બોલિવૂડ એક્ટર સોનુ સૂદ તેમની ઉદારતા અને લોકોને મદદ કરવા માટે જાણીતા છે. સોશિયલ મીડિયા પર ચાહકો સોનુ સૂદને તેમના કામ અને મદદ કરવાની ટેવ બદલ આભાર માને છે.
સોનુને મદદ કરવાની ટેવને લીધે ઘણા ચાહકો તેમને શુભકામનાઓ પણ આપી રહ્યા છે. કેટલીકવાર કેટલાક લોકો ઘરનું નામ સોનુ સૂદના નામે રાખે છે, તો કોઈ ખાસ વીડિયો બનાવે છે અને એક્ટરને મોકલે છે. હવે એક વ્યક્તિએ સોશ્યલ મીડિયા પર એક તસવીર શેર કરી છે, જે એકદમ વાયરલ થઈ રહી છે.
100 रुपए का रिचार्ज मिलेगा भाई?😂 https://t.co/KbYPZD1vtQ
— sonu sood (@SonuSood) March 30, 2021
તાજેતરમાં આ વ્યક્તિએ અભિનેતાના નામે મોબાઇલ રિચાર્જની દુકાન ખોલી છે. હા, દુકાનની બહાર એક્ટરનું એક પોસ્ટર છે અને લખ્યું છે, અહીં મોબાઇલ રિચાર્જથી લઈને ફોન રિપેર સુધીના બધા કામ થઈ જાય છે.
તે જ સમયે જ્યારે સોનુ સૂદે આ પોસ્ટ પર નજર નાખી, ત્યારે તેણે ખૂબ રમૂજી રીતે ટિપ્પણી કરી હતી. તેમણે ટ્વિટ કરીને લખ્યું- શું મને 100 રૂપિયાનું રિચાર્જ મળશે ભાઈ? જેને જોઇને ચાહકો તેમનું હાસ્ય રોકી શક્યા નહીં અને ટિપ્પણી કરતા જણાય છે.
સોશ્યલ મીડિયા પર આવી પોસ્ટ જોઈને સોનુ સૂદે આ પહેલા પણ ઘણી વાર પ્રતિક્રિયા આપી છે. આ પહેલા સોશિયલ મીડિયા પર સોનુ સૂદ પોતાનો શર્ટલેસ ફોટો શેર કરતા જોવા મળ્યો હતો. આ ફોટો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થયો હતો.