્રેન્ડ નુપુરને તેની દાદી સાથે પરિચય કરાવ્યો છે

ઈરા ની માતા અને પિતા નૂપુર શિખર વિશે તો બધા જાણે છે. ઈરા ના માતા-પિતા ને ખબર છે કે તેમની પુત્રી નુપુર શિકરે સાથે સંબંધ માં છે. નૂપુર આમિર ની ફિટનેસ ટ્રેનર હોવા નું કહેવાય છે. તે જ સમયે, નૂપુર ને તાજેતરમાં ઇરાએ તેની દાદી ઝીનત હુસૈન સાથે પરિચય કરાવ્યો હતો.

ira khan

ઈરા એ ઈન્સ્ટાગ્રામ પર બે તસવીરો શેર કરી હતી જેમાં નુપુર અને ઈરા, ઈરા ની દાદી ઝીનત સાથે જોવા મળી હતી. ઈરા ખાને ઈન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરતા કેપ્શન માં લખ્યું, ‘રેન્ડમ હેપ્પી ફોટો’.

ira khan

નુપુર અને ઇરા 2 વર્ષ થી રિલેશનશિપ માં છે

તમને જણાવી દઈએ કે ઈરા અને નુપુર લગભગ બે વર્ષ થી એકબીજા ને ડેટ કરી રહ્યા છે. ઈરા એ વર્ષ 2021 માં વેલેન્ટાઈન ડે વીક દરમિયાન તેના ઈન્સ્ટા એકાઉન્ટ પરથી નૂપુર સાથેની તસવીરો શેર કરીને તેના સંબંધ ની જાહેરાત કરી હતી. આના કેટલાક મહિનાઓ પહેલા બંને નું અફેર ચાલતું હતું.

ira khan