એલ્કોન દ્વારા પોતાના પ્રયત્નો વધુ આગળ વધારવા 2023માં પ્લાસ્ટિક બેંક સાથે ભાગીદારીને વધુ વિસ્તૃત કરાઈ

એલ્કોન પર્યાવરણમાંથી લગભગ 10 લાખ કિલોગ્રામ પ્લાસ્ટિક કચરો દૂર કરવા સક્ષમ છે

કલેક્શન પ્રોગ્રામ 2023 હેઠળ વેચાતી દરેક એલ્કોન લેન્સ ડિલિવરી સિસ્ટમ, અલ્ટ્રાસર્ટ અને ઓટોનોમીમાં પ્લાસ્ટિક ઘટાડવાનું ચાલુ રાખશે.

*2022માં 30 મિલિયનથી વધુ પ્લાસ્ટિક જેટલી બોટલો જેટલું પ્લાસ્ટિક દરિયામાં જતા રોક્યા બાદ એલ્કોન 2023 માં 90 થી વધુ દેશો સુધી પહોંચવા માટે વિઝન કેર પ્રોડક્ટ્સ સાથે ભાગીદારીનું વિસ્તરણ કરશે

કોલકાતા, આંખની સંભાળમાં અગ્રણી અને લોકોને તેમનું શ્રેષ્ઠ જોવામાં મદદ કરવા માટે સમર્પિત

એલ્કોને આજે પ્લાસ્ટિક પ્રદૂષણ સામે લડવા માટેની સંસ્થા ધ પ્લાસ્ટિક બેંક સાથે ઉન્નત ભાગીદારીની જાહેરાત કરી હતી. આ સંસ્થા ઓછા વિકસિત સમુદાયોમાં રિસાયકલ ઇકોસિસ્ટમ બનાવે છે. વધુમાં, સંગ્રહ સભ્ય/ કલેક્શન મેમ્બરને ગરીબીમાંથી બહાર નીકળવાનો માર્ગ પૂરો પાડે છે. પ્લાસ્ટિક બેંક બજારમાં લાવવામાં આવેલા પ્રત્યેક ટન પ્લાસ્ટિક માટે સંવેદનશીલ દરિયાકાંઠાના સમુદાયો પાસેથી ઓશન બ્લાઉંડ પ્લાસ્ટિકની (દરિયાની આસ પાસ)નું પ્લાસ્ટિક એકત્રિત કરશે. 2022 માં પ્લાસ્ટિક બેંક દ્વારા એલ્કોનની કેટલીક સર્જિકલ અને વિઝન કેર પ્રોડક્ટ્સ દ્વારા પર્યાવરણમાંથી 6,49,000 કિલોગ્રામ પ્લાસ્ટિક કચરો દૂર કર્યો હતો. આલ્કોનનું લક્ષ્ય 2023માં 9,90,000 કિલોગ્રામથી વધુ પ્લાસ્ટિકને દૂર કરવાનું છે, જે આ વર્ષે 49 મિલિયનથી વધુ પ્લાસ્ટિકની બોટલોને સમુદ્રમાં પહોંચતા અટકાવવા સમાન છે.

પર્યાવરણીય અસર ઉપરાંત, પ્લાસ્ટિક બેંક સાથે એલ્કોનની ભાગીદારી 2023 સુધીમાં વૈશ્વિક સ્તરે 330 થી વધુ સંગ્રહ સમુદાયોને મદદ કરશે. કલેક્શન સભ્યો આરોગ્ય વીમો, કરિયાણા વાઉચર્સ અને શાળા પુરવઠો જેવા જીવન- સુધારણા લાભો માટે એકત્રિત પ્લાસ્ટિકનું આદાન પ્રદાન કરે છે.

અલ્કોન ખાતે ESGના વડા ચાર્લ્સ હર્જેટે જણાવ્યું હતું કે, “જ્યારે તબીબી ઉત્પાદનોની સલામતી અને સગવડતા માટે સિંગલ- યુઝ પ્લાસ્ટિક આવશ્યક છે, અમે પ્લાસ્ટિક બેન્ક સાથેના આ કાર્યક્રમ જેવા મહત્વપૂર્ણ પહેલને ટેકો આપીને પર્યાવરણ પર તેમની અસર ઘટાડવાનો પ્રયાસ કરીએ છીએ.” “અમે આશા રાખીએ છીએ કે આ ભાગીદારી અમારા સર્જિકલ અને વિઝન કેર પોર્ટફોલિયોમાંથી કચરો ઘટાડવાના અમારા ચાલુ પ્રયાસોને વધુ અસરકારક બનાવવા માટે પ્રોત્સાહિત કરશે. અમે પેકેજિંગ અને શિપિંગ મટિરિયલ્સ જેવા અન્ય ઉત્પાદન સંબંધિત પ્લાસ્ટિકને પણ ઘટાડવાનું ચાલુ રાખીશું.