બેંકો અને સરકાર ને કૌભાંડો માં ડૂબેલા પૈસા પાછા મળી …
ભાગેડુ વિજય માલ્યા, નીરવ મોદી અને મેહુલ ચોક્સી ને લગતા એક મોટા સમાચાર છે. હા, અમે તમને જણાવી દઈએ કે આ ત્રણેય ઉદ્યોગપતિઓ પાસેથી કબજે કરવામાં આવેલી 9,371 કરોડ ની સંપત્તિ ઇડી દ્વારા બેંકો ને પરત કરવા માં આવી છે. આ ત્રણેય ભાગેડુ પાસે થી અત્યાર સુધીમાં રૂ. 18,170 કરોડ ની સંપત્તિ જપ્ત કરવા માં આવી છે. નોંધનીય છે કે આ કાર્યવાહી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) દ્વારા લેવા માં આવી છે.
મળતી માહિતી મુજબ આ ત્રણેય ભાગેડુઓ ની સંપત્તિ માંથી તેમની છેતરપિંડી ને કારણે થયેલા નુકસાન ની ભરપાઇ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આવી સ્થિતિ માં હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે ઇડી એ બેંકો ને થયેલા નુકસાન ના આશરે 80 ટકા જેટલી સંપત્તિ જોડી દીધી છે. સીબીઆઈ એફઆઈઆર મુજબ, ઇડી એ તાત્કાલિક કાર્યવાહી કરી અને દેશ-વિદેશ માં થયેલા વ્યવહારો અને વિદેશ માં સંપત્તિઓ શોધી કાઢી. જે બાદ આ કાર્યવાહી કરવા માં આવી છે.
આવી સ્થિતિમાં, આ કાર્યવાહી ક્યાંક વિપક્ષ ને યોગ્ય જવાબ છે જે મોદી સરકાર પર ફરાર લોકો ની તરફેણ માં ઉભા હોવાનો આરોપ લગાવતા હતા. સરકાર અને તેની હેઠળ કામ કરતી એજન્સીઓ ના કારણે જ ઇડી એ આ ત્રણ ભાગેડુ ઉદ્યોગપતિઓ પાસેથી આટલી મોટી રકમ કબજે કરી તેને બેંક અને ભારત સરકાર ને પરત કરી દીધી છે.
ઇડી એ બુધવારે ટ્વીટ કરી ને આ માહિતી આપી છે. નાણાકીય તપાસ એજન્સી એ જણાવ્યું હતું કે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે PMLA હેઠળ વિજય માલ્યા, નીરવ મોદી અને મેહુલ ચોક્સી ની બાબત માં માત્ર 18,170.02 કરોડની સંપત્તિ જ જોડી નથી, પરંતુ ઇડી એ એવી પણ માહિતી આપી હતી કે બેંકો પાસે થી 18,170.02 કરોડ ની સંપત્તિ જપ્ત કરવા માં આવી હતી. તે કુલ નુકસાન ના 80.45 ટકા છે. તેમ જ, એજન્સી એ જણાવ્યું હતું કે 9,371.17 કરોડ રૂપિયા ની જોડાયેલ / જપ્ત કરાયેલ સંપત્તિ નો એક ભાગ પીએસબી અને કેન્દ્ર સરકાર ને પણ ટ્રાન્સફર કરવા માં આવ્યો છે.
ED not only attached/ seized assets worth of Rs. 18,170.02 crore (80.45% of total loss to banks) in case of Vijay Mallya, Nirav Modi and Mehul Choksi under the PMLA but also transferred a part of attached/ seized assets of Rs. 9371.17 Crore to the PSBs and
Central Government.— ED (@dir_ed) June 23, 2021
રિપોર્ટ અનુસાર વિજય માલ્યા, નીરવ મોદી અને મેહુલ ચોક્સી એ મળી ને ભારતીય સરકારી બેંકો ને 22,585 કરોડ રૂપિયા ની ઠગાઈ કરી હતી. જેમાંથી આ ત્રણેય ની 18,170 કરોડ રૂપિયા ની સંપત્તિ ઇડી દ્વારા જપ્ત કરવા માં આવી છે. આ કુલ નુકસાન ના 80.45 ટકા છે.
