Author: Yash Chotai

ગુજરાત રાજ્યના વલસાડ જિલ્લામાં 1988 ના ચોમાસામાં ભર બપોરે એક તોફાની બાળકની ચિચિયારીઓ એ હોસ્પિટલ ગૂંજવી મૂકી હતી. જોકે એ પછી સમયાંતરે પરાક્રમ ઓછા થતા રહ્યા. પોરબંદર, રાજકોટ, ગાંધીનગર અને છેલ્લે અમદાવાદમાં સ્થાયી થયેલો હું. હું ! એટલે યશ ચોટાઈ. સાયબર કાફે, કોલ સેન્ટર અને રેડિયો સ્ટેશન પર કામ કરવાનો બહોળો અનુભવ. રખડપટ્ટી અને બહારનું જમવાનો ચટાકો એટલે હું. બસ અત્યારે આટલું જ .. જેમ જેમ વધુ પોસ્ટ આવશે તેમ તેમ મારા વિશે તમે જાતે જ બધું જાણી જશો