એક્ટ્રેસ ની બાળપણ ની તસવીર સોશિયલ મીડિયા પર ઘણી પસંદ કરવામાં આવી રહી છે, જેમાં તેની ક્યૂટનેસ જોઈને લોકો તેના દીવાના થઈ રહ્યા છે. ખાસ વાત એ છે કે આ અભિનેત્રી ના લટકા ઝટકા, તેની સુંદરતા અને અભિનય એ ભોજપુરી સુપરસ્ટાર અને બીજેપી સાંસદ નિરહુઆ ને પણ દિવાના બનાવી દીધા છે.
તમે કદાચ સમજી જ ગયા હશો કે આ તસવીર કઈ અભિનેત્રીની છે અને જો તમે હજી પણ તેને ઓળખતા ન હોવ તો પણ વાંધો નથી. ચાલો જાણીએ કોણ છે આ છોકરી જે હવે ફેમસ એક્ટ્રેસ બની ગઈ છે. તસવીરમાં દેખાતી છોકરી આમ્રપાલી દુબે છે, જે ભોજપુરી સિનેમાની લોકપ્રિય અભિનેત્રી છે.
આમ્રપાલી હવે જેટલી હોટ અને બોલ્ડ લાગે છે, તે બાળપણ માં એટલી જ ક્યૂટ લાગતી હતી. તેની બાળપણ ની તસવીર જોયા બાદ આ વાત ને નકારી શકાય તેમ નથી. મોટા પડદા પર નિરહુઆ અને આમ્રપાલી ની જોડી ને દર્શકો એ ખૂબ વખાણી છે. બંને એ દોઢ ડઝન થી વધુ ફિલ્મો માં સાથે કામ કર્યું છે.
નોંધનીય છે કે ભોજપુરી સિનેમા માં આમ્રપાલી ને ‘ભોજપુરી ક્વીન’ કહેવામાં આવે છે. અભિનેત્રી ની બાળપણ ની તસ્વીર પર તેના ચાહકો ઘણો પ્રેમ લૂંટાવી રહ્યા છે. આ તસવીર અભિનેત્રી ના જન્મદિવસ ની છે. અભિનેત્રી ના એક હાથ માં બલૂન અને એક હાથમાં છરી છે. તે જ સમયે, આમ્રપાલી ની સામે એક કેક પણ જોવા મળે છે.
તમને માહિતી માટે જણાવી દઈએ કે આમ્રપાલી ની ગણતરી ભોજપુરી સિનેમાની સફળ અને શ્રેષ્ઠ અભિનેત્રીઓ માં થાય છે. આમ્રપાલી એ ઘણા કલાકારો સાથે કામ કર્યું છે, જોકે દર્શકોએ સુપરસ્ટાર નિરહુઆ સાથે ની તેની જોડીને સૌથી વધુ પસંદ કરી છે. બંનેએ ઘણી ફિલ્મોમાં સાથે સ્ક્રીન શેર કરી છે. આમ્રપાલી અને નિરહુઆ ની જોડી ને દર્શકો ઘણું પસંદ કરે છે.
મોટા પડદા ની સાથે સાથે આમ્રપાલી એ નાના પડદા પર પણ પોતાની અભિનય કૌશલ્ય ફેલાવી છે. 11 જાન્યુઆરી 1987 ના રોજ ઉત્તર પ્રદેશ ના ગોરખપુર માં જન્મેલી 35 વર્ષ ની આમ્રપાલી દુબે ટીવી શો પલકો કી છાવ થી ઘર-ઘર લોકપ્રિય બની હતી. તેણે આ સિરિયલ માં સુમન નું પાત્ર ભજવ્યું હતું.
‘પલકોં કી છાંવ’ સિવાય આમ્રપાલી એ નાના પડદા પર zee TV ની સીરિયલ સાત ફેરે અને મૈકા માં પણ કામ કર્યું છે. ટીવી ઈન્ડસ્ટ્રી માં સફળતા પ્રાપ્ત કર્યા પછી તેણે ફિલ્મી દુનિયા માં પગ મૂક્યો.
આમ્રપાલી નું ફિલ્મી કરિયર વર્ષ 2014 માં શરૂ થયું હતું. તેણે ભોજપુરી ફિલ્મ ઈન્ડસ્ટ્રી માં કામ કરવાનું શરૂ કર્યું અને ટૂંક સમય માં જ તે ભોજપુરી ઈન્ડસ્ટ્રી નું મોટું નામ બની ગઈ. તેમને આજે કોઈ ઓળખ ની જરૂર નથી.