ઇડીએ કહ્યું કે વિજય માલ્યા અને પંજાબ નેશનલ બેંક ના છેતરપિંડી ના કેસ માં બેંકો ની 40૦ ટકા રકમ પીએમએલએ હેઠળ જપ્ત કરાયેલા શેર ના વેચાણ દ્વારા વસૂલ કરવા માં આવી છે.
જામીન પર વિજય માલ્યા જેલની બહાર
કિંગફિશર એરલાઇન્સ ના માલિક વિજય માલ્યા સામે યુકે થી ભારત પ્રત્યાર્પણ માટે કોર્ટ કેસ ચાલી રહ્યા છે. હાલ તે જામીન પર જેલ ની બહાર છે. 2019 માં, યુકે ના તત્કાલીન ગૃહ સચિવ દ્વારા તેમના પ્રત્યાર્પણ ને મંજૂરી આપવા માં આવી હતી. ભારતીય તપાસ એજન્સી ઈડી અને સીબીઆઈ દ્વારા કેસ ની તપાસ દરમિયાન માલ્યા 2 માર્ચ, 2016 ના રોજ ભારત છોડ્યો હતો. જે બાદ બેંકો એ આરોપીઓ સામે ડેટ રિકવરી ટ્રિબ્યુનલ્સ ખસેડ્યા હતા. માલ્યા ને જાન્યુઆરી 2019 માં ભાગેડુ અને આર્થિક ગુનેગાર જાહેર કરાયો હતો.
મેહુલ ચોક્સી અને નીરવ મોદી જેલમાં છે…
પંજાબ નેશનલ બેંક માંથી 13,500 કરોડ રૂપિયા ની લોન લેવા માં છેતરપિંડી ના આરોપી મેહુલ ચોક્સી અને નીરવ મોદી જાન્યુઆરી 2018 માં ભારત થી ફરાર છે. ચોક્સી હાલ માં ડોમિનિકાની જેલ માં છે, જ્યારે નીરવ મોદી યુકે ની જેલ માં બંધ છે. એકંદરે, ભારત સરકાર તેમજ દેશ માટે એક સારા અને રાહત સમાચાર છે કે આ ત્રણેય ભાગેડુ ઉદ્યોગપતિઓ પાસેથી મોટી રકમ વસૂલવામાં આવી રહી છે. તેની પ્રત્યાર્પણ ની ચર્ચા ચાલી રહી છે. આ ત્રણેય ભાગેડુ ઉદ્યોગપતિઓ પાસેથી પૈસા ની વસૂલાત અંગે નાણાં પ્રધાન નિર્મલા સીતારામણે ટિ્વટ કર્યું છે કે, “ભાગેડુઓ અને આર્થિક અપરાધીઓ ના કેસો પર સક્રિયપણે કાર્યરત છે. તેમની મિલકતો જપ્ત કરી લેવામાં આવી છે અને બાકી રકમ વસૂલ કરવા માં આવી છે. સરકારી બેંકો ને તેમના શેર ના વેચાણથી 1,357 કરોડ રૂપિયાની આવક થઈ ચૂકી છે. અત્યાર સુધીમાં આવી જપ્ત થયેલી સંપત્તિમાંથી બેંકો ને કુલ 9,041.5 કરોડ રૂપિયા મળ્યા છે.
Fugitives & economic offenders will be actively pursued; their properties attached & dues recovered.#PSBs have already recovered ₹1357 Cr by selling such shares.
A total of ₹9041.5 Cr shall be realised by banks through sale of such attached assets.https://t.co/e6F7n8drdl https://t.co/Jw96WlfjHX— Nirmala Sitharaman (@nsitharaman) June 23, 2021