બોલિવૂડ ઈન્ડસ્ટ્રી માંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. બી-ટાઉન ની સૌથી સુંદર અને પ્રતિભાશાળી અભિનેત્રી મહિમા ચૌધરી ને બ્રેસ્ટ કેન્સર વિશે ખબર પડી છે. હા, 48 વર્ષ ની મહિમા ચૌધરી કેન્સર સામે લડી રહી છે. આ સમાચાર સામે આવતા જ તમામ ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. બ્રેસ્ટ કેન્સર થી પીડિત મહિમા ચૌધરી નો લુક સાવ બદલાઈ ગયો છે. અભિનેત્રી ની તસવીરો જોશો તો તેને ઓળખવી ખૂબ જ મુશ્કેલ બની જશે.
મહિમા ચૌધરી તેના સમય ની ટોચ ની અને સુંદર અભિનેત્રીઓ માંની એક રહી છે. એક સમયે પોતાની સુંદરતા અને ગ્લેમરસ સ્ટાઈલ થી ચાહકો ના ધબકારા ને વેગ આપનારી મહિમા ચૌધરી નો લુક બ્રેસ્ટ કેન્સર પછી સંપૂર્ણપણે બદલાઈ ગયો છે. અભિનેત્રી ને જોઈ ને તેને ઓળખવી ખૂબ જ મુશ્કેલ બની રહી છે. મહિમા ચૌધરી ને સ્તન કેન્સર હોવાના સમાચાર બહાર આવતા ની સાથે જ અભિનેત્રી ના ચાહકો ખૂબ જ દુઃખી થઈ ગયા હતા અને તમામ ચાહકો મહિમા ચૌધરી ના ઝડપી સ્વસ્થ થવા ની પ્રાર્થના કરી રહ્યા છે.
અનુપમ ખેરે મહિમા ચૌધરી નો વીડિયો શેર કર્યો છે
બોલિવૂડ ના ફેમસ એક્ટર અનુપમ ખેરે મહિમા ચૌધરી નો વીડિયો શેર કર્યો છે. આ સાથે તેણે કહ્યું છે કે મહિમા ચૌધરી બ્રેસ્ટ કેન્સર સાથે તેની લડાઈ લડી રહી છે. અનુપમ ખેરે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા મહિમા ચૌધરી ની સ્થિતિ લોકો ની સામે મૂકી છે. તેણે કહ્યું છે કે મહિમા ચૌધરી બ્રેસ્ટ કેન્સર જેવી ગંભીર બીમારી સામે લડી રહી છે. અનુપમ ખેરે મહિમા ચૌધરીને હીરો ગણાવી છે.
View this post on Instagram
અનુપમ ખેરે મહિમા ચૌધરી સાથેનો વિડિયો શેર કરતા લખ્યું કે, “મારી 525મી ફિલ્મ ‘ધ સિગ્નેચર’ માં મહત્વની ભૂમિકા ભજવવા માટે મેં ગયા મહિને યુએસ થી મહિમા ચૌધરી ને ફોન કર્યો હતો. પરંતુ વાતચીત દરમિયાન ખબર પડી કે મહિમા ને બ્રેસ્ટ કેન્સર છે. તે ઈચ્છતી હતી કે હું આ સમાચાર ચાહકો સાથે શેર કરું. મહિમા ચૌધરી નું વલણ વિશ્વભર ની મહિલાઓ ને આશા થી ભરી દેશે.”
તે જ સમયે, અનુપમ ખેરે પણ તેમની પોસ્ટ દ્વારા ચાહકોને મહિમાને તેમનો પ્રેમ, પ્રાર્થના, શુભેચ્છાઓ અને ઘણા આશીર્વાદ આપવાની અપીલ કરી છે. અનુપમ ખેરે પણ પોતાની પોસ્ટમાં જણાવ્યું છે કે તે સેટ પર પાછી ફરી છે અને તે ઉડવા માટે તૈયાર છે.
મહિમા ચૌધરી પીડા વ્યક્ત કરતાં રડી પડી હતી
તમને જણાવી દઈએ કે અભિનેત્રી મહિમા ચૌધરી એ પોતાની પીડાદાયક વાત સંભળાવતા કહ્યું કે જ્યારે અનુપમ ખેરે તેને પોતાની ફિલ્મો માં કામ કરવા માટે બોલાવ્યો ત્યારે તે હોસ્પિટલમાં સારવાર લઈ રહી હતી. મહિમા ચૌધરી એ કહ્યું કે, તેને વેબ સિરીઝ અને ફિલ્મો કરવા માટે પણ ઘણા કોલ આવી રહ્યા છે. પરંતુ તે તેમને હા કહી શકી નહીં કારણ કે તેના માથા પર હજુ સુધી વાળ નથી.
તેણી એ કહ્યું કે જ્યારે અનુપમ ખેરે તેણી ને તેની ફિલ્મ માં કામ કરવા માટે કહ્યું, ત્યારે તે ના પાડી શકી નહીં અને તેને વિનંતી કરી કે શું તે વિગ પહેરી ને તેની ફિલ્મ કરી શકે છે. અનુપમ ખેર ને આ વાત થોડી વિચિત્ર લાગી અને તેણે કારણ પૂછ્યું તો ખબર પડી કે તે બ્રેસ્ટ કેન્સર સામે ઝઝૂમી રહી છે.
વીડિયો માં પોતાનું દર્દ વ્યક્ત કરતી મહિમા ચૌધરી ખૂબ જ ભાવુક થઈને પોતાના આંસુ લૂછતી જોવા મળે છે. મહિમા ચૌધરી એ કહ્યું કે મારા માં કેન્સર ના કોઈ લક્ષણો નહોતા, તે મારા રૂટિન ચેકઅપ માં જાણવા મળ્યું હતું. બીજી તરફ આ સમાચાર સામે આવ્યા બાદ મહિમા ચૌધરી ના ચાહકો ખૂબ જ દુઃખી થઈ ગયા છે.