બોલિવૂડ સ્ટાર્સ દ્વારા બોડીગાર્ડ્સ રાખવી એ નવી વાત નથી. જોકે જ્યારે લાંબા સમય સુધી એક જ બોડીગાર્ડ કોઈ સ્ટાર સાથે રહે છે ત્યારે તે સ્ટાર ના પરિવારનો અભિન્ન ભાગ બની જાય છે અને હંમેશાં તેમની સાથે પડછાયાની જેમ રહે છે. જ્યારે બોડીગાર્ડનો ઉલ્લેખ કરવામાં આવે ત્યારે શેરાની છબી પ્રથમ ધ્યાનમાં આવે છે. તમને જણાવી દઈએ કે શેરા સલમાન ખાનનો બોડીગાર્ડ છે અને તે ઘણીવાર સલમાન ખાન સાથે જોવા મળે છે. જોકે, આજે અમે તમને બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્માના બોડીગાર્ડ વિશે જણાવીશું.
અનુષ્કા શર્મા સાથે પડછાયા ની જેક રહેતા આ વ્યક્તિનું નામ પ્રકાશસિંઘ છે. એવું કહેવાય છે કે અનુષ્કા પ્રકાશને ‘સોનુ’ નામે બોલાવે છે. પ્રકાશ એક એવો વ્યક્તિ છે, જેની પર અનુષ્કાને બચાવવાની જવાબદારી છે મીડિયા મીડિયા રિપોર્ટ્સ અનુસાર પ્રકાશ માત્ર અનુષ્કા જ નહીં પરંતુ તેની સાથે વિરાટનું પણ રક્ષણ કરે છે. પ્રકાશ પણ અનુષ્કા સાથે ભારતની બહાર હાજર છે અને જ્યાં અભિનેત્રી જાય છે ત્યાં તેની રક્ષા કરવાની અને તેને ભીડથી બચાવવાની જવાબદારી પ્રકાશની જ છે.
જો અહેવાલોની વાત માનવામાં આવે તો અનુષ્કા પ્રકાશને તેના પરિવારનો ભાગ માને છે અને દર વર્ષે તેનો જન્મદિવસ સુધી ઉજવણી કરે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અનુષ્કા શર્માના બોડીગાર્ડ પ્રકાશસિંઘ અભિનેત્રીને સંપૂર્ણ રક્ષા કરવા માટે ભારે રકમ વસૂલ કરે છે. એવું કહેવામાં આવે છે કે પ્રકાશની વાર્ષિક ફી લગભગ 1.2 કરોડ રૂપિયા છે એટલે કે, અનુષ્કા શર્માની સુરક્ષા માટે પ્રકાશ દર મહિને 10 લાખ રૂપિયાની રકમ લે છે. તમને જણાવી દઈએ કે અભિનેત્રીના લગ્ન થયા નહોતા ત્યારથી પ્રકાશ અનુષ્કા સાથે જ કામ કરે છે..