આજના આ વિશેષ લેખમાં અમે તમને એવા સિતારાઓ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જેઓ બે લગ્ન કર્યા હતા પણ તેમના બીજા લગ્ન પણ સફળ થઈ શક્યા નહીં. તો ચાલો આપણે જાણીએ કે આ યાદીમાં કોણ કોણ શામેલ છે.
કમન હાસન –
વાણી ગણપિત સાથેના તેમના પ્રથમ લગ્ન પછી, તેણે બીજી વખત અભિનેત્રી સારિકા સાથે લગ્ન કર્યા હતા અને બંને ઘણાં વર્ષોથી લીવઇનમાં પણ રહેતા હતા અને લીવઈનમાં રહેતા સમયે સારિકા માતા બની હતી. પરંતુ કમલ હાસનના સારિકા સાથેના લગ્ન સફળ ન થયા અને બંનેના છૂટાછેડા થઈ ગયા. જોકે છૂટાછેડા પછી કમલ હાસનનું નામ અભિનેત્રી ગૌતમી સાથે સંકળાયેલું હતું.
સંજય દત્ત –
સંજય દત્ત પણ એ જ બોલિવૂડ સ્ટાર્સની યાદીમાં સામેલ છે જેમણે ત્રણ લગ્ન કર્યાં છે. તેઓએ પહેલી પત્નીના અવસાન પછી બીજી વાર રિયા પિલ્લઈ સાથે લગ્ન કર્યા હતા, પરંતુ થોડા વર્ષો પછી બંનેના છૂટાછેડા થઈ ગયા. જે બાદ સંજયે માન્યતા દત્તનો હાથ પકડી લીધો. આ રિલેશનશિપમાં આજે બંને ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા છે.
સિદ્ધાર્થ રોય કપૂર –
સિદ્ધાર્થ રોય કપૂરે ત્રીજી વાર વિદ્યા બાલન સાથે લગ્ન કર્યા હતા. અગાઉ તેણે બે વાર લગ્ન કર્યાં હતાં પરંતુ બંને વખત છૂટાછેડા લીધાં હતાં. હાલમાં વિદ્યા અને સિદ્ધાર્થ બંને એક બીજાથી ખૂબ ખુશ છે.
અનુરાગ કશ્યપ –
આરતી બજાજ અનુરાગ કશ્યપની પહેલી પત્ની હતી. જેનાથી આલિયા કશ્યપ નામની પુત્રી પણ છે. પરંતુ આરતીને છૂટાછેડા કર્યા પછી, અનુરાગે તેની સાથી તરીકે તેની ઉંમરથી ખૂબ નાની અભિનેત્રી કલ્કી કોચેલિનની પસંદગી કરી હતી પરંતુ બંનેના લગ્ન થોડા વર્ષોમાં જ તૂટી ગયા હતા.
કરણસિંહ ગ્રોવર –
બિપાશા બાસુ પહેલા કરણસિંહ ગ્રોવરે વધુ 2 લગ્ન કર્યા છે. તેમના પ્રથમ લગ્ન ફક્ત થોડા મહિના ચાલ્યા હતા અને બીજા લગ્ન જેનિફર સાથે થયા, જે એક પ્રખ્યાત ટેલિવિઝન અભિનેત્રી છે, પરંતુ બંને થોડા વર્ષોમાં જ અલગ થઈ ગયા.
આમિર ખાન –
આમિર ખાને તાજેતરમાં જ તેના છૂટાછેડાની જાહેરાત કરી દીધી છે. તેના પ્રથમ લગ્ન રીના દત્તા સાથે થયા હતા. જોકે તેઓના બંનેની સંમતિથી છૂટાછેડા થઈ ગયા અને પછી કિરણ રાવ તેમના જીવનમાં આવી હતી. જોકે હવે આમિર અને કિરણ પણ અલગ થઈ ગયા છે.