આલિયા ભટ્ટ ને બોલિવૂડ ની સૌથી સુંદર અભિનેત્રીઓ માંની એક માનવા માં આવે છે અને આલિયા ભટ્ટ તે અભિનેત્રીઓ માંની એક છે જેણે ઓછા સમય માં એક મોટું સ્થાન પ્રાપ્ત કર્યું છે. આલિયા એ તેની નાની ઉંમર માં ખૂબ જ મોટી ભૂમિકા ભજવી ને લોકો અને દર્શકો ના હૃદય માં તેના પાત્ર ની છાપ છોડવા માં સફળ રહી છે, જેના કારણે તેની ફેન ફોલોઇન્ગ આજે સમગ્ર વિશ્વ માં હાજર છે.
આ દિવસો માં સોશિયલ મીડિયા પર આલિયા ભટ્ટ નો સૌથી વધુ દબદબો છે અને તેનું કારણ તેની પ્રેગ્નન્સી છે, જેની જાણ તાજેતરમાં જ આલિયાએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તેના ચાહકોને કરી હતી. જો કે આજે અમે આલિયા ભટ્ટ ની નવી ફિલ્મ અથવા તેના અંગત જીવન વિશે વાત કરવાના નથી, પરંતુ અમે તમને આલિયા ભટ્ટ ના લુકલાઈક નો પરિચય કરાવવા જઈ રહ્યા છીએ.
બોલિવૂડમાં એવા ઘણા કલાકારો છે જેમના ડુપ્લિકેટ આપણ ને જોવા મળ્યા છે અને તેમાં શ્રીદેવી થી લઈ ને ઐશ્વર્યા નો સમાવેશ થાય છે અને હવે આલિયા ભટ્ટ નો ડુપ્લિકેટ પણ જોવા મળ્યો છે.
View this post on Instagram
એક બ્લોગર સેલિસ્ટી બૈરાગી નો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને આ વીડિયો માં દેખાતી છોકરી બિલકુલ આલિયા ભટ્ટ જેવી જ દેખાય છે. સેલેસ્ટી ની સ્ટાઈલ અને તેનો લુક બિલકુલ આલિયા ભટ્ટ જેવો છે. વીડિયો માં જોઈ શકાય છે કે યુવતીએ સફેદ બ્લાઉઝ અને પ્રિન્ટેડ પિંક કલર ની સાડી પહેરી છે અને તે શાહરૂખ ખાન ના ગીત ઢોલના પર ડાન્સ કરતી જોવા મળી રહી છે. વીડિયો માં હાજર બ્લોગર અને આલિયા ભટ્ટ ની ઓળખ કરવી ખૂબ જ મુશ્કેલ બની રહી છે કારણ કે આ વીડિયો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ લોકો આ છોકરીને આલિયા ભટ્ટ માનવા લાગ્યા હતા પરંતુ ધ્યાનથી જોતા ખબર પડી કે આલિયા ભટ્ટ ની ડુપ્લિકેટ છે.