બોલિવૂડમાં એવી ઘણી ફિલ્મો બની છે, જેમાં દોસ્તો માટેનો પ્રેમ બતાવવામાં આવ્યો છે. આ ફિલ્મો માત્ર મિત્રતાનો અર્થ જ શીખવતી નથી, પરંતુ જીવનમાં મિત્ર રાખવાનું કેટલું મહત્વનું છે તે પણ જણાવે છે. એવું ઘણીવાર સાંભળવા મળે છે કે શાળાની મિત્રતા ખૂબ ગાઢ અને મજબૂત હોય છે. કારણ કે શાળામાં મિત્રતા કોઈ સ્વાર્થ વિના થાય છે અને આવી મિત્રતા આપણી સાથે જિંદગીભર રહે છે. હવે તમને જાણીને આશ્ચર્ય થશે કે આપણા બોલીવુડમાં એવા ઘણા બધા સ્ટાર્સ છે, જેઓ સ્કૂલના સમયથી જ મિત્રો છે અને આજે પણ તેમની મિત્રતા અકબંધ છે. તો ચાલો આપણે જાણીએ કે આ યાદીમાં કયા કયા સિતારાઓ શામેલ છે.
ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યર અને ગુંડે સ્ટાર અર્જુન કપૂર અને અભિનેતા વરૂણ ધવન પણ શાળાના મિત્રો છે. જોકે તે બંને સાથે મળીને અભિનય શીખ્યા છે.
તમને જાણીને આશ્ચર્ય થશે કે બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા અને ક્રિકેટર એમએસ ધોનીની પત્ની સાક્ષી ધોની પણ સ્કૂલના સમયની મિત્ર છે. જોકે બંને હજી એક બીજાની ખૂબ નજીક છે.
બોલિવૂડની ટોપ અભિનેત્રીઓ કરીના કપૂર અને આલિયા ભટ્ટને પણ મુંબઈની જમનાબાઈ નરસી સ્કૂલમાં સાથે અભ્યાસ કર્યો હતો. બંને એક સાથે ઉડતા પંજાબ ફિલ્મમાં જોવા મળ્યા હતા. જોકે બંનેની મિત્રતા હજી ઘણી સારી છે અને ટૂંક સમયમાં આલિયા કરીનાની ભાભી બનવા જઈ રહી છે.
સલમાન ખાન અને આમિર ખાન અત્યારે બોલિવૂડના સુપરસ્ટાર બની ગયા છે પંરતુ શું તમે જાણો છો કે આ બંને શાળામાં એક જ વર્ગમાં ભણતા હતા અને હજી પણ ખૂબ સારા મિત્રો. આમિર ખાને જાતે જ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે સલમાન અને તે મુંબઈના પાલી હિલ સ્થિત સેન્ટ એનીમાં બીજા વર્ગમાં સાથે ભણતા હતા.
સારા અલી ખાન અને અન્નાયાએ ટૂંકા ગાળામાં બોલીવુડમાં પોતાની ઓળખ બનાવી લીધી છે. જોકે બંનેએ એક સાથે શાળામાં અભ્યાસ પણ કર્યો હતો. બંનેની મિત્રતા હજી એકદમ ગાઢ છે અને ઘણીવાર તેઓ સાથે પાર્ટી કરતા જોવા મળે છે.
રિતિક રોશન અને ઉદય ચોપડા પણ સ્કૂલ ટાઇમના સારા મિત્રો છે. બંનેએ સાથે મળીને કોલેજનો અભ્યાસ પણ કર્યો છે અને ફિલ્મ ધૂમ 2 માં સાથે કામ પણ કર્યું હતું.
બોલિવૂડ એક્ટર જેકી શ્રોફની પુત્રી ક્રિષ્ના શ્રોફ અને સુનીલ શેટ્ટીની પુત્રી અથિયા શેટ્ટી પણ બેસ્ટ ફ્રેન્ડ છે. બંનેએ બોમ્બેની અમેરિકન સ્કૂલમાં એક સાથે અભ્યાસ કર્યો હતો.
શ્રદ્ધા અને ટાઇગરના ચાહકોને બંનેને ખૂબ પસંદ કરે છે અને તેઓએ બાગી અને બાગી 2 માં સાથે કામ કર્યું છે. તે બંને મુંબઈની એક જ સ્કૂલમાં સાથે ભણેલા છે. આ બંને હજી ઘણા સારા મિત્રો છે. તેના એક ફિલ્મના ટ્રેલરના લોન્ચિંગ સમયે અભિનેત્રીએ કહ્યું કે, હું શાળાના દિવસોથી જ ટાઇગરની ફેન છું.