જાણો પોન્ડીચેરી ના યુવાન ને “બ્લુ વ્હેલ” ગેમ ના ચંગુલ માંથી કઈ રીતે પોલીસે બચાવ્યો.

Please log in or register to like posts.
Article

કારાઇકલ પોન્ડીચેરી- એક 22 વર્ષીય યુવાન ને બ્લુ વ્હેલ સુઇસાઈડ ચેલેન્જ નામની જીવલેણ ગેમ થી આજે પોન્ડીચેરી માં બચાવી લેવામાં આવ્યો હતો.

જણાવ્યા પ્રમાણે આ ગેમ નો “વેદનાકારી અનુભવ” રહ્યો હતો જેના જીવલેણ જાળ માં થી Alexander નામનો આ વ્યક્તિ મુક્ત નતો થઈ શકતો. મંગળવાર ની વેલી સવારે Alexander પોતાના હાથ પર બ્લુ વ્હેલ નું દ્રશ્ય કોતરવાનું કાર્ય પાર પાડી રહ્યો હતો જ્યારે પોલીસ દ્વારા તેને છેલ્લા ચેલેન્જ પાસે પહોંચતા અને મરતા અટકાવવામાં આવ્યો હતો. Alexander એ સિનિયર ઓફિસર વામસીધર રેડ્ડી ને જણાવતા કહ્યું હતું કે “આ ગેમ એક મૃત્યુ નો જાળ તૈયાર કરે છે જેમાં શારીરિક તથા માનસિક વેદના નો અનુભવ કરાવવામાં આવે છે. આમ યુવાને સૌને ચેતવની આપતા કહ્યું હતું કે ગેમ થી દુર રેહવું યુવાનો માટે હિતાવહ છે.”

વધુ માં જણાવતા કહ્યું હતું કે તેને 2 અઠવાડિયા પેહલા બ્લુ વ્હેલ ચેલેન્જ નામની આ ગેમ ની લિંક કુરિયર કંપની ના whatsapp ગ્રુપ માંથી મોકલવામાં આવી હતી. પોતે રજા માં પોતાના ઘર એ આવી ને ગેમ રમવાનું શરૂ કરેલું અને ગેમ નું વ્યસન લાગતા ચેન્નાઇ પરત પોતાના કામ પર નતો જઇ શક્યો.

આ કોઈ app નથી પરંતુ એક લિંક છે જે વ્યક્તિગત રમી શકાય એમ બ્લુ વ્હેલ એડમીન દ્વારા બનાવવામાં આવી છે

તેણે પોલીસ ને જણાવ્યું કે,”આપવામાં આવેલા કાર્ય રાતે 2 વાગ્યા પછી પૂરું કરવાનું હોય છે . પેહલા થોડા દિવસો પરસનલ જાણકારી અને ફોટા પોસ્ટ કરવામાં જાય છે જે બ્લુ વ્હેલ અડમીન દ્વારા સંગ્રવામાં આવે છે.”

થોડા દિવસો પહેલા Alexander ને અડધી રાતે સ્મશાને જવાનું કાર્ય આપવમાં આવ્યું હતું જે 50 સ્ટેપ માંથી સૌથી જાણીતું કહેવાય છે. પોતે અડધી રાતે અક્કરૈવત્તમ સ્મશાને જઇ ને સેલ્ફી લીધી હતી અને રોજ વેલી સવારે ડરાવની પિક્ચરો એકલા જોવાના કર્યો આપવામાં આવતા જેથી રમનાર નો ભય ઓછો થાય.

વધુ માં Alexander એ જણાવ્યું હતું કે પોતે આખો દિવસ રૂમ માં બેસવા બંધાયેલો હતો. ધારે તો પણ બહાર નતો નીકળી શકતો .

તેના ભાઈ અજિથ દ્વારા બધી લાક્ષણિકતા નોંધાતા પોલીસ ને જાણ કરવામાં આવતા પોલીસ વેલી સવારે 4 વાગે તેના ઘર પર આવી ત્યારે Alexander ચાકુ વડે પોતાના હાથ પર બ્લુ વ્હેલ નું દ્રશ્ય કોતરતો ઝડપાયો . ઘણા કાઉન્સેલિંગ બાદ Alexander સ્વસ્થ માનસિકતા માં ફરી શકયો હતો.

છેલ્લા થોડાક અઠવાડિયા માં બ્લુ વ્હેલ સ્યુસાઇડ ની ઘટનાઓ વધતી જતી હોવાથી 5 યુવાનો ના મૌત ની ખબર સામે આવી .

આ ગેમ રશિયા માં 3 વર્ષ પૂર્વ શોધાયેલી જેના કારણે 100 જેટલા સ્યુસાઇડ આખા વિશ્વ માં નોંધવામાં આવ્યા હતા.

સાવચેતી રાખો અને આની જાગૃતિ share કરી ને બધા માં લાવો.

Comments

comments