ભૂષણ કુમાર, જેમને આજે લગભગ દરેક જણ જાણતા હશે, તે ટી સીરિઝ ના માલિક બની ગયા છે અને તેમના પિતા ગુલશન કુમાર ના વારસા ને પણ સારી રીતે સંભાળી રહ્યા છે. તેની પત્ની ની સુંદરતા ની ચર્ચા હંમેશા દરેક જગ્યા એ થતી રહે છે, પરંતુ તમે ભૂષણ કુમાર ની બહેન વિશે જાણો છો, જી હા, જે દેખાવ માં ખૂબ જ સુંદર છે.
તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે ભૂષણ કુમાર ની બે બહેનો છે, એકનું નામ તુલસી કુમાર અને બીજી નું નામ રામ ખુશાલી કુમાર છે. તુલસી કુમાર જેને આજે કોઈ ઓળખ ની જરૂર નથી કારણ કે તે બોલિવૂડ ની ટોચ ની ગાયિકાઓ માંની એક ગણાય છે. આજે આ લેખ માં અમે તમને ભૂષણ કુમાર ની બીજી બહેન ખુશાલી કુમાર વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
ખુશાલી કુમાર ઘણીવાર આ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિંગ કરતી જોવા મળે છે. જો તેના ફેન ફોલોઈંગ ની વાત કરીએ તો સોશિયલ મીડિયા પર તેની ફેન ફોલોઈંગ ઘણી સારી છે. તે દરરોજ પોતાની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી જોવા મળે છે. ક્યારેક ટ્રેડિશનલ લુક માં તો ક્યારેક વેસ્ટર્ન લુક માં લોકો ને તમામ તસવીરો ખૂબ જ પસંદ આવે છે.
View this post on Instagram
તમને એ પણ જણાવી દઈએ કે ખુશાલી કુમારે ઘણા મ્યુઝિક વીડિયો માં એક્ટ્રેસ તરીકે કામ કર્યું છે પરંતુ અત્યાર સુધી તેણે બોલિવૂડ માં એક પણ ફિલ્મ કરી નથી, પરંતુ તે જલ્દી જ બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. ધોકા રાઉન્ડ ઈ કોર્નર ફિલ્મ થી તે બોલીવુડ માં અભિનય ની શરૂઆત કરવા જઈ રહી છે.
આ ફિલ્મ 23 સપ્ટેમ્બર 2022 ના રોજ સિનેમાઘરો માં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મ માં બોલિવૂડ ના ફેમસ એક્ટર આર માધવન, અપારશક્તિ ખુરાના અને ફેમસ સિંગર દર્શન રાવલ પણ લીડ રોલ માં જોવા મળવાના છે.