બોલિવૂડ ના ખેલાડી કહેવાતા અક્ષય કુમાર માટે વર્ષ 2022 અત્યાર સુધી સારું રહ્યું નથી. આ વર્ષે તેની બચ્ચન પાંડે અને સમ્રાટ પૃથ્વીરાજ જેવી જાણીતી ફિલ્મો ખરાબ રીતે ફ્લોપ થઈ છે. સતત ફ્લોપ થયા પછી, અક્ષય કુમાર ને તેની આગામી ફિલ્મ ‘રક્ષા બંધન’ પાસે થી ઘણી આશાઓ છે. આ દરમિયાન અક્ષય કુમાર નો એક વીડિયો ઝડપ થી વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝ સાથે કેટલીક અજીબોગરીબ વાતો કરી રહ્યો છે. બોલિવૂડ ના ટોપ 10 સ્ટાર્સ તેમની વિચિત્ર વર્તણૂક માટે જાણીતા છે
આ વીડિયો વાયરલ થયા પછી ચાહકો આ દિગ્ગજ સ્ટાર ની આકરી ટીકા કરી રહ્યા છે. ખરેખર, જેકલીન સાથે ની તેની ગંદી વર્તણૂક ચાહકો ને બિલકુલ પસંદ આવી નથી.
વાયરલ વીડિયો માં અક્ષય જેકલીન ફર્નાન્ડીઝ ના પેન્ટ માં હાથ નાખતો જોવા મળે છે. કહેવામાં આવી રહ્યું છે કે અભિનેત્રી જેકલીન ના પેન્ટ માં સાપ ઘૂસી ગયો હતો. જેના કારણે અક્ષયે પેન્ટ ની અંદર હાથ નાખી ને સાપ ને પકડી લીધો.
સોશિયલ મીડિયા પર આ વિડિયો આવતા જ ચાહકો ખૂબ જ ગુસ્સે છે પરંતુ તેઓ કદાચ સત્ય વિશે જાણતા નથી. ખરેખર, તાજેતરમાં જ અક્ષય અને જેકલીન ‘બચ્ચન પાંડે’ માં જોવા મળ્યા હતા. આ ઘટના આ ફિલ્મના એક ગીત દરમિયાન બની હતી. જેના પછી ફિલ્મ ના ગીત માંથી આ દ્રશ્યો હટાવી દેવા માં આવ્યા છે.
આ દિવસો માં ઈન્ટરનેટ પર જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તે ફિલ્મ ‘બચ્ચન પાંડે’ ના ગીત હીર રાંઝા માંથી લેવામાં આવ્યો છે. આ ગીત માં અક્ષય અને જેકલીન એકસાથે નદી માં ન્હાતા જોવા મળ્યા હતા. આ દરમિયાન જેકલીન ના પેન્ટ માં એક સાપ ઘૂસી ગયો હતો. જે બાદ અક્ષયે સાપ ને કાઢવા માટે જેકલીન ના પેન્ટ માં હાથ નાખ્યો.