મહાત્મા ગાંધીજીના જીવનના અગિયાર મંત્રો

Please log in or register to like posts.
News

ગાંધીજી વિશે તમે જેટલુ જાણો એટલુ ઓછુ છે. મહાત્મા ગાંધીજી આટલા મહાન હોવા છતા આટલા સંયમી કેવી રીતે હતા, તેમને પોતાનું જીવન સાદગીથી કેવી રીતે વીતાવ્યુ, આવા અનેક પ્રશ્નો તમારા મનમાં થતા હશે. ગાંધીજીના આદર્શ જીવનનું રહસ્ય તેમને પોતાના જીવનમાં અપનાવેલ 11 મંત્રોમાં છુપાયેલુ છે. જે માનવી જીવનમાં આ મંત્રો અપનાવી શકે છે તે એક સફળ માનવી બની શકે છે.
મહાત્મા ગાંધીજીના જીવનના અગિયાર મંત્રો

સત્ય : હંમેશા સત્ય વાણી-વર્તન રાખવું.

અહિંસા : કોઈને જરા પણ દુઃખ ન આપવું.

ચોરી ન કરવી : કોઈ કામ જૂઠુ ન કરવું.

અપરિગ્રહ : વગર જોઈતું સંઘરવું નહીં.

બ્રહ્મચર્ય : મર્યાદાઓ-સિદ્ધાંતો પાળી માનસિક બ્રહ્મચર્ય પાળવું.

સ્વાવલંબન : પોતાનાં બધાં કામ જાતે કરવા, શ્રમનિષ્ઠ બનવું.

અસ્પૃશ્યતા : જ્ઞાતિ-જાતિના, માણસ માણસ વચ્ચેના ભેદભાવમાં માનવું નહીં.

અભય : નીડર રહેવું, નીડર બનવું.

સ્વદેશી : દેશમાં બનતી વસ્તુઓ વાપરવી.

સ્વાર્થ ત્યાગ : કોઈ કામ કે સેવા પોતાના અંગત સ્વાર્થ માટે ન કરવી. સ્વાર્થ છોડીને જ જીવવું.

સર્વધર્મ સમાનતા : જગતના બધા જ ધર્મો સમાન ગણવા અને બધા જ ધર્મને સન્માન આપવું

Advertisements

Comments

comments