આજ ની ભાગદોડ ભરેલી જીંદગી માં જો આપણે થોડીક ક્ષણો પણ હરિયાળી વચ્ચે વિતાવીએ તો તેનાથી આપણને માનસિક શાંતિ તો મળે જ છે સાથે સાથે શરીર પણ ઉર્જાવાન અનુભવવા લાગે છે. એકંદરે, હરિયાળી આપણ ને આપણા શરીર અને મન ને સાજા કરવા માં મદદ કરે છે, તેથી જ લોકો તેમના ઘરો માં વૃક્ષો અને છોડ વાવે છે. વાસ્તુ અનુસાર કેટલાક છોડ એવા હોય છે જેની જીવન પર નકારાત્મક અસર પડે છે અને કેટલાક છોડ લગાવવાથી વાસ્તુ દોષ અને દુર્ભાગ્ય દૂર થાય છે.
તુલસી
હિન્દુ ધર્મ માં ઘર ની ઉત્તર-પૂર્વ દિશા માં દેવી લક્ષ્મી ના રૂપ માં તુલસી નો છોડ લગાવવો શુભ માનવામાં આવે છે. તુલસી પૂજા થી ગ્રહ દોષ, પાપ અને વાસ્તુ દોષ નો નાશ થાય છે. ઘરમાં સકારાત્મક ઊર્જા નો પ્રવાહ રહે છે અને ઘર ધન થી ભરેલું રહે છે.
આમળા
લક્ષ્મી-નારાયણ નું પ્રિય વૃક્ષ આમળા ઘર ની ઉત્તર, ઉત્તર-પૂર્વ અથવા પૂર્વ દિશા માં લગાવવું જોઈએ. આ વૃક્ષ ની નિયમિત પૂજા કરવાથી સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે અને ઘરમાં પૈસાની કમી નથી રહેતી, જેનાથી તમારા દુ:ખ દૂર થાય છે.
પારિજાત અથવા હરસિંગર
વાસ્તુશાસ્ત્ર માં પારિજાત ને ખૂબ જ શુભ માનવામાં આવે છે, તેને ઘરની પૂર્વ અથવા ઉત્તર દિશામાં લગાવવું જોઈએ. એવું માનવામાં આવે છે કે જે ઘર માં પારિજાત નો છોડ લગાવવામાં આવે છે ત્યાં દેવી લક્ષ્મી નો વાસ હોય છે. જો તમે ઘર બનાવતી વખતે વાસ્તુ દોષો પર ધ્યાન નથી આપતા અને ઘરમાં દરરોજ કોઈને કોઈ અશુભ ઘટના બને છે તો ઘરના આંગણામાં પારિજાત નો છોડ લગાવવો જોઈએ. આ છોડ વાસ્તુ દોષ ને દૂર કરે છે અને ઘર માં સુખ-સમૃદ્ધિ લાવે છે.
શમી-વૃક્ષ
શનિદેવ ના પ્રિય વૃક્ષ શમી ને ઘરની બહાર એવી રીતે લગાવવું જોઈએ કે જ્યારે પણ તમે ઘરની બહાર નીકળો ત્યારે તે તમને જમણી બાજુ થી દેખાય. આ ઝાડ નીચે રોજ સરસવના તેલનો દીવો પ્રગટાવવા થી શનિદેવ ની કૃપાથી ઘરમાં સુખ-શાંતિ બની રહે છે. શમી ની પૂજા કરવાથી ઘરમાં સારું સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ આવે છે.
બિલીપત્ર
બિલી વૃક્ષ ને ઘર ના બગીચા માં લગાવવાથી ઘર પાપમુક્ત અને સફળ બને છે. જો ઘરની ઉત્તર-પશ્ચિમ દિશા માં વૃક્ષ લગાવવા માં આવે તો પરિવાર ના સભ્યો ને માન-સન્માન મળે છે. જો તે ઘર ની ઉત્તર કે દક્ષિણ દિશા માં હોય તો સુખ-શાંતિ વધે છે. વચ્ચે હોય તો સંબંધ મધુર રહે છે. બેલ વૃક્ષ ને લક્ષ્મીનો વાસ માનવામાં આવે છે, તેથી તેની પૂજા કરવાથી દરિદ્રતા દૂર થાય છે.
જાસૂદ નો છોડ
જાસૂદ નો છોડ જ્યોતિષશાસ્ત્ર માં સૂર્ય અને મંગળ સાથે સંબંધિત છે. પાણી માં જાસૂદ ના ફૂલ નાખી સૂર્યને અર્ઘ્ય અર્પણ કરવાથી સ્વાસ્થ્ય સારું રહે છે અને સમાજ માં પ્રતિષ્ઠા વધે છે. મા દુર્ગા ને નિયમિતપણે જાસૂદ નું ફૂલ ચઢાવવાથી જીવનની તમામ મુશ્કેલીઓ દૂર થાય છે. તેને ઘર ની દક્ષિણ-પૂર્વ અથવા દક્ષિણ દિશા માં રાખવું શુભ ગણાય છે.
કેળા નો છોડ
કેળા ના છોડ નું ધાર્મિક મહત્વ છે અને ગુરુવારે તેની પૂજા કરવામાં આવે છે. તેને ઘરની ઈશાન દિશામાં લગાવવું જોઈએ કારણ કે તે ગુરુ ગ્રહ નું પ્રતિનિધિ વૃક્ષ છે. તેને ઘર માં લગાવવા થી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે, ઘર માં સુખ-સમૃદ્ધિ રહે છે.