નિક પહેલા આ વિદેશી એક્ટરે માંગ્યો હતો પ્રિયંકાનો હાથ, દર અડધા કલાકે પ્રપોઝ કરતો હતો…

દોસ્તો પ્રિયંકા ચોપરા અત્યારે ગ્લોબલ સ્ટાર છે. તેની ફેન ફોલોઈંગ ઘણી લાંબી છે. દેશમાં તો વિદેશમાં પણ તેના ચાહકો ઓછા નથી. પ્રિયંકા હવે પરિણીત છે અને એક બાળકની માતા પણ બની છે, પરંતુ નિક પહેલા એક અન્ય વિદેશી સ્ટાર પણ હતો, જે પ્રિયંકાના પ્રેમમાં હતો. વળી આ અભિનેતાએ ખુલ્લેઆમ પોતાનો પ્રેમ પણ વ્યક્ત કર્યો હતો.

‘ટાઈમ્સ ઓફ ઈન્ડિયા’ અનુસાર હોલીવુડ એક્ટર ગેરાર્ડ બટલર દર અડધા કલાકે પ્રિયંકા ચોપરાને પ્રપોઝ કરતો હતો. દર અડધા કલાકે તે ઘૂંટણિયે પડીને પીસીને પૂછતો, ‘તમે મારી સાથે લગ્ન કરશો?’. સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રિયંકા ગેરાર્ડના પ્રસ્તાવ પર હસતી હતી. તે મજાક જેવું બની ગયું હતું. ગેરાર્ડ વર્ષ 2009માં ભારત આવ્યો હતો. આ દરમિયાન પ્રિયંકા ચોપરાએ તેમના માટે શાનદાર પાર્ટી પણ રાખી હતી. આ પાર્ટીમાં પણ ગેરાર્ડે પ્રિયંકા ચોપરાને પ્રપોઝ કર્યું હતું.

2012માં IANS સાથેની વાતચીતમાં ગેરાર્ડ બટલરે કહ્યું હતું કે, ‘હું સિંગલ છું અને પ્રિયંકાની રાહ જોઈ રહ્યો છું. હું માલિબુમાં રહું છું અને તે પાર્ટીમાં હાજરી આપવા માટે માલિબુ આવી હતી પરંતુ હું મળી શક્યો નહીં. હું વિચારી રહ્યો હતો કે શું મારે પ્લેન ચૂકી જવું જોઈએ કારણ કે હું તેને મળવા માંગતો હતો. પરંતુ હું તેને શોધી શક્યો નહીં. તમને જણાવી દઈએ કે, ગેરાર્ડ બટલર એક પ્રખ્યાત હોલીવુડ અભિનેતા છે. ગેરાર્ડે વર્ષ 2005માં ‘ધ ફેન્ટમ ઓફ ધ ઓપ્રા’, ‘ધ બાઉન્ટી હન્ટર’, ‘પીએસ આઈ લવ યુ’ અને ‘ગોડ ઓફ ઈજિપ્ત’માં કામ કર્યું છે.

પ્રિયંકા ચોપરા અને નિક જોનાસે ડિસેમ્બર 2018 ના રોજ રાજસ્થાનના જોધપુરમાં લગ્ન કર્યા હતા. તેઓ બંનેએ ઉમેદ ભવન પેલેસમાં હિન્દુ અને ક્રિશ્ચિયન રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા હતા. વળી તેમના બંનેના લગ્નની ખૂબ જ ચર્ચા થઈ હતી જેમાં દેશ-વિદેશના તેમના સંબંધીઓ અને મિત્રોએ હાજરી આપી હતી.