બાબાની સીક્રેટ ગુફામાં થતા ગોરખધંધા, સાધ્વીની કેફિયત

Please log in or register to like posts.
News

ચંદીગઢ/પંચકૂલા:

સાધ્વી સાથે બળાત્કારના કેસમાં દોષિત પુરવાર થયેલા રામ રહીમ વિરુદ્ધ પુરાવા એકત્ર કરવા માટે CBIએ 1997થી 2002 વચ્ચે ડેરા છોડીને જતી રહેલી 24 સાધ્વીઓ પૈકી 18ની શોધખોળ આદરી તેમની પૂછપરછ કરી હતી. આ પૈકી ફક્ત બે સાધ્વીઓ જ કોર્ટમાં જવા તૈયાર થઈ હતી. આ બન્નેના લગ્ન થઈ ગયેલા છે તેમજ તેમને બાળકો પણ છે. જ્યારે સીબીઆઈએ આરોપી અવતાર સિંહ, ડેરાના મેનેજર ઈન્દ્રસેન અને મેનેજર કૃષ્ણ લાલનો ચંદીગઢ અને દિલ્હીમાં લાઈ ડિટેક્ટર ટેસ્ટ કર્યો ત્યારે ડેરા પ્રમુખ ગુરમીત રામ રહીમ સાધ્વીઓનું જાતિય શોષણ કરતો હોવાનો ખ્યાલ આવ્યો હતો. બે સાધ્વીઓએ સીબીઆઈને પોતાની આપવિતીમાં જણાવ્યું હતું કે બાબા સીક્રેટ ગુફામાં બોલાવતા હતા અને રેપ કરતા હતા.

જાણો, બાબાની રહસ્યમય ગુફા અને રેપ સંબંધિત કેટલીક ચોંકાવનારી વિગતો…

ત્રણ લિસ્ટ મળ્યા
2002માં એક સાધ્વીએ લખેલા પત્રને આધારે પંજાબ તેમજ હરિયાણા હાઈકોર્ટે સીબીઆઈ્ને તપાસ સોંપી હતી. સીબીઆઈએ ડેરાના મેનેજર ઈન્દ્ર સેન પાસેથી 1999થી 2001 સુધીમાં ડેરામાં રહેલી સાધ્વીઓની યાદી માંગી હતી. 2005માં તેમને ત્રણ લિસ્ટ મળ્યા હતા. પ્રથમ લિસ્ટમાં 53, બીજામાં 80 અને ત્રીજામાં 24 સાધ્વીઓના નામ હતા.

બાબા રોજ હોસ્ટેલની છોકરીઓ બોલાવતા
સાધ્વીનો પત્ર જાહેર થયા બાદ ૨૦ વર્ષ સુધી સેવા કરનાર રણજીત સિંહની હત્યા કરવામાં આવી હતી. રણજીતના સાળા પરમજીત સિંહે સીબીઆઈના સ્પેશ્યલ મેજીસ્ટ્રેટ સમક્ષ નિવેદન નોંધવ્યું હતું. પરમજીતે નિવેદનમાં જણાવ્યું હતું કે રણજીતની બહેન જુલાઈ 1999માં સાધ્વી બની હતી. બાબા રોજ રાત્રે ગર્લ્સ હોસ્ટેલમાંથી એક સાધ્વીને ગુફામાં બોલાવતા હતા. એક દિવસ જ્યાતે તે સંત્રીની ફરજ બજાવતો હતો ત્યારે તેણે જોયું કે સાધ્વીઓને બાબાની ગુફામાં મોકલવામાં આવી રહીહતી. ત્યારબાદ એક સાધ્વી ડેરામાંથી જતી રહી હતી. પીડિત સાધ્વી પણ ડેરામાંથી બહાર નિકળવા માગતી હતી પરંતુ તેના ભાઈની દીકરીઓ ડેરામાં બીએનો અભ્યાસ કરી રહી હોવાથી તે રોકાઈ ગઈ હતી. એપ્રિલ 2001માં તે પોતાના ભાઈ અને તેની દીકરીઓ સાથે ડેરો છોડી જતી રહી હતી.

‘ગુફામાંથી સાધ્વીઓ રડતા રડતા નિકળતી હતી’
27 જુલાઈ 2006માં સીબીઆઈએ કુરુક્ષેત્રની એક સાધ્વીનું નિવેદન નોંધ્યું હતું. તેણે જણાવ્યું હતું કે, ડેરા પ્રમુખે તેના પર રેપ કર્યો હતો. પોતાની પ્રતિષ્ઠા, પતિ દ્વારા તલાક તેમજ ડેરાના પ્રભાવને પગલે તેણે તે સમયે મોઢું ખોલ્યું નહતું.

જ્યારે સીબીઆઈએ ડેરા પ્રબંધક કૃષ્ણ લાલની ધરપકડ કરી તો તેણે પોતાના પરિવાર તેમજ પતિને વિશ્વાસમાં લઈને સત્ય બહાર લાવવાનો નિર્ધાર કર્યો હતો. અન્ય એક પીડિતાએ નિવેદનમાં જણાવ્યું હતું કે, 28-29 ઓગસ્ટ 1999ના રોજ રાત્રે આઠ વાગ્યે મેનેજરે તેને કહ્યું કે બાબા ગુફામાં બોલાવે છે. જ્યારે સંત્રી તરીકે તે ફરજ પર હતી ત્યારે પણ હોસ્ટેલની એક સાધ્વી સાથે બાબાએ રેપ કર્યો હતો. હોસ્ટેલની અન્ય બે સાધ્વીઓને પણ ગુફામાંથી રડતા રડતા નિકળતા તેણે જોઈ હતી. આ સાધ્વીઓ પણ પાછળથી ડેરામાંથી જતી રહી હતી.
રેપ થયાના એક વર્ષ બાદ મેનેજરે તેને બોલાવીને કહ્યું કે, બાબા ગુફામાં બોલાવે છે. જો કે અગાઉની ઘટનાને પગલે તેણે ગુફામાં જવાન ઈનકાર કર્યો હતો. મેનેજરે તેને ધમકાવતા જણાવ્યું હતું કે જો તે માનશે નહીં તો તેને ભૂખ્યા રહેવું પડશે. જેથી તે ફરી ગુફામાં ગઈ હતી અને તેના બીજીવખત રેપ થયો હતો.

‘મારા તેમજ મારી બહેન પરે રેપ થયો હતો’
4 મે 2006માં ફતેહાબાદની પૂર્વ સાધ્વીએ સીબીઆઈમાં નિવેદન નોંધાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે 1998માં ડેરામાં તે સાધ્વી તરીકે જોડાઈ હતી. તે શાહ સતનામ સ્કૂલમાં અભ્યાસ કરતી હતી. તેણે છ માસ બાદ પોતાની બહેનને પણ બોલાવીને સાધ્વી બનાવી દીધી હતી.

બાબાએ તેનું નામ નાઝમ અને બહેનનું નામ તસલીમ રાખ્યું હતું. બાબા ગર્લ્સ હોસ્ટેલ પાસે પોતાની ગુફામાં રહેતો હતો અને ગુફા બહાર તે સાધ્વીઓને સંત્રી તરીકે ફરજ પર રાખતો હતો. સાધ્વીએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, એક રાત્રે તેને 10 વાગ્યે ગુફામાં બોલાવાઈ હતી અને બાબાએ તેના પર બળાત્કાર કર્યો હતો. તે રોતની રોતની ગુફામાંથી નિકળી અને હોસ્ટેલ ગઈ હતી. તે ચૂપ રહી અને કોઈને કંઈજ કહ્યું નહીં. બીજા દિવસે સાધ્વીને તેની બહેને જણાવ્યું કે બાબાએ તેનું પણ જાતિય શોષણ કર્યું હતું.
Source: Navgujarat Samay

Advertisements

Comments

comments