લગ્ન પહેલા મુકેશ અંબાણી એ ટીના ને આ પ્રકારની વાત કીધી હતી ત્યારે નીતા એ કહ્યું – તેમની વાત સાંભળશો નહીં
અંબાણી પરિવાર ની દેશ અને દુનિયામાં વિશેષ ઓળખ છે. અંબાણી પરિવાર ના પણ હિન્દી સિનેમા ના ઘણા મોટા સ્ટાર્સ સાથે ખૂબ સારા અને મધુર સંબંધ છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રી ના વડા અને એશિયા ના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી ના નાના ભાઈ અનિલ અંબાણી એ તેમના સમય ની પ્રખ્યાત અને સુંદર અભિનેત્રી ટીના અંબાણી સાથે લગ્ન કર્યા છે.
બોલિવૂડ માં તેમના સમય દરમિયાન ટીના અંબાણી એ ઘણા મોટા કલાકારો સાથે કામ કર્યું હતું. આ દરમિયાન ટીના અંબાણી નું રાજેશ ખન્ના અને સંજય દત્ત જેવા દિગ્ગજો સાથે પણ અફેર હતું. જોકે, પછી ટીના એ પ્રખ્યાત ઉદ્યોગપતિ અનિલ અંબાણી સાથે લગ્ન કર્યા. 1991 માં બંને એ સાત ફેરા લીધા હતા.
80 ના દાયકા માં ટીના એ ઘણી ફિલ્મો માં કામ કર્યું હતું. તેના અભિનય ની સાથે તે તેની સુંદરતા માટે પણ જાણીતી હતી. એવું કહેવામાં આવે છે કે ટીના સાથે લગ્ન કરવું એ અનિલ અંબાણી માટે સરળ કાર્ય નહોતું. વર્ષ 1991 માં, તે ટીના સાથે સાત ફેરા લે તે પહેલાં, તેને મેળવવા માટે ઘણા પાપડ વણવા પડ્યા પછી વાત બની.
અનિલ અને ટીના અંબાણી એ અભિનેત્રી સિમી ગરેવાલ ના ચેટ શો માં તેમના સંબંધો વિશે ખુલી ને વાત કરી. બંને એ પોતાની લવ સ્ટોરી બધા સાથે શેર કરી. ટીના ના કહેવા પ્રમાણે, જ્યારે તે લોસ એન્જલસ થી પરત ફરી ત્યારે અનિલે તેના પરિવાર સાથે તેની ઓળખાણ કરાવી. આ બેઠક દરમિયાન જ મુકેશ અંબાણી અને તેની માતા કોકિલાબેને ટીના ને પૂછ્યું કે તે અનિલ સાથે લગ્ન કરશે. તમને જણાવી દઇએ કે, આ દરમિયાન, અનિલ ટીના ને તેના પરિવાર સાથે છોડી ને ક્યાંક ગયો હતો. આ સમય માં મુકેશ અંબાણી અને તેની માતાએ ટીના સાથે લગ્ન કરવાની વાત કરી હતી.
સિમી ગરેવાલ ના શો પર અનિલે કહ્યું કે, “હું પ્રસ્તાવ મૂકું તે પહેલાં મારી માતા અને મારા ભાઈ એ ટીના ને પૂછ્યું હતું કે તમને અનિલ સાથે લગ્ન કરવા વિશે કેવું લાગે છે?” ટીના એ કહ્યું કે, ‘મુકેશ અંબાણી એ મને પણ આવો જ સવાલ પૂછ્યો. તમે લગ્ન માટે તૈયાર છો? ”
આગળ ટીના એ કહ્યું, “મુકેશ ની વાત સાંભળ્યા પછી નીતા એ મને કહ્યું, ટીના તેની વાત ન સાંભળો.” તેને મજાક કરવા ની ટેવ છે. પણ મને ખબર પડી ગઈ કે બધું જ પ્લાન કરેલું છે.” તમને જણાવી દઈએ કે, અનિલ અંબાણી એ ટીના સાથે લગ્ન નો પ્રસ્તાવ મૂક્યો તે પહેલાં તેણે લગ્ન ની સંપૂર્ણ તૈયારી કરી લીધી હતી.