રાહુલ દેવ. કદાચ તમે આ નામ થી જાણકાર નહીં હોવ, પરંતુ તસવીરો માં દેખાતા ચહેરા ને જોઈને તમે તેને ઓળખી ગયા હશો. રાહુલ દેવ જાણીતા અભિનેતા છે. રાહુલ બોલિવૂડ ઉપરાંત દક્ષિણ ભારતીય ફિલ્મોમાં પણ કામ કરી ચૂક્યો છે. મોટાભાગ ની ફિલ્મો માં નેગેટિવ રોલ માં જોવા મળેલો રાહુલ રિયલ લાઈફ માં તદ્દન વિપરીત છે.
રાહુલ દેવ વાસ્તવિક જીવન માં એક નહીં પરંતુ બે પાત્રો ભજવી રહ્યો છે. જે રીતે એક અભિનેતા ફિલ્મ માં ડબલ રોલ માં દેખાય છે. રાહુલ દેવ વાસ્તવિક જીવન માં પણ આવો જ ડબલ રોલ ભજવે છે. હકીકત માં, તે તેના બાળક ના પિતા હોવા ઉપરાંત તેની માતા પણ છે. હા તમે સાચું સાંભળ્યું.
રાહુલ દેવ નો જન્મ 27 સપ્ટેમ્બર 1968 ના રોજ સાકેત, નવી દિલ્હી માં થયો હતો. 53 વર્ષીય રાહુલ ઘણી ફિલ્મો માં અભિનય કરતો જોવા મળ્યો છે. વિલન તરીકે રાહુલે શાનદાર કારકિર્દી બનાવી છે. જો કે, જો આપણે તેના અંગત જીવન પર નજર કરીએ તો, તે ઉતાર-ચઢાવથી ભરેલું રહ્યું છે.
રાહુલે તાજેતર માં એક ઈન્ટરવ્યુ માં ભાગ લીધો હતો જેમાં તેણે પોતાના અંગત જીવન વિશે વાત કરી હતી. તેણે ઈન્ટરવ્યુ માં પોતાના અંગત જીવન ના ભૂતકાળ વિશે પણ ચર્ચા કરી હતી. પહેલા તમને જણાવી દઈએ કે રાહુલ ના લગ્ન વર્ષ 1998 માં રીના દેવ સાથે થયા હતા. બંનેને એક પુત્ર હતો. પુત્રનું નામ સિદ્ધાર્થ દેવ છે.
રાહુલ ની પત્નીનું વર્ષ 2009 માં કેન્સર ને કારણે અવસાન થયું હતું. ત્યારથી, છેલ્લા 13 વર્ષ થી રાહુલ એકલા હાથે પોતાના પુત્ર નો ઉછેર કરી રહ્યા છે. તેણે તેના તાજેતર ના ઇન્ટરવ્યુ માં કહ્યું હતું કે, “ઘણી બધી વસ્તુઓ છે જેને હું ચૂકવા માંગતો નથી અને હું ફક્ત પ્રાર્થના કરીશ કે કોઈને પણ એવી પરિસ્થિતિઓ નો સામનો ન કરવો પડે જેમાંથી મારે પસાર થવું પડ્યું હતું.
ફિલ્મો માં આ બધું સરળ લાગે છે પરંતુ વાસ્તવિક જીવન માં તે સરળ નથી. તેણે કહ્યું કે ક્યારેક હું અસુરક્ષિત અનુભવું છું. કારણ કે હું માતા અને પિતા બંને ની ભૂમિકા માં છું.
રાહુલ મુગ્ધા ગોડસે ને ડેટ કરી રહ્યો છે
લાંબા સમય થી એવા અહેવાલો આવી રહ્યા છે કે રાહુલ દેવ હવે મુગ્ધા ગોડસે ને ડેટ કરી રહ્યા છે. બંનેની ઘણી તસવીરો વાયરલ થઈ છે જેમાં બંને ખાસ પળો વિતાવતા જોવા મળે છે.
મુગ્ધા એ તેના એક ઈન્ટરવ્યુ માં કહ્યું હતું કે, “જ્યારે તમે કોઈ ને પ્રેમ કરો છો ત્યારે તમે માત્ર પ્રેમ માં જ હોવ છો અને તે સમયે ઉંમર થી કોઈ ફરક પડતો નથી. એ વાત સાચી છે કે રાહુલ મારા કરતા 17 વર્ષ મોટો છે પણ હું માનું છું કે અમારી વચ્ચે ઉંમરનો આ તફાવત માત્ર એક નંબર છે. તે જ સમયે, જ્યારે તમે પ્રેમ અને સંબંધો વિશે વાત કરો છો, તો તે ફક્ત હૃદયથી બને છે.