ભીખો ગુજરાતી vs બ્લુ વ્હેલ

Please log in or register to like posts.
News

રશિયાના Capital city Moscow ની એક ઉંચી બિલ્ડીંગ નીચે એક અજાણ્યા યુવાનની ડેડ-બોડી મળી આવી. પોલીસે આત્મહત્યા, હત્યા અથવા અકસ્માત એમ ત્રણ પ્રાથમિક તારણો પર તપાસ ચાલુ કરી. અને આ સનસનીખેજ ઘટનાનું વાંકુચુકું કનેક્શન આપણા ગુજરાતના સૌરાષ્ટ્રના એક અંતરિયાળ ગામડા સુધી હતું.
***********

ધટનાના 49 દિવસ પહેલા… 15 જુન 2017

(ભીખો ફોનમાં બ્લુ વ્હેલ ગેમ ઈનસ્ટોલ કરીને રમવાની તૈયારી કરે છે.)

ભીખો – આઈ વોન્ટ ટુ પ્લે અ ગેમ.

એડમિન – આર યુ શ્યોર??? પછી તમે ગેમ છોડીને જઈ નહીં શકો.

ભીખો – કાંય વાંધો નય. આમેય હાવ નવરા ગામના ઓટલા ભાંગવી એના કરતા તમારી હારે માથાકૂટ કરવામાં ટાણું જાય ઈ હારુ.

એડમિન – ઈટ્સ ઓકે. હું તમને રોજ એક ટાસ્ક આપીશ. તમારે તે પુરો કરીને મને ફોટોગ્રાફસ મોકલવાના રહેશે. અને છેલ્લા ટાસ્કમાં તમારે મરવું પણ પડી શકે છેં

ભીખો – કાંય વાંધો નય. તમતમારે જે કેવુ હોય કેજો…તમે ચીંધેલુ કામ આ ભીખો ભાયડો પુરુ નો કરે તો ફટ્ કેજો. પણ મારીય એક શરત છે.

એડમિન : હું તમારી કોઈ શરત પુરી કરવા બંધાયેલ નથી.

ભીખો : તો માય જાવ. તમારી ગેમ ઉપર કાંઈ ભુંગળા નથી ભાંગ્યા. અમે તો તીન પત્તી રમીનેય ટાઈમપાસ કરી લેશુ. તમને મારા જેવો પ્લેયર નય મળે પછી..

એડમિન – ઓહ..નો. સારુ ચાલો તમારી શરત જણાવો.

ભીખો : હં.. હવે બરાબર. તો હાંભળો, હું તમારી બધી ટાસ્ક પુરી કરીસ .પણ છેલ્લે તમારે પણ મારી એક નાનકડી ટાસ્ક પુરી કરવી પડશે.

એડમિન : ઓકે. આઈ એગ્રી.

ભીખો : (મનમાં હરખાતો) તયે કરો કંકુના. ધરમના કામમાં ઢીલ શેની??

એડમિન: ઓકે. બટ તમે અધવચ્ચેથી ગેમ છોડીને જશો તો તમારો ફોન હું હેક કરીને તમને તથા તમારા પરિવારને નુકશાન પહોંચાડીશ.

ભીખો (મનમાં) : (અમારી હાત હાત પેઢીયું હુધી કોઈ ભડનો દિકરો અમને હાથ નથી અડાડી હક્યો. ને તું ન્યાં બેઠો ભેઠો હવા ઠોકે સો…તારાથી થાય ઈ તોડી લેજે જા.)

ભીખો – કાંઈ વાંધો નય સાયબ. તમતમારે મોજમાં રયો. વા ફરે વાદળ ફરે પણ આ ભોજાભાભાનો ભીખો નો ફરે.

એડમિન : ગુડ. તો આપણે ગેમ શરૂ કરીએ??

ભીખો : ઠોકો તમતમારે. જે ટાસ્ક ચીંધવો હોય એ ચીંધો.

દિવસ – 1
એડમિન : આર યુ રેડી ફોર યોર ફર્સ્ટ ટાસ્ક??

ભીખો : હા બાપા, જટ ક્યોને પછી વાડીયે ભેંહને નીણ કરવા જાવુ છે.

એડમિન : ઓકે. તો તમારા હાથમાં બ્લેડ કે ટાંચણીથી f57 કોતરો. અને મને ફોટોગ્રાફસ મોકલો.

ભીખો : (એની માને..! ભાયરે કરી.)
ભીખો : પણ સાયબ મારી પણ એક સરત છે કે તમારું આ f57 હું અમારી ભાષામાં લખાવીશ.
એડમિન – નો પ્રોબ્લેમ.

પછી તો ભીખાએ છુંદણા વાળા પાહે એક ભાઈ ઓમ ચિતરાવતા હતા ન્યાં મોઢુ પોતાનું ને હાથ પેલા ભાઈનો દેખાય એમ વિડીયો ઊતારી એડમિન ને મોકલ્યો.

એડમિન : વ્હોટ ઈઝ ધીસ???… આ શું દોર્યુ તમે??

ભીખો : સાયબ..તમારા f57ને અમારી ગુજરાતીમાં ‘ઓમ’ લખાય.

એડમિન : ઈટ્સ ઓકે. યોર ફર્સ્ટ ટાસ્ક ઈઝ કમ્પલીટેડ. સી યુ ટુમોરો અર્લી મોર્નિંગ at 4:00 am.

દિવસ : 2
એડમિન : ગુડ મોર્નિંગ ભીખા. ઈટ્સ અ ટાઈમ ટુ યોર સેકન્ડ ટાસ્ક.

ભીખો : અરે તારી બેનને હરિભાઈ લઈ જાય. હુવાય નથી દેતો હાહરો. બોલ હું કરવાનું સે આજ?? .

એડમિન : તમારી નજીકમાં પસાર થતા રેલ્વે ટ્રેક પર જાઓ અને ત્યાં થોડી વાર બેસો.

ભીખો : એની માંને!!! આ તો ધોડવુ તુ ને ઢાળ મયળો. ન્યાં તો રોજ હવારે બેહવા જાવ સુ હું. આજ તમને ફોટા મોકલવાના એટલો ફેર.

ભીખો ડબલું ભરીને ઉપડ્યો રેલના પાટે. નિંરાતે હળવો થઈ પોતાની બાયપ્રોડક્ટ સહિતના ફોટા પાડી એડમિન ને મોકલ્યાં.

એડમિન : વ્હોટ ઈઝ ધીસ હેલ.

ભીખો : ઈ તમારે નઈ જોવાનુ. રેલના પાટે જઈ હું ગમે ઈ કરુ. તમારો ટાસ્ક પુરો ને??…ગોદડું ઓઢીન હુઈ જા હવે. જે શ્રી ક્રિષ્ના.

દિવસ 3 :
એડમિન : મેં તમને દુનિયાનુ સૌથી હોરર ઓડિયો સેન્ડ કર્યો છે… તે સતત એક કલાક સુધી હેડફોન લગાવી સાંભળો અને મારી સાથે લાઈવ રહો.

ભીખાએ તો ઓડિયો ડાઉનલોડ કરીને હેનડસ્ફ્રી લગાવીને ફુલ વોલ્યુમ કરીને સતત કલાક સુધી દુનિયાનો સૌથી હોરર ઓડિયો સાંભળ્યો. પણ મોઢાની એક રેખા પણ ન બદલાણી.

એડમિન (Shocked) : ઈટસ ઈમ્પોસીબલ. આટલા હોરર ઓડિયોને એક કલાક સુધી હસતા હસતા કેવી રીતે સાંભળી શકે કોઈ??.

ભીખો : ઈ તમારે જોવાનું. હું લાઈવ હતો ને!. તમે જોયું ને મેં સાંભળ્યું એ. બસ તો. હાયલા જ આવો સો તે.

એડમિન : (ડિપ્રેશનમાં) ઈટ્સ ઓકે મેન. યોર ટાસ્ક ઈઝ કમ્પલીટેડ. સી યુ ટુમોરો વિથ ન્યુ ટાસ્ક.

(નોંધ – ઉપરોક્ત ટાસ્કમાં ભીખાએ હોરર મ્યુઝિક ચાલુ કર્યું, વોલ્યુમ પણ ફુલ કર્યું પણ હેનડસ્ફ્રી બગડેલા લગાવ્યા હતા.)

દિવસ – 4
એડમિન : આજે તમારે આખો દિવસ ભુખ્યા રહેવુ.

ભીખો : આ ટાસ્ક કાલ આપજો ને સાયબ.

એડમિન : વ્હાય??

ભીખો : કાલ શ્રાવણનો સોમવાર છે. અમારે ભારતમાં શ્રાવણના સોમવારે ભુખ્યા રેવાથી પુન મળે. એટલે કાલ આમેય ભુયખુ રેવુ જ છે તો કાલ આપજો આ ટાસ્ક. આજ કાયક બીજો આપો.
એડમિન (ગુસ્સામાં) : Ok, then go and kiss your neighbour’s wife. તમારી પડોશણને જઈને કીસ કરો. અને મને ફોટોગ્રાફસ મોકલો.

ભીખો : એની માને..! આવા જ ટાસ્ક અપાય. ટાસ્ક નો ટાસ્ક ને મજાનો મજો.

(પછી પોતાની વાઈફને પરિસ્થિતિ સમજાવી પડોશીના ઘરે મોકલી અને એડમિન જોડે લાઈવ થઈ પોતાની જ બૈરીને પડોશણ બનાવી કીસ કરી. )

એડમિન તો જોતો જ રહી ગ્યો. ઈન્ડિયામાં આટલું બધુ ફોરવર્ડ વાતાવરણ જોઈ એને હાર્ટએટેક આવતા આવતા રહી ગ્યો.

બીજે દિવસે શ્રાવણનો સોમવાર રહી એક કાંકરે બે પક્ષી મારવા વાળી કરી.
*********
આવી રીતે જેમ જેમ દિવસો જતા ગયા એમ ભુરો કાંઇકને કાંઈક જુગાડ કરી ટાસ્ક પુરા કરતો ગ્યો અને એડમિન દિવસે ને દિવસે ડિપ્રેશનમાં આવતો ગ્યો.
********
હવે છેલ્લા બે ટાસ્ક બાકી હતા.

દિવસ 49 11th August 2017
એડમિન : આવતી કાલે તમારો અંતિમ દિવસ છે એટલે તમારે તમારે એ ચેલેન્જને એક્સેપ્ટ કરવાની છે. આ આજનો તમારો ટાસ્ક છે.

ભીખો : ઓકે. હું આ ચેલેન્જ રાજીખુશીથી સ્વીકારુ છુ.

(કોઈને પોતાની ડેથ ચેલેન્જ આમ હસતા હસતા એક્સેપ્ટ કરતા જોઈ એડમિનના ડિપ્રેશન લેવલમાં પાછો વધારો થયો જે છેલ્લા 50 દિવસથી થોડો થોડો થઈ રહ્યો હતો.)

ભીખો : મારી અંતિમ ઈચ્છા પુરી કરવામાં આવશે??
એડમિન : બિલકુલ.
ભીખો : મારી અંતિમ ઈચ્છા એ છે કે તમે આજે રાત્રે તમારી બન્ને બગલમાં બે , ધુંટણની નીચે બે અને ઓશિકા નીચે 5 ડુંગળી રાખીને સુવો.

એડમિન(લાલચોળ) :વ્હોટ ઈઝ ધીસ insanity?
ભીખો : મારી અંતિમ ઈચ્છા છે સાયબ અને મારી શરત પ્રમાણે આ મારા તરફથી તમને અપાયેલી નાનકડી ટાસ્ક સમજીને પણ કરી શકો.

એડમિન (ફુલ ડિપ્રેશન) : ઓકે. આઈ વિલ. બટ ટુમોરો બી રેડી ફોર ડાય.

ભીખો(મૂછમાં મલકતો) : મલીયે કાલે તો. જે શ્રી ક્રિષ્ના.

********
12th August 2017
આ બાજુ પેલી બોડીના પોસ્ટમોર્ટમ બાદ ખુલાસો થયો કે મરનાર વ્યક્તિનું મોતનુ કારણ આત્મહત્યા છે.pm રીપોર્ટ અનુસાર મરનાર વ્યક્તિ છેલ્લા પચાસેક દિવસથી ડિપ્રેશનનો ભોગ બનતો આવ્યો હતો. શરીરના અમુક ભાગમાંથી ડુંગળીના અવશેષો મળી આવ્યા છે જેના કારણે તેને ગઈ રાતથી હાઈ ફીવર હતો. અને આ હાઈ ફીવરથી તેનું ડિપ્રેશન લેવલ લિમિટ ક્રોસ કરી જતા તેણે છત પરથી છલાંગ લગાવી આત્મહત્યા કરી હોવાના રીપોર્ટ આવ્યા.

રશિયાન પોલીસ પેલાનાં ડિપ્રેશનનું કારણ ગોતતી ફરે છે ને ભીખો ભારતનાં ગુજરાતનાં સૌરાષ્ટ્રના અંતરિયાળ ગામમાં ચોરે બેઠો બેઠો મોબાઇલમાં તીનપત્તી રમે છે.
ભારત સરકાર ભીખાને બ્લુ વહેલ ગેમનાં 50 ટાસ્ક પુરા કરીને જીવીત રહેનાર વિશ્વના એકમાત્ર વ્યક્તિ તરીકે ‘ભારત રત્ન’ આપવાનું વિચારે છે.

મોરલ : લોકોને સ્યુસાઇડ કરવા મજબૂર કરતી ગેમના એડમિનને સ્યુસાઇડ કરાવે એ ગુજરાતી.

Comments

comments