હાઈલાઈટ્સ
અક્ષય કુમાર ની મોટી ફિલ્મો માંની એક હાઉસફુલ ના અત્યાર સુધી માં ચાર ભાગ થઈ ચૂક્યા છે અને હવે પાંચમી ફિલ્મ આવવા ની તૈયારી માં છે. શુક્રવારે, અક્ષયે હાઉસફુલ 5 વિશે એક મોટું અપડેટ આપ્યું છે અને તેનું પોસ્ટર શેર કર્યું છે. ‘હાઉસફુલ 5’ ટૂંક સમયમાં આવી રહી છે.
શું તમે પણ ‘હાઉસફુલ’ સિરીઝ ના મોટા ફેન છો? તો પછી તમારી શુક્રવાર ની સવાર ખૂબ જ સારી રીતે શરૂ થઈ છે કારણ કે તમારા બધા કોમેડી પ્રેમીઓ માટે સારા સમાચાર છે. ‘હાઉસફુલ’ ફ્રેન્ચાઇઝી સૌથી વધુ પ્રિય ફિલ્મો માંની એક રહી છે અને જ્યારે પણ આગામી ભાગની જાહેરાત કરવામાં આવે છે ત્યારે ચાહકો આનંદથી ઉન્મત્ત થઈ જાય છે. હવે અક્ષય કુમારે ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યું છે કે મેકર્સ ‘હાઉસફુલ 5’ માટે તૈયાર છે. તેણે ફિલ્મ નું પોસ્ટર પણ શેર કર્યું છે.
ઘણી બ્લોકબસ્ટર ફિલ્મો આપનાર ફિલ્મમેકર સાજિદ નડિયાદવાલા એ ‘હાઉસફુલ’ બનાવી છે. હવે તેની ફ્રેન્ચાઈઝી ના ચાહકો માટે એક મોટા સમાચાર છે. હાઉસફુલ તેના આગામી ભાગ સાથે આવવા માટે તૈયાર છે, જે તેને ભારતીય સિનેમા ની પ્રથમ 5-ભાગ ની ફ્રેન્ચાઇઝી ફિલ્મ બનાવે છે. આ સમાચાર શેર કરતાં અક્ષય કુમાર ના ચાહકો માં ખુશી ની લહેર છવાઈ ગઈ છે. ફિલ્મ ની રિલીઝ ડેટ ની જાહેરાત કરતા હવે તેનું પોસ્ટર લોન્ચ કરવામાં આવ્યું છે. ‘હાઉસફુલ 5’ તરુણ મનસુખાની ના નિર્દેશન માં બનશે. મજા અને કોમેડીવાળી આ રોલર-કોસ્ટર રાઈડ તમારી દિવાળીને રોશન કરવા માટે તૈયાર છે.
View this post on Instagram
હાઉસફુલ 5 ની રિલીઝ ડેટ
અક્ષય કુમાર અને રિતેશ દેશમુખ ‘હાઉસફુલ’ ના તમામ ભાગો માં સતત સાથી રહ્યા છે. પહેલો અને બીજો ભાગ સાજિદ ખાને, ત્રીજો સાજિદ-ફરહાદ દ્વારા અને ચોથો ભાગ માત્ર ફરહાદ સામજી દ્વારા નિર્દેશિત કરવા માં આવ્યો હતો. ‘હાઉસફુલ’ (2010) માં અક્ષય અને રિતેશ ની સાથે અર્જુન રામપાલ, લારા દત્તા, દીપિકા પાદુકોણ, જિયા ખાન, બોમન ઈરાની અને ચંકી પાંડે પણ હતા. ‘હાઉસફુલ 2’ (2012) માં અસિન, જેકલીન ફર્નાન્ડીઝ અને દિવંગત ઋષિ કપૂર સાથે જ્હોન અબ્રાહમ હતા. ‘હાઉસફુલ 3’ (2016) માં અભિષેક બચ્ચન સાથે જેકલીન, નરગીસ ફખરી અને લિસા હેડન પણ હતા. ‘હાઉસફુલ 4’ (2019) એ ફ્રેન્ચાઈઝીની સૌથી તાજેતરની ફિલ્મ છે અને તેમાં અક્ષય અને રિતેશ ની સાથે લગભગ તમામ નવોદિત કલાકારો હતા. જેમાં બોબી દેઓલ, કૃતિ સેનન, પૂજા હેગડે અને કૃતિ ખરબંદા પણ હતા.
અક્ષય કુમાર ની આગામી ફિલ્મો
અક્ષય કુમાર ફિલ્મો સાઈન કરવા માં સૌથી આગળ છે. તેની પાસે ઘણી મોટી ફિલ્મો છે. તે પરિણીતી ચોપરા સાથે ની ‘ધ ગ્રેટ ઈન્ડિયન રેસ્ક્યૂ’ ની રિલીઝ માટે તૈયારી કરી રહ્યો છે. તે 5 ઓક્ટોબર, 2023 ના રોજ સિનેમાઘરો માં રિલીઝ થશે. તેની પાસે ‘OMG 2’ પણ છે જ્યાં તે યામી ગૌતમ અને પંકજ ત્રિપાઠી સાથે સ્ક્રીન સ્પેસ શેર કરશે. આ સિવાય રોહિત શેટ્ટી ની ‘સિંઘમ અગેઇન’ માં પણ અક્ષય સૂર્યવંશી તરીકે જોવા મળશે.