બુધ અસ્ત ૨૦૨૬: બુદ્ધિ અને વ્યાપારના કારકની નબળી સ્થિતિ
જ્યોતિષશાસ્ત્રમાં બુધ ગ્રહને બુદ્ધિ, વાણી, વેપાર અને સંચારનો કારક માનવામાં આવે છે. જ્યારે પણ બુધની ચાલમાં ફેરફાર થાય છે, ત્યારે તેની સીધી અસર માનવ જીવન અને દેશ-દુનિયા પર જોવા મળે છે. ૨૯ જૂન ૨૦૨૬ના રોજ બુધ વક્રી થઈ રહ્યા છે અને તેના બીજા જ દિવસે એટલે કે ૩૦ જૂન ૨૦૨૬ના રોજ બુધ અસ્ત થવા જઈ રહ્યા છે. સૂર્યની નજીક આવવાને કારણે બુધ પોતાનો પ્રભાવ ગુમાવી દેશે, જેને જ્યોતિષમાં ‘બુધ અસ્ત’ કહેવામાં આવે છે.
દ્રિક પંચાંગ અનુસાર, બુધ ૩૦ જૂન ૨૦૨૬ના રોજ રાત્રે ૦૮:૨૨ કલાકે અસ્ત થશે અને ૨૫ જુલાઈ ૨૦૨૬ના રોજ સવારે ૦૪:૩૪ કલાકે ઉદિત થશે. આ સમયગાળા દરમિયાન બુધનો નબળો પ્રભાવ ૫ રાશિના જાતકો માટે આર્થિક નુકસાન, માનસિક તણાવ અને વાદ-વિવાદ લઈને આવી શકે છે. ચાલો જાણીએ આ ભાગ્યશાળી નહિ પણ પડકારજનક સમયનો સામનો કરનારી રાશિઓ કઈ છે અને તેનાથી બચવાના ઉપાયો શું છે.
આ ૫ રાશિઓ માટે જુલાઈ મહિનો રહેશે ભારે
૧. મિથુન રાશિ (Gemini)
મિથુન રાશિના સ્વામી ખુદ બુધ દેવ છે, તેથી બુધનું અસ્ત થવું આ રાશિના જાતકો પર સીધી નકારાત્મક અસર કરશે. કાર્યક્ષેત્રમાં સહકર્મચારીઓ સાથે મતભેદ કે ગેરસમજ થવાની પૂરી સંભાવના છે. આ સમયે વાણી પર સંયમ રાખવો અત્યંત જરૂરી છે. વેપારમાં કોઈ મોટું રોકાણ કરવાનું ટાળો અને મહત્વના નિર્ણયો અત્યારે મુલતવી રાખો.
- ઉપાય: દરરોજ ગાયને લીલું ઘાસ khavdavo.
૨. કર્ક રાશિ (Cancer)
બુધ ગ્રહ કર્ક રાશિમાં જ ગોચર કરી રહ્યા છે અને આ જ રાશિમાં તેઓ વક્રી થઈને અસ્ત થશે. આ કારણે કર્ક રાશિના જાતકોમાં ગુસ્સો, ચિડચિડાપણું અને બેચેની વધી શકે છે. આર્થિક મોરચે પણ સાવધાન રહેવું, કારણ કે તમારું નાણું ક્યાંક અટવાઈ શકે છે. ઓફિસમાં કામનું દબાણ વધશે.
- ઉપાય: માનસિક શાંતિ માટે નિયમિત યોગ અને ધ્યાન કરો.
૩. કન્યા રાશિ (Virgo)
કન્યા રાશિના સ્વામી પણ બુધ ગ્રહ છે. બુધ અસ્ત થવાથી તમારા કરિયર પર પ્રતિકૂળ અસર પડી શકે છે. સખત મહેનત કરવા છતાં યોગ્ય પરિણામ ન મળવાથી નિરાશા વધશે. આ સમયગાળા દરમિયાન સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી ન રાખવી, ખાસ કરીને ત્વચા સંબંધિત સમસ્યાઓ પરેશાન કરી શકે છે. આર્થિક પ્રવાહ પણ ધીમો રહેશે.
- ઉપાય: બુધવારે ભગવાન ગણેશજીને દૂર્વા અર્પણ કરો.
૪. વૃશ્ચિક રાશિ (Scorpio)
વૃશ્ચિક રાશિના જાતકો માટે બુધનું અસ્ત થવું આર્થિક નુકસાનના સંકેત આપે છે. બિનજરૂરી ખર્ચાઓ તમારું બજેટ બગાડી શકે છે. વેપારમાં મંદીનો સામનો કરવો પડી શકે છે. કોઈની સાથે વગર કારણે વિવાદ ન થાય તેનું ધ્યાન રાખવું. બને ત્યાં સુધી ઓછું બોલવું અને શાંત રહેવું હિતાવહ છે.
- ઉપાય: બુધવારે કિન્નરોને દાન આપો અથવા ગરીબોને લીલા મગ કે લીલા વસ્ત્રોનું દાન કરો.
૫. મીન રાશિ (Pisces)
અસ્ત બુધ મીન રાશિના જાતકોના સંબંધો પર નકારાત્મક અસર કરી શકે છે. પારિવારિક જીવનમાં પરસ્પર મતભેદો વધી શકે છે. જે લોકો ભાગીદારીમાં બિઝનેસ કરે છે, તેમણે ખાસ સાