બોલીવુડમાં ડિમ્પલ ગર્લ તરીકે પ્રખ્યાત પ્રીતિ ઝિન્ટા એ તે સમયની ટોચની અભિનેત્રીઓમાંની એક રહી છે. તેણે તેની કારકિર્દીમાં ઘણી હિટ ફિલ્મો આપી છે અને ઘણા એવોર્ડ્સ પણ જીત્યા છે. પોતાની ક્યૂટ સ્માઇલ અને તેની બબલી સ્ટાઇલથી પ્રીતિએ દુનિયામાં એક અલગ ઓળખ બનાવી છે.
પ્રીતિ ઝિંટાએ વર્ષ 1998 માં મણિરત્નમની ફિલ્મ “દિલ સે” થી તેની ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મ પછી તે “ક્યા કહેના”, દિલ ચાહતા હૈ, ચોરી ચોરી ચૂપકે ચૂપકે, કલ હો ના હો, કોઈ મિલ ગયા, વીર જારા, સલામ નમસ્તે વગેરે જેવી ઘણી સુપરહિટ ફિલ્મોમાં જોવા મળી છે. આ બધી ફિલ્મોમાં પ્રીતિએ તેના જોરદાર અભિનયથી ચાહકોના દિલમાં એક અનફર્ગેટેબલ ઇમેજ બનાવી છે.
તમને જણાવી દઈએ કે તેનું નામ દિગ્દર્શક શેખર કપૂરથી લઈને ઉદ્યોગપતિ નેસ વાડિયા અને ક્રિકેટર યુવરાજ સિંહ સુધીના ઘણા પ્રખ્યાત લોકો સાથે જોડાઈ ચૂક્યું છે.
જોકે, પ્રીતિનો સંબંધ કોઈની સાથે લાંબો ચાલ્યો ન હતો અને અંતે તેણે અમેરિકાન બિઝનેસ મેન, જીન ગુડનફ સાથે સબંધ બનાવ્યો હતો. બંનેએ એકબીજાને એક વર્ષ સુધી ડેટ કર્યા બાદ લગ્ન કરવાનું નક્કી કર્યું હતું.
જીન પ્રીતિ કરતા 10 વર્ષ નાની હોવા છતાં, બંનેએ તેમના પ્રેમની સામે ઉંમરની પરવા કરી નહોતી અને 28 ફેબ્રુઆરી, 2016 ના રોજ, લોસ એન્જલસમાં લગ્ન કરી લીધા હતા. બંનેના લગ્નમાં ફક્ત થોડા સંબંધીઓ અને નજીકના મિત્રો જ હાજર રહ્યા હતા. પરંતુ લગ્ન બાદ મુંબઇમાં પણ આ બંનેનું ભવ્ય રિસેપ્શન યોજવામાં આવ્યું હતું. જ્યાં અનેક સેલેબ્સે ભાગ લીધો હતો.
પ્રીતિના લગ્નને લગભગ 5 વર્ષ પૂરા થયા છે અને આવી સ્થિતિમાં પ્રીતિના ચાહકો તેની પાસેથી સારા સમાચાર સાંભળવાના અનુમાન કરી રહ્યા છે. આવી સ્થિતિમાં તમને જણાવી દઈએ કે પ્રીતિ માતા બની ગઈ છે અને તે એક નહીં, બે નહીં પણ 34 દીકરીઓની માતા છે. આ સાંભળીને તમને આશ્ચર્ય થયું હશે પરંતુ આ વાત એકદમ સાચી છે કે પ્રીતિ 34 બાળકોની માતા છે.
હકીકતમાં પ્રીતિ ઝિન્ટાએ લગ્ન પહેલા વર્ષ 2009 માં ઋષિકેશની 34 અનાથ છોકરીઓને દત્તક લીધી હતી. પ્રીતિએ આ છોકરીઓને દત્તક લીધી હશે, પરંતુ તેણી તેમના બાળકોને એટલી જ ચાહે છે જેટલી માતા તેના બાળકોને પ્રેમ કરે છે.
આ બધામાં વિશેષ વાત એ હતી કે તેનો જન્મદિવસ હતો ત્યારે આ છોકરીઓ પ્રીતિના જીવનમાં આવી હતી. પ્રીતિ તે 34 છોકરીઓની સંભાળ માતાની જેમ રાખે છે. તેઓના શિક્ષણથી લઈને તેમના જીવન નિર્વાહ અને ખોરાકનો તમામ ખર્ચ તે ઉઠાવે છે. એવું કહેવામાં આવે છે કે પ્રીતિ પોતે વર્ષમાં બે વાર તેની મુલાકાત લે છે.
આ સાથે તમને જણાવી દઈએ કે લગ્ન પછી પ્રીતિ બીજી કોઈ ફિલ્મમાં જોવા મળી નહોતી. પ્રીતિ છેલ્લે ફિલ્મ ‘ભૈયા જી સુપરહિટ’ માં જોવા મળી હતી. જોકે આ ફિલ્મને બોક્સ ઑફિસ પર વધારે પ્રતિસાદ મળ્યો નહોતો. જે બાદ તેણે પોતાની જાતને ફિલ્મોથી દૂર કરી દીધી હતી. તે જ સમયે, પ્રીતિ ક્રિકેટ ટીમ કિંગ્સ ઇલેવન પંજાબની માલિક છે. પ્રીતિ ઘણીવાર મેચ દરમિયાન સ્ટેડિયમમાં તેની ટીમમાં ચીયર કરતી જોવા મળે છે.