બોલીવુડમાં એક સમય એવો હતો જ્યારે ઓછી ઉંચાઇની અભિનેત્રીઓની વધુ માંગ હતી. હીરો કરતા હીરોઇનની ઉચાઇ ઓછી હોય તો તે શ્રેષ્ઠ માનવામાં આવતું હતું. આજ કારણે હીરોથી ઓછી ઊંચાઈ ધરાવતી અભિનેત્રીઓ ફિલ્મોમાં લેવામાં આવતી હતી. જોકે હવે યુગ બદલાઈ ગયો છે. આજે ફક્ત ઉંચી અભિનેત્રીઓએ જ ફિલ્મ ઉદ્યોગમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે. આવી સ્થિતિમાં આજે અમે તમને એવી 5 હસીનાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેઓ સૌથી વધુ ઊંચાઈ ધરાવે છે.
1. કેટરિના કૈફ
ભારતની સુપરહિટ અભિનેત્રીઓમાંની એક કેટરીના કૈફે ઘણી બેક ટુ બેક બ્લોકબસ્ટર હિટ ફિલ્મો આપી છે. તમને જણાવી દઈએ કે કેટરિનાનો સમગ્ર પરિવાર ઊંચી હાઇટ ધરાવે છે. આવી સ્થિતિમાં, તેનું ઊંચું હોવું એકદમ સ્વાભાવિક છે. કેટરિનાની ઉચાઈ લગભગ 5 ફુટ 8.5 ઇંચ છે. જે બોલિવૂડના ઘણા કલાકારો કરતા વધારે છે.
2. દીપિકા પાદુકોણ
હાલમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ટોચ પર રહેલી ‘દીપિકા પાદુકોણ’ ફક્ત તેના અભિનય માટે જ નહીં, પણ બોલિવૂડમાં તેની લંબાઈ માટે પણ પ્રખ્યાત છે. કારણ કે દીપિકા ફિલ્મોમાં દેખાતા પહેલા એક મોડેલ રહી હતી, તેથી તેનું કદ અને ફિગર મોડેલ જેવું જ છે. તમને જણાવી દઈએ કે દીપિકાની ઉચાઇ 5 ફુટ 9 ઇંચ છે.
3. કૃતિ સેનન
2014 માં હીરોપંતીથી બોલિવૂડમાં એન્ટ્રી કરનારી ક્રિતી સનન ઝડપથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ બનાવી ચૂકી છે. કૃતિ સનન બોલિવૂડની સૌથી લાંબી અભિનેત્રીઓમાંની એક છે. તેની લંબાઈ લગભગ 5 ફુટ 9 ઇંચ છે.
4. અનુષ્કા શર્મા
ટૂંક સમયમાં ફિલ્મોમાં મોટી ઓળખ બનાવનાર અનુષ્કા શર્માએ આજે પોતાની સુંદરતાને લીધે કરોડો ચાહકોને પાગલ કરી દીધા છે. બોલીવુડની સૌથી સુંદર અભિનેત્રીઓમાંની એક હોવા ઉપરાંત અનુષ્કા સૌથી લાંબી અભિનેત્રીઓમાં પણ સ્થાન ધરાવે છે. તેની લંબાઈ લગભગ 5 ફુટ 8 ઇંચ છે.
5. ડાયના પેન્ટી
દીપિકા પાદુકોણની હમશકલ ડાયના પિન્ટીનો દેખાવમાં જ નહીં, પરંતુ તેની લંબાઈ પણ દીપિકા સાથે મેળ ખાય છે. હા, ડાયના બોલીવુડની સૌથી ઊંચી અભિનેત્રી હોવાનું કહેવાય છે. તમને જણાવી દઈએ કે ડાયનાની ઉચાઈ 5 ફુટ 10 ઇંચ છે.