‘એક્સ્ટ્રા મેરિટલ અફેર’ આ શબ્દ તમે ઘણી વાર સાંભળ્યો હશે. તેનો અર્થ એ છે કે લગ્ન કર્યા પછી પણ પરવ્યક્તિ સાથે સંબંધ બાંધવો. ફિલ્મ અને ટીવી ની દુનિયા માં પણ ઘણી હિરોઈનો એ એક્સ્ટ્રા મેરિટલ અફેર્સ કર્યા છે. આ અફેર ને કારણે તેણે છૂટાછેડા પણ લઈ લીધા હતા. તો ચાલો જોઈએ કે કઈ કઈ સુંદરીઓ યાદી માં સામેલ છે.
મલાઈકા અરોરા
મલાઈકા અરોરા એ 1998 માં અરબાઝ ખાન સાથે લગ્ન કર્યા હતા. ત્યારબાદ 2017 માં બંને એ છૂટાછેડા લીધા હતા. હાલ માં અભિનેત્રી અર્જુન કપૂર ને ડેટ કરી રહી છે. બંને ઘણા દિવસો અને રાત પણ સાથે વિતાવે છે. કહેવાય છે કે અરબાઝ અને મલાઈકા ના છૂટાછેડા પાછળ નું કારણ અર્જુન કપૂર હતો. અર્જુન અને મલાઈકા નો પ્રેમ એટલો વધી ગયો હતો કે અરબાઝે છૂટાછેડા લીધા બાદ અલગ થવું પડ્યું હતું.
સંજીદા શેખ
ટીવી ની સૌથી હોટ અભિનેત્રીઓ માંની એક સંજીદા શેખે 2012 માં અભિનેતા આમિર અલી સાથે લગ્ન કર્યા હતા. પરંતુ બંને એ 2021 માં છૂટાછેડા લીધા હતા. આમિરે તેની પૂર્વ પત્ની પર એક્સ્ટ્રા મેરિટલ અફેર નો આરોપ લગાવ્યો છે. તેમના મતે આ છૂટાછેડા નું કારણ સંજીદા નો કથિત પ્રેમી અભિનેતા હર્ષવર્ધન રાણે છે. ‘તૈશ’ ના શૂટિંગ દરમિયાન બંને ની નિકટતા વધી છે.
દીપિકા કક્કર
‘સસુરાલ સિમર કા’ ફેમ દીપિકા કક્કરે 2011 માં રૌનક મહેતા સાથે લગ્ન કર્યા હતા. ત્યારબાદ 2015 માં બંને એ છૂટાછેડા લીધા હતા. રૌનકે આરોપ લગાવ્યો હતો કે દીપિકા નું શોએબ ઈબ્રાહિમ સાથે અફેર હતું. જેના કારણે છૂટાછેડા થઈ ગયા. તમને જણાવી દઈએ કે દીપિકા અને શોએબ હવે પતિ-પત્ની છે. બંનેએ 2018 માં લગ્ન કર્યા હતા.
નિશા રાવલ
ફેમસ ટીવી એક્ટ્રેસ નિશા રાવલે 2012 માં એક્ટર કરણ મહેરા સાથે લગ્ન કર્યા હતા. ત્યારબાદ 2021 માં બંને એ છૂટાછેડા લીધા અને અલગ થઈ ગયા. છૂટાછેડા દરમિયાન કરણે નિશા પર ઘણા ગંભીર આરોપો લગાવ્યા હતા. કરણ ના કહેવા પ્રમાણે, નિશા નું અફેર તેના જ ભાઈ રિતેશ સેટિયા સાથે હતું. હાલ માં બંને તેમના પુત્ર સાથે કરણ ના ઘરે રહે છે. કરણ ના આ આરોપે ઘણી હેડલાઈન્સ બનાવી હતી.
કામ્યા પંજાબી
કામ્યા એક જાણીતી પંજાબી ટીવી અભિનેત્રી છે. તેણે ઘણી સિરિયલો માં નેગેટિવ પાત્ર ભજવ્યું છે. વાસ્તવિક જીવન માં તે તેના પૂર્વ પતિ બંટી નેગી ની વિલન બની હતી. બંટી અને કામ્યા ના લગ્ન 2003માં થયા હતા. ત્યારબાદ 2013 માં બંનેએ છૂટાછેડા લીધા હતા. છૂટાછેડા પછી બંટી નેગી એ અભિનેત્રી પર આરોપ લગાવ્યો હતો કે તેના લગ્ન દરમિયાન સંજય દત્ત ના પિતરાઈ ભાઈ અને અભિનેતા નિમાઈ બાલી સાથે અફેર હતું.
જો કે, કામ્યાએ પાછળથી આ આરોપો ને નકારી કાઢ્યા હતા અને કહ્યું હતું કે તે છૂટાછેડા પછી નિમાઈ બાલી સંબંધ માં આવી હતી. જો કે, કામ્યા એ 2020 માં સુભાષ ડાંગ સાથે ફરી થી લગ્ન કર્યા.