આમિર ની બંને ભૂતપૂર્વ પત્ની સાથે જોવા મળી, ઉજવ્યો દીકરી ઇરા નો જન્મદિવસ, ઈમરાન ખાન પણ પહોંચ્યા

બોલિવૂડ માં ‘મિસ્ટર પરફેક્શનિસ્ટ’ ના નામ થી ખાસ ઓળખ ધરાવતા ફેમસ એક્ટર આમિર ખાને 2022 માં આવેલી ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ ના સુપર ફ્લોપ બાદ એક્ટિંગ માંથી બ્રેક લેવાની જાહેરાત કરી હતી. તે અત્યારે કોઈ ફિલ્મ માં કામ કરી રહ્યો નથી.

આમિર ખાન તેની ફિલ્મો સિવાય તેની અંગત જિંદગી થી પણ ઘણી હેડલાઈન્સ મેળવે છે. આમિરે બે વાર લગ્ન કર્યા અને તેના બંને લગ્ન તૂટી ગયા. આમિરે વર્ષ 2005 માં કિરણ રાવ સાથે લગ્ન કર્યા હતા. આ લગ્ન થી આમિર ને એક પુત્ર આઝાદ રાવ ખાન છે. વર્ષ 2021 માં આમિર અને કિરણ ના છૂટાછેડા થઈ ગયા.

આમિર ખાને પહેલા રીના દત્તા સાથે લગ્ન કર્યા હતા. અભિનેતા તરીકે હિન્દી સિનેમા માં પ્રવેશતા પહેલા આમિરે લગ્ન કરી લીધા હતા. તેમની ફિલ્મી કરિયર ની શરૂઆત વર્ષ 1988 માં થઈ હતી જ્યારે તેમણે વર્ષ 1986 માં જ રીના દત્તા સાથે લગ્ન કર્યા હતા. પરંતુ વર્ષ 2002 માં બંને ના છૂટાછેડા થઈ ગયા.

aamir khan and reena dutta

લગ્ન પછી આમિર અને રીના એક પુત્ર જુનૈદ ખાન અને પુત્રી ઇરા ખાન ના માતા-પિતા બન્યા. બે બાળકો માંથી ઇરા ઘણી ચર્ચા માં રહે છે. ઇરા એ તેના પિતા ની જેમ બોલિવૂડમાં કામ કર્યું નથી પરંતુ તે હેડલાઇન્સ માં રહે છે. ક્યારેક તેની તસવીરો ને કારણે તો ક્યારેક નુપુર શિખરે સાથે ના સંબંધો ને કારણે.

aamir khan reena dutta and ira khan

આમિર ખાન ની પ્રિય ઇરા ખાન લોકપ્રિય સ્ટારકિડ છે. ઇરા એ થોડા મહિના પહેલા તેની બોયફ્રેન્ડ નુપુર શિખરે સાથે સગાઈ કરી હતી. તે જ સમયે, ઇરા એ તેના મંગેતર અને અન્ય પરિવાર ના સભ્યો સાથે તેનો જન્મદિવસ ઉજવ્યો. ઇરા તાજેતર માં 27 વર્ષ ની થઈ છે. તેણે પોતાનો 27મો જન્મદિવસ પરિવાર સાથે ઉજવ્યો.

આમિર ની દીકરી એ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર થી તેના જન્મદિવસ ની ઉજવણી ની ઝલક પોસ્ટ કરી છે. તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી ત્રણ વીડિયો શેર કર્યા છે. તેની સાથે ઇરા એ કેપ્શન આપ્યું, “તમે લોકો મારા ટેડ લાસો, કોચ બિયર્ડ, કીલી, રેબેકા, હિગિન્સ, ડાયમંડ ડોગ્સ, જેમી, રોય, ડેની, સેમ, આઇઝેક, રિચમંડ છો!! હા, અમારી પાસે ટેડ લાસો ટ્રીવીયા હતી. હા હું જીતી ગઇ”.

ઇરા ની બર્થડે પાર્ટી માં આમિર ખાને હાજરી આપી ન હતી. પરંતુ આ દરમિયાન આમિર ની પૂર્વ પત્ની બંને એક જ છત નીચે જોવા મળી હતી. તેની મંગેતર નુપુર શિખરે પણ ઇરા ના જન્મદિવસ ની ઉજવણી માં હાજરી આપી હતી. તે જ સમયે, અભિનેતા અને આમિર ખાન નો ભત્રીજો ઇમરાન ખાન પણ આ પ્રસંગે જોવા મળ્યો હતો. આ બધા સિવાય અન્ય લોકો પણ વાયરલ વીડિયો માં જોવા મળી રહ્યા છે.

ઇરા એ પોસ્ટ કરેલા આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે. આમાં ઇરા સાથે અન્ય સભ્યો ડાન્સ કરતા, ગાતા અને ગેમ રમતા જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by Ira Khan (@khan.ira)

યુઝર્સ ની સાથે સેલિબ્રિટીઓ એ પણ ઇરા ની પોસ્ટ પર કોમેન્ટ કરી છે. અભિનેત્રી હેઝલ કીચે લખ્યું, “કેટલું રમુજી! હેપી બર્થડે ડિયર દીકરી.” નૂપુરે લખ્યું છે કે, “કેટલી અદભૂત પાર્ટી”. ઝૈન ખાને ટિપ્પણી કરી, “હાહાહાહાહાહાહા. શું પાર્ટી ગાય્સ. એક યુઝરે કમેન્ટ કરી કે, “ઈમરાન ને પણ જોવું ખૂબ જ સારું લાગ્યું”.