મુકેશ અંબાણી ને કોણ નથી ઓળખતું? મુકેશ અંબાણી નું નામ માત્ર ભારત ના જ નહીં પરંતુ વિશ્વ ના સૌથી ધનિક લોકો ની યાદીમાં સામેલ છે. મુકેશ અંબાણી ની પ્રોપર્ટી ભારત માં જ નહીં વિદેશ માં પણ છે. જો ઉદ્યોગપતિ ના વ્યવસાય ની વાત કરીએ તો તે અબજો નો ઉદ્યોગ કરે છે. માત્ર મુકેશ અંબાણી જ નહીં પરંતુ સમગ્ર અંબાણી પરિવાર ને પણ કોઈ પરિચયની જરૂર નથી. અંબાણી પરિવાર, વર્ષોથી બિઝનેસ જગત પર રાજ કરતા સૌથી પ્રખ્યાત પરિવારો માંના એક છે, એમણે મોટી જાહેરાત કરી છે. હા, મુકેશ અંબાણી અને નીતા અંબાણી ના પુત્ર આકાશ અંબાણી તેમની કંપની રિલાયન્સ જિયો ના નવા ચેરમેન બન્યા છે.
છેવટે, બિઝનેસ ટાયકૂન મુકેશ અંબાણી એ રિલાયન્સ જિયો માં તેમના પદ પર થી રાજીનામું આપી દીધું છે અને તમામ જવાબદારી તેમના પુત્ર આકાશ અંબાણી ને સોંપી દીધી છે. હકીકતમાં, 27 જુલાઇ, 2022 ના રોજ, રિલાયન્સ જિયો કંપની ના બોર્ડે એક બેઠક માં આકાશ અંબાણી ની અધ્યક્ષ તરીકે નિમણૂકની જાહેરાત કરી હતી. આકાશ અંબાણી દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની રિલાયન્સ જિયો ના નવા ચેરમેન બનશે.
મુકેશ અંબાણી ના ડિરેક્ટર પદ પરથી 27 જુલાઈ થી રાજીનામું મંજૂર કરવા માં આવ્યું હતું, ત્યારબાદ આ બેઠક માં બોર્ડે આકાશ અંબાણી ને કંપની ના ચેરમેન બનાવવા ની મંજૂરી આપી હતી. આકાશ અંબાણી 27 જુલાઇ, 2022 થી રિલાયન્સ જિયોના નવા ચેરમેન બન્યા છે. અન્ય હોદ્દાઓ પર, પંકજ મોહન પવાર કંપની ના મેનેજિંગ ડિરેક્ટર તરીકે સેવા આપશે. જો કે, આ માટે શેરધારકો ની મંજૂરી ની જરૂર પડશે. જ્યારે રામિન્દર સિંહ ગુજરાલ અને કે.વી.ચૌધરી વધારા ના ડિરેક્ટર તરીકે સેવા આપશે.
તમને જણાવી દઈએ કે આકાશ અંબાણી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ના ચેરમેન મુકેશ અંબાણીના પુત્ર છે. આકાશ અંબાણી 2014 માં રિલાયન્સ જિયો ના બોર્ડમાં જોડાયા હતા. હાલમાં, રિલાયન્સ જિયો દેશ ની સૌથી મોટી ટેલિકોમ કંપની છે, જેણે 2021-22ના ચોથા ક્વાર્ટરમાં રૂ. 4,171 કરોડ નો ચોખ્ખો નફો જાહેર કર્યો છે. તે જ સમયે, કંપની ની આવક 17,358 કરોડથી 20.4 ટકા વધીને 20,901 કરોડ રૂપિયા થઈ ગઈ છે.
તમને જણાવી દઈએ કે આકાશ અંબાણીએ બ્રાઉન યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં ગ્રેજ્યુએશન કર્યું છે. તે પછી તે તેના પારિવારિક વ્યવસાયમાં જોડાયો. તે Jio પ્લેટફોર્મ્સ, Jio Limited, Saavn Media, Jio Infocomm, Reliance Retail Ventures ના બોર્ડ માં છે. Reliance Jio ના નવા ચેરમેન આકાશ અંબાણી અગાઉ કંપનીમાં નોન એક્ઝિક્યુટિવ ડિરેક્ટર રહી ચૂક્યા છે. મુકેશ અંબાણી ફ્લેગશિપ કંપની Jio Platforms Limited ના ચેરમેન તરીકે ચાલુ રહેશે. મુકેશ અંબાણી ના રાજીનામા અને આકાશ અંબાણી ની નિમણૂક ને નવી પેઢી ને નેતૃત્વ સોંપવા તરીકે જોવા માં આવી રહ્યું છે.
આકાશ અંબાણી એ વર્ષ 2019માં શ્લોકા મહેતા સાથે લગ્ન કર્યા હતા. આકાશ અંબાણીને એવા સમયે રિલાયન્સ જિયોના ચેરમેન બનાવવામાં આવ્યા છે જ્યારે દેશ આગામી કેટલાક મહિનામાં 5G નેટવર્ક લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યો છે. તમને જણાવી દઈએ કે Jioના 4G ઈકોસિસ્ટમને સેટ કરવાનો શ્રેય આકાશ અંબાણી ને જાય છે. વર્ષ 2020 માં, વિશ્વભરની મોટી ટેક કંપનીઓ એ Jio માં રોકાણ કર્યું. આકાશ અંબાણી એ પણ ભારત માં વૈશ્વિક રોકાણ લાવવા માટે સખત મહેનત કરી હતી.