ગ્લેમર જગતની દુનિયા એકદમ વિચિત્ર છે. અહીં ઘણા લોકો તેમનું નસીબ અજમાવવા આવતા હોય છે. જોકે બધા જ લોકો સફળ થઈ શકતા નથી. હા, અમુક લોકો જ બોલીવુડમાં સ્થાન બનાવવામાં સફળ થાય છે પંરતુ સ્થાન બનાવ્યા પછી પણ ફિલ્મોમાં ટકી રહેવું એકદમ મહત્વનું છે. કારણ કે જો તમે ફિલ્મોમાં વધારે દેખાતા નથી, તો લોકો તમને ભૂલી જાય છે. તમે એવા ઘણા સિતારાઓ વિશે સાંભળ્યું જ હશે કે જેઓ શૂટિંગ દરમિયાન અકસ્માતનો ભોગ બન્યા હતા અને ફરી ફિલ્મોમાં ક્યારેય જોવા મળી શક્યા નહીં. તો ચાલો આપણે જાણીએ કે આ યાદીમાં કોણ કોણ શામેલ છે.
અનુ અગ્રવાલ
એક નિર્દોષ દેખાતી 21 વર્ષીય અનુ અગ્રવાલે રાહુલ રોયની ફિલ્મ આશિકીથી સ્ટારડમ મેળવ્યો હતો, પરંતુ ફિલ્મ રિલીઝ થયાના થોડા વર્ષો પછી એક અકસ્માત અનુનું જીવન સંપૂર્ણ રીતે ખરાબ થઈ ગયું હતું. તમને જણાવી દઈએ કે અનુ વર્ષ 1999માં એક પાર્ટીથી ઘરે પરત ફરી રહી હતી. આ દરમિયાન અડધી રાત હતી. આવામાં અચાનક કારનું બેલેન્સ બગડ્યું અને અનુની કાર પલટી ખાઈ ગઈ. તે એટલો ભયાનક અકસ્માત હતો કે અનુના આખા ચહેરા પર લોહી વહી ગયું હતું અને ત્યાં હાજર કોઈ પણ તેને ઓળખી શક્યું નહોતું. મુંબઈ પોલીસને અકસ્માતની જાણકારી મળતાં તે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને અનુને બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
સૌથી ખરાબ વાત એ છે કે અનુ 29 દિવસ માટે કોમામાં ગઈ હતી. જ્યારે 29 દિવસ પછી તેને ભાન આવ્યું ત્યારે તેણે તેની યાદશક્તિ ગુમાવી દીધી હતી. તે ભૂલી ગઈ હતી કે તેણી કોણ છે અને ઉદ્યોગમાં તેનું સ્ટારડમ કેટલું છે. અનુને બિહારના મુંગર યોગ સાધના કેન્દ્રમાં મોકલવામાં આવી હતી, જ્યાં તેણે પોતાની સ્મૃતિ પરત મેળવવા સાધના કરવાનું શરૂ કર્યું હતું. જોકે સખત મહેનત પછી અનુની સ્મૃતિ ફરી ગઈ પણ ત્યાં સુધીમાં ઘણું મોડુ થઈ ગયું હતું.
ચંદ્રચુડ સિંઘ
બોલિવૂડની શ્રેષ્ઠ ફિલ્મોમાંની એક માચીસ સાથે ફિલ્મ જગતમાં પ્રવેશ કરનાર અભિનેતા ચંદ્રચુડસિંહે ઘણી ફિલ્મોમાં કામ કરીને નામ બનાવ્યું હતું. તેઓએ જોશ, તેરે મેરે સપને, ક્યા કહના, ડાગ – ધ ફાયર જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું. આ ફિલ્મો પછી, ચંદ્રચુડે એક સારા પાત્રની શોધ શરૂ કરી દીધી અને જો પાત્ર ન ગમ્યું તો ફિલ્મોને નકારવાનું શરૂ થયું, પણ પછી કંઈક એવું બન્યું કે ચંદ્રચુડનું ભાગ્ય બદલાઈ ગયું.
ચંદ્રચુડ 2000 માં, તે ખૂબ જ ખરાબ માર્ગ અકસ્માતનો શિકાર બન્યો હતો, જેમાં તેના ખભાને ગંભીર ઇજા થઈ હતી. આ અકસ્માત એટલો ભયંકર હતો કે ચંદ્રચુડને સાજા થવા માટે 10 વર્ષનો લાંબો સમય લાગ્યો હતો. તેના કારણે તેની કારકિર્દી અટકી ગઈ હતી. તાજેતરમાં, ચંદ્રચુડ લાંબા સમય પછી સુષ્મિતા સેનની વેબ સિરીઝ આર્યમાં જોવા મળ્યો છે.
સાધના
સાધના હિન્દી સિનેમાની શ્રેષ્ઠ અભિનેત્રીઓમાંની એક છે. તેણીની તેની મહાન ફિલ્મો માટે જાણીતી છે. સાધનાએ એક કરતા વધારે હિટ ફિલ્મો આપી હશે પરંતુ એક સમય એવો આવ્યો જ્યારે તેણીને અનામી જીવન જીવવાની ફરજ પડી હતી. ખરેખર સાધના માર્ગ અકસ્માતનો ભોગ બની હતી.
આ અકસ્માતમાં સૌથી વધુ નુકસાન તેની આંખોને થયું હતું, આ અકસ્માતમાં તેની આંખોને ઘણું નુકસાન થયું હતું. આ કારણે, તેનો ચહેરો સંપૂર્ણપણે બદલાઈ ગયો હતો. થોડા વર્ષો પહેલા સાધના એક ફિલ્મના સ્ક્રીનિંગમાં જોવા મળી હતી, પરંતુ તેને ઓળખવું મુશ્કેલ હતું. જોકે હવે સાધના આપણી વચ્ચે નથી. હા તેનું વર્ષ 2015 માં અવસાન થયું હતું.
ઝીનત અમન
તેના જમાનાની પ્રખ્યાત અભિનેત્રી ઝીનત અમન સાથે પણ એક અકસ્માત થયો હતો. ઝીનત ઝમાનનું સંજય ખાન સાથે અફેર હતું. એક સમય પછી, તેમના સંબંધોમાં કડવાશ આવી ગઈ હતી. એવું કહેવામાં આવે છે કે એક વખત ગુસ્સે થયેલા સંજય ખાને ઝીનતને એટલો માર માર્યો હતો કે તેની આંખમાં ઈજા પહોંચી હતી.
સુધા ચંદ્રન –
બોલિવૂડની પ્રખ્યાત નૃત્યાંગના અને અભિનેતા સુધા ચંદ્રન પણ એક જબરદસ્ત માર્ગ અકસ્માતનો શિકાર બની હતી. આ 1981 ની વાત છે કે જ્યારે સુધાને એક ભયાનક અકસ્માત થયો હતો. તે સમયે તે 16 વર્ષની હતી. આ અકસ્માતમાં તેના બંને પગમાં ઈજાઓ પહોંચી હતી. જેના પછી તેનો પગ કાપવા પડ્યો હતો. આ પગને લાકડાના પગથી બદલવામાં આવ્યો હતો. તે અકસ્માતને કારણે, સુધાની કારકિર્દી 2 વર્ષ સુધી માધામાં અટવાયેલી રહી, પણ પગ નકલી હોવા છતાં સુધાએ તેનું નૃત્ય ચાલુ રાખ્યું. તેથી તેઓને કામ મળવાનું શરૂ થયું.
આ દરમિયાન સુધા ઘણી ફિલ્મોમાં જોવા મળી હતી, પરંતુ 2006 થી સુધા ફરી કોઈ ફિલ્મમાં જોવા મળી નથી. ત્યારબાદ તેણે ટીવી સિરિયલમાં કામ કર્યું હતું.