અંકિતા લોખંડે લાંબા સમયથી વિકી જૈન સાથેના રિલેશનમાં છે. તે આ સંબંધને લઈને ખૂબ ગંભીર છે. તેમની સગાઈના સમાચાર પણ ભૂતકાળમાં એકદમ વાયરલ થયા હતા પરંતુ બંને ક્યારે લગ્ન કરશે તે કોઈને ખબર નથી.
જાસ્મિન ભસીન અને અલી ગોની એકબીજાને ખતરો કે ખિલાડી પર મળ્યા હતા. અહીંથી જ બંનેની મિત્રતા શરૂ થઈ અને બિગ બોસના ઘરે ક્યારે આ મિત્રતા પ્રેમમાં ફેરવાઈ તે તેઓને પણ ખબર નથી. હવે બંને લિવ ઇન રહે છે અને ચાહકો ઇચ્છે છે કે તેઓ કાયમ સાથે રહે.
દિશા પરમારને બિગ બોસના ઘરે લગ્ન માટે રાહુલ વૈદ્ય દ્વારા પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો અને દિશાએ ઘરે આવીને તે પ્રસ્તાવનો જવાબ આપ્યો હતો. અહીંથી જ બંનેની લવ સ્ટોરી શરૂ થઈ અને હવે ટૂંક સમયમાં જ તે બંને લગ્નના બંધનમાં બંધાશે.
હિના ખાન અને રોકી જયસ્વાલ વચ્ચેના સંબંધો કોઈથી છુપાયેલા નથી. બિગ બોસના ઘરમાં બંને વચ્ચેનો પ્રેમ બધાને ખબર હતી. હિના અને રોકી ઘણાં વર્ષોથી સાથે હતા અને બંને જબરદસ્ત બોન્ડિંગ શેર કરે છે. પરંતુ બંનેના લગ્ન ક્યારે થશે તે એક મોટો પ્રશ્ન ચાહકો હંમેશા આ બંનેને પૂછતા રહે છે.
બિગ બોસના ઘરેથી શરૂ થયેલી આ લવ સ્ટોરીનું પરિણામ ચાહકો જાણવા માગે છે. અમે વાત કરી રહ્યા છીએ એજાઝ ખાન અને પવિત્રા પૂનિયા વિશે. જેની લવ સ્ટોરી આજે કોઈથી છુપાઇ નથી. બંને એક સાથે ઘણો સમય વિતાવે છે અને હવે ચાહકો ઈચ્છે છે કે બંને જલ્દીથી લગ્ન કરે.
ગમ હૈ કિસી કે પ્યાર મે સીરિયલ તેમ એશ્વર્યા શર્મા અને નીલ ભટ્ટ એક બીજાને ડેટ કરી રહ્યા છે અને આ જોડીને પ્રેક્ષકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી છે. આ જ કારણ છે કે વાસ્તવિક જીવનમાં પણ, હવે લોકો તેમને શક્ય તેટલી વહેલી તકે કપલ બનતા જોવા માંગે છે.