બોલિવૂડ એક્ટર અર્જુન કપૂર અને અભિનેત્રી મલાઈકા અરોરા હંમેશા તેમના સંબંધો ને લઈ ને ચર્ચા માં રહે છે. આ બંને પોતાના કામ ના કારણે જેટલા લાઈમલાઈટ માં નથી રહેતા, તેનાથી પણ વધારે આ કપલ પોતાના સંબંધો ને લઈને હેડલાઈન્સ માં રહે છે. બંને ની જોડી ની હિન્દી સિનેમા માં ઘણી વખત ચર્ચા થાય છે.
અર્જુન અને મલાઈકા ના સંબંધો ની ઘણી વાર ચર્ચા થાય છે. ઘણી વખત બંને વચ્ચે ના સંબંધો વિશે અજીબ અફવાઓ પણ ઉડતી હોય છે. મલાઈકા અને પોતાના વિશે ના ખોટા સમાચાર પર અર્જુન કપૂરે આકરી પ્રતિક્રિયા આપી છે. ફરી એકવાર અભિનેતા એ કંઈક આવું જ કર્યું છે.
હાલ માં જ મલાઈકા અરોરા ની પ્રેગ્નન્સી ના સમાચાર સોશિયલ મીડિયા પર સામે આવ્યા હતા. જ્યારે અર્જુન ને આ સમાચાર ની જાણ થઈ ત્યારે તે ગુસ્સે થઈ ગયો હતો. અભિનેતાએ આવા સમાચાર ફેલાવનારાઓ પર પ્રહારો કર્યા. મલાઈકા ના પ્રેગ્નન્સી ના સમાચાર માત્ર અફવા છે.
અર્જુન કપૂરે સોશિયલ મીડિયા પર ખોટા સમાચાર પર પ્રતિક્રિયા આપી છે. અભિનેતા એ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ પોસ્ટ કરી છે. તેણે એક લેખ નો સ્ક્રીન શૉટ શેર કર્યો અને લખ્યું, “આવા સમાચાર અસંવેદનશીલ અને અનૈતિક છે. તમે સાવ નીચા થઈ ગયા છો.
આવા સમાચારો આપણા વિશે સતત ચાલતા રહે છે, કારણ કે આપણે આવા નકલી ગોસિપ લેખો ની સતત અવગણના કરીએ છીએ, પરંતુ આવા લેખો મીડિયા માં ફેલાય છે અને સાચા બની જાય છે. આ યોગ્ય નથી. તમે અમારી અંગત જિંદગી સાથે રમવા ની હિંમત ન કરો.”
મલાઈકા-અર્જુન ની ડેટિંગ 2017 થી ચાલી રહી છે
મલાઈકા અને અર્જુન લાંબા સમય થી સાથે છે. બંને કલાકારો પાંચ વર્ષ થી એકબીજા ને ડેટ કરી રહ્યાં છે. મલાઈકા એ વર્ષ 2017 માં અરબાઝ ખાન થી છૂટાછેડા લીધા હતા અને ત્યારથી તે અર્જુન ને ડેટ કરી રહી છે. જોકે, એવું પણ કહેવાય છે કે અર્જુન ના કારણે મલાઈકા અને અરબાઝે છૂટાછેડા લીધા હતા.
બંને ની ઉંમર માં 12 વર્ષ નો તફાવત
મલાઈકા અને અર્જુન એકબીજા ને ખૂબ પ્રેમ કરે છે. બંને નો પ્રેમ કોઈના થી છૂપો નથી. બંને નો પ્રેમ જાણીતો છે. દંપતી ની ઉંમર માં 12 વર્ષનો તફાવત છે. આમ છતાં બંનેની કેમેસ્ટ્રી અદભૂત છે. અર્જુન 37 વર્ષનો છે, જ્યારે મલાઈકા 49 વર્ષ ની છે. મલાઈકા અર્જુન કરતા 12 વર્ષ મોટી છે.
અર્જુન-મલાઈકા ના લગ્ન ની ચાહકો આતુરતા થી રાહ જોઈ રહ્યા છે
અર્જુન અને મલાઈકા ના ફેન્સ હવે તેમના લગ્ન ની આતુરતા થી રાહ જોઈ રહ્યા છે. ચાહકો ને આશા છે કે પાંચ વર્ષ ની લાંબી ડેટિંગ બાદ હવે બંને કલાકારો આખરે લગ્ન કરી શકે છે. અત્યાર સુધી બંને ના લગ્ન ના સમાચાર ઘણી વખત આવી ચૂક્યા છે. બંને એ લગ્ન ના સંકેત પણ આપ્યા છે, જોકે હવે જોવાનું રહેશે કે તેમના લગ્નનો શુભ સમય ક્યારે આવે છે.