આજથી શરૂ થશે બિગ બોસ-11, પોપ આર્ટ થીમ પર બનાવાયું છે હાઉસ

Please log in or register to like posts.
News

પોપ્યુલર રિયાલિટી શો બિગ બોસ-11, 1લી ઓક્ટોબરથી રાત્રે 9 વાગ્યાથી શરૂ થશે. આ સીઝનમાં શોની થીમ જ નહીં પરંતુ હોમ ડેકોર પણ બદલવામાં આવ્યું છે. દર વખતની જેમ આ વખતે પણ 19 હજાર 500 ચોરસ ફુટમાં ફેલાયેલાં આ ઘરનું ઈન્ટીરિયર, ઓડિયન્સ કંઈક અલગ જોવા મળશે જેને આર્ટ ડાટરેકટર ઓમંગ કુમારે તેમની પત્ની વનીતા સાથે તૈયાર કર્યુ છે. Divyabhaskar.com દ્વારા આ ઘરની ખુબીઓ જાણવા અંગે ઓમંગ કુમાર સાથે વાત કરી હતી

200 લોકોને આપ્યું 55 દિવસ સુધીનું કામ

 • 19,500 ચોરસ ફુટમાંથી 4, 500 ચોરસ ફુટમાં ગાર્ડન બનાવવામાં આવ્યું, જ્યારે કે અન્ય વિસ્તારમાં ઘરના ઇન્ટીરિયર માટે ઉપયોગ કરવામાં આવ્યો છે.
 • આ ઘરને બનાવવા માટે 200 લોકોએ લગભગ 55 દિવસ સુધી કામ કર્યુ છે.
 • હાઉસમેટ્સ પર નજર રાખવા માટે ઘરમાં 90 કેમેરા લગાવવામાં આવ્યાં છે.

પોપ આર્ટ થીમ પર ઘર

 • બિગ બોસ-11માં ઘરના ઈન્ટીરિયરને લઈને અમારી વાત ઓમંગ કુમાર સાથે થઈ. તેમણે કહ્યું કે,

“આ વખતે ઘરની ડિઝાઈન પોપ આર્ટ થીમ પર તૈયાર કરવામાં આવી છે. કલરફુલ સ્પેસમાં શોના કન્ટેસ્ટન્ટ રહેશે. આ થીમમાં માત્ર કલર્સ જ કલર્સ નજરે પડશે.”

 • ઓમંગ કુમારે આગળ જણાવ્યું કે,

“અમને આ અંગેનો આઈડિયા કોમિક બુકથી આવ્યો હતો. ઘરના એક ખૂણે કેટલાંક પેન્ટિંગ્સ કરી વાઈબ્રન્ટ કલર કરવામાં આવ્યો છે. આ વખતે શોમાં પડોસી થીમ રાખવામાં આવી છે અને મને બ્રીફ કરવામાં આવ્યું હતું કે આ વાતને ધ્યાનમાં રાખીને શોનું ઈન્ટીરિયર તૈયાર કરવામાં આવે. અમે સેટમાં થોડા ફેરફારો કર્યા છે, જે ઘણાં જ એટ્રેક્ટિવ છે.”

મેકર્સે કહ્યું હતું ‘સરબજીત’ જેલ બનાવવાનું

 • ગત કેટલીક સીઝનની જેમ આ વખતે પણ ઘરમાં પૂલ, જિમ અને જકૂઝી હશે. જો કે તેમાં થોડાં ઘણાં ફેરફારો કરવામાં આવ્યાં છે.
 • ઓમંગ કુમારે જણાવ્યું કે, “મેકર્સે મને સરબજીત જેલ બનાવવા માટે કહ્યું હતું. અને તેથી મેં અંડરગ્રાઉન્ડ જેલ ક્રિએટ કરવાનું નક્કી કર્યું, જેમાં કન્ટેસ્ટન્ટને અસુવિધા અને બેચેની થાય.”
 • આ વર્ષે પણ શોમાં એક છત નીચે કોમન મેન અને સેલેબ્રિટીઝ 100થી વધુ દિવસો માટે રહેશે.

શું રૂમમાં કોઈ સીક્રેટ રૂમ પણ છે?

 • કથીત રીતે ઘરની અંદર એક બ્લેક એન્ડ વ્હાઈટ રૂમ પણ બનાવવામાં આવ્યો છે, જ્યા શોથી બહાર કરવામાં આવેલા કન્ટસ્ટંટને રાખવામાં આવશે.
 • સીક્રેટ રૂમમાં રહેનારા કન્ટેસ્ટન્ટને પાડોશી કહેવામાં આવશે.
 • જ્યારે આ અંગે ઓમંગ કુમારને સવાલ કરવામાં આવ્યો તો તેઓએ વાત ટાળતાં કહ્યું કે, “આ વાતને સીક્રેટ જ રહેવો દો.”

બિગ બોસના બેડરૂમમાં આ વખતે બ્લેક એન્ડ રેડ કલર્સનો ઉપયોગ કર્યો છે

મેન એન્ટ્રેસમાં બિગ બોસના ઘરનો કંઈક આવો નજારો જોવા મળશે

બિગ બોસના ઘરનો સ્ટોર રૂમ

બિગ બોસ-11નું રસોડું

આ વખતે જેલની થીમ સરબજીત સેલ રાખવામાં આવી છે

ડાઈનિંગ એરિયા, આ વખતે ડાઈનિંગ ટેબલ રાઉન્ડ રાખવામાં આવ્યું છે

કન્ફેશન ચેરને કારની સીટનો લુક અપાયો છે

વોશરૂમની બહારનો વિસ્તાર

ગાર્ડન એરિયામાં સોફા લગાડવામાં આવ્યા છે

ઘરના એક ખૂણામાં લગાવેલો સોફો, જેને ટેલિફોન બૂથની જેમ લગાવવામાં આવ્યો છે

લિવિંગ એરિયા, કે જેનો ઉપયોગ કન્ટેસ્ટંટ્સ સલમાન ખાન સાથે રૂબરૂ હોવા તેમજ અન્ય એક્ટિવિટી માટે કરતાં હોય છે

 

Source: Divyabhaskar

Advertisements

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.