ફિલ્મ ‘કહો ના પ્યાર હૈ’ થી ઈન્ડસ્ટ્રી માં ડેબ્યૂ કરનાર ફેમસ એક્ટ્રેસ અમીષા પટેલ એક સમયે બોલિવૂડ જગત પર રાજ કરતી હતી. અમીષા પટેલે સની દેઓલ થી લઈને સલમાન ખાન સુધી ના દરેક મોટા કલાકાર સાથે કામ કર્યું છે. અભિનેત્રી ની ફેન ફોલોઈંગ પણ જબરદસ્ત છે.
અમીષા હંમેશા પોતાની પર્સનલ લાઈફ ને લઈને ચર્ચામાં રહે છે. હવે આ દરમિયાન, પાકિસ્તાની એક્ટર સાથેની તેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે, જેને જોઈને અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે અમીષા અને અભિનેતા એકબીજા ને ડેટ કરી રહ્યાં છે. તો ચાલો જાણીએ આ કપલ વિશે..
રોમેન્ટિક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો
તમને જણાવી દઈએ કે, અમીષા પટેલ અને એક્ટર ઈમરાન અબ્બાસ થોડા દિવસો પહેલા બહેરીન માં આયોજિત એક એવોર્ડ ફંક્શન માં મળ્યા હતા. આ દરમિયાન બંનેની મિત્રતા થઈ અને પછી બંને એકબીજા સાથે જોવા મળ્યા. આટલું જ નહીં પરંતુ બંનેએ બોલિવૂડના ગીતોની ઘણી રીલ પણ કરી છે જે સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે.
આ વીડિયો જોયા બાદ જ ચાહકો અનુમાન લગાવી રહ્યા છે કે ઈમરાન અને અમીષા પટેલ એકબીજા ને ડેટ કરી રહ્યા છે. તેમાં જોઈ શકાય છે કે અમીષા અને ઈમરાન ‘દિલ મેં દર્દ સા જગા હૈ’ ગીત પર રીલ બનાવતા જોવા મળે છે. બંને ની રોમેન્ટિક સ્ટાઈલ પણ જોઈ શકાય છે, જેને લોકો ખૂબ પસંદ કરે છે.
આ વીડિયો ને શેર કરતા અમીષા એ કેપ્શન માં લખ્યું છે કે, “ગત અઠવાડિયે બહેરીન માં મારા સુપરસ્ટાર મિત્ર સાથે મજા કરી.” અમીષા ના વીડિયો પર ટિપ્પણી કરતાં ઈમરાને કહ્યું, “તેને પણ તેની સાથે આ વીડિયો રેકોર્ડ કરવા માં ખૂબ મજા આવી.” અભિનેતા એ કહ્યું કે “તેઓ ટૂંક સમયમાં અમીષા સાથે બીજી મુલાકાત કરવા માટે આતુર છે.”
તમને જણાવી દઈએ કે, 46 વર્ષ ની અમીષા પટેલ હજુ પણ અપરણિત છે. જો કે તેમનું નામ બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના ઘણા કલાકારો સાથે જોડાયું હતું, પરંતુ તેમના સંબંધો ક્યારેય કોઈની સાથે લગ્નના મંચ સુધી પહોંચ્યા નથી.
View this post on Instagram
ગદર 2 થી અમીષા નું પુનરાગમન
અમીષા ના વર્ક ફ્રન્ટ ની વાત કરીએ તો તે ઘણા સમય થી ઈન્ડસ્ટ્રી થી દૂર છે. જોકે તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવારનવાર પોતાની તસવીરો શેર કરતી રહે છે. આ સિવાય કહેવામાં આવી રહ્યું છે કે અમીષા પટેલ ટૂંક સમયમાં ફિલ્મ ‘ગદર-2’ માં જોવા મળશે.
BAHRAIN.:. About last nites event .. Loved wearing @RockyStarWorld
With @ImranAbbas pic.twitter.com/ztpIzh7DRe— ameesha patel (@ameesha_patel) September 10, 2022
આ ફિલ્મ માં તે સની દેઓલ ની સામે જોવા મળશે. રિપોર્ટ્સ નું માનીએ તો આ બંને સ્ટાર્સે ગદર 2 નું શૂટિંગ પણ શરૂ કરી દીધું છે. તે જ સમયે, ચાહકો પણ આ ફિલ્મ ને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. ઉલ્લેખનીય છે કે, આ ફિલ્મ 2001 માં આવેલી ફિલ્મ ‘ગદર એક પ્રેમ કથા’ ની સિક્વલ છે.