હાઈલાઈટ્સ
‘દંગલ’ના ડિરેક્ટર નિતેશ તિવારી ‘રામાયણ’ પર ફિલ્મ બનાવી રહ્યા છે. ‘રામાયણ’ નામ ની આ ફિલ્મ માં આલિયા ભટ્ટ સીતા ના રોલ માં હશે તેવા અહેવાલ છે. રણબીરે ભગવાન રામ માટે લુક ટેસ્ટ આપ્યો છે અને યશ લંકાપતિ રાવણ ના રોલ માં હશે. ફિલ્મ ની જાહેરાત દિવાળી ના અવસર પર કરવામાં આવશે.
એક તરફ જ્યાં પ્રભાસ અને કૃતિ સેનન ની ‘આદિપુરુષ’ ચર્ચા માં છે તો બીજી તરફ નિતેશ તિવારી ની ફિલ્મ ‘રામાયણ’ પણ લાઈમલાઈટ માં છે. ખરેખર, આ ફિલ્મ ની કાસ્ટ વિશે એક મોટું અપડેટ આવ્યું છે, જેણે ચાહકો માં હલચલ મચાવી દીધી છે. ‘આદિપુરુષ’ માં પ્રભાસ રામ નું પાત્ર ભજવી રહ્યો છે, કૃતિ સેનન સીતા નું પાત્ર ભજવી રહી છે જ્યારે સૈફ અલી ખાન રાવણ નું પાત્ર ભજવી રહ્યો છે. આ ત્રણ પાત્રો ની વાર્તા હવે નિતેશ તિવારી ની ‘રામાયણ’ માં જોવા મળશે. પહેલા એવું કહેવામાં આવી રહ્યું હતું કે આ ફિલ્મ ને હાલ માટે હોલ્ડ પર રાખવામાં આવી છે, પરંતુ રિપોર્ટ્સ અનુસાર, ‘રામાયણ’ નું શૂટિંગ હવે ડિસેમ્બર 2023 માં શરૂ થશે.
આલિયા ભટ્ટ ‘રામાયણ’ માં મા સીતાનો રોલ કરશે જ્યારે રણબીર કપૂર ભગવાન રામ ના રોલ માં જોવા મળશે. જો કે હજુ સુધી તેની પુષ્ટિ થઈ નથી. પરંતુ આલિયા ભટ્ટ તાજેતર માં નિતેશ તિવારી ને મળી હતી, જેનો એક વીડિયો પણ સામે આવ્યો હતો. આ જ વીડિયો બાદ ચર્ચા શરૂ થઈ હતી કે સીતાના રોલ માટે નિતેશ દ્વારા આલિયા ને સાઈન કરવા માં આવી છે.
રામ ના રોલ માટે રણબીર નો લુક ટેસ્ટ
‘રામાયણ’ અને તેની કાસ્ટ વિશે ના અહેવાલો કહે છે કે છેલ્લા કેટલાક અઠવાડિયા થી, રણબીર કપૂર DNEG ઑફિસ (વિઝ્યુઅલ ઇફેક્ટ્સ અને એનિમેશન સ્ટુડિયો) માં આવતો-જતો જોવા મળી રહ્યો છે. ‘રામાયણ’ ક્યાં સુધી પહોંચી છે તે જોવા માટે રણબીર અહીં આવતો રહે છે. ફિલ્મ ‘રામાયણ’ ની દુનિયા કેવી હોવી જોઈએ તે માટે પ્રી-વિઝ્યુલાઇઝેશન કરવા માં આવ્યું છે. હવે ટીમ ભગવાન રામના રોલ માટે રણબીર નો લુક ટેસ્ટ કરી રહી છે. અહેવાલો અનુસાર, રણબીર તેના પરફેક્ટ લુક માટે વારંવાર સ્ટુડિયો ની મુલાકાત લે છે. અને પછી તે મુજબ રણબીર તેના શરીર પર કામ કરશે.
‘રામાયણ‘ ની દુનિયા બનાવવા નું કામ પૂર્ણ થયું છે
ખબર છે કે આલિયા ભટ્ટે RRR માં સીતા નો રોલ કર્યો હતો. ત્યારથી, ચાહકો સીતા માના રોલ માટે અભિનેત્રી ને પ્રથમ પસંદગી તરીકે માનવા લાગ્યા. હવે ચાહકો ની આ ઈચ્છા ‘રામાયણ’ માં પૂરી થવા જઈ રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે રણબીર અને આલિયા છેલ્લા કેટલાક અઠવાડિયા થી જે ઓફિસ માં સતત આવતા હતા તેનું નામ ‘રામાયણ’ રાખવા માં આવ્યું છે. અહીંથી જ નિતેશ તિવારી અને તેમની ટીમે ‘રામાયણ’ ની દુનિયા બનાવવાની શરૂઆત કરી છે.
એક્ટર યશ બનશે રાવણ! ચાલી રહી છે વાત
રિપોર્ટ્સ અનુસાર, સીતા ના રોલ માટે આલિયા નું નામ એકદમ કન્ફર્મ છે. જ્યારે રણબીર ભગવાન રામ બનશે. તેની સત્તાવાર જાહેરાત આ વર્ષે દિવાળી પર કરવામાં આવશે. તે જ સમયે, રાવણ ના રોલ માટે ‘KGF’ સ્ટાર યશનું નામ સામે આવી રહ્યું છે. થોડા મહિના પહેલા એવા અહેવાલો આવ્યા હતા કે રાવણના રોલ માટે નિતેશ તિવારી અને મધુ મન્ટેના યશ સાથે વાતચીત કરી રહ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે યશ આ ફિલ્મ માટે તૈયાર છે, અને તેણે રાવણના રોલમાં રસ દાખવ્યો છે.
‘રામાયણ‘ 2025 માં રિલીઝ થશે
જો કે યશે હજુ સુધી આ ફિલ્મ સાઈન કરી નથી. પરંતુ મધુ મન્ટેના ને વિશ્વાસ છે કે યશ ટૂંક સમયમાં ‘રામાયણ’ સાઈન કરશે. અલ્લુ અરવિંદ, મધુ મન્ટેના અને નમિત મલ્હોત્રા ‘રામાયણ’ નું નિર્માણ કરી રહ્યા છે. જ્યારે ‘દંગલ’ ફેમ નિતેશ તિવારી સિવાય રવિ ઉદયવાર તેનું નિર્દેશન કરશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે પેન ઈન્ડિયા 2025 માં રિલીઝ થશે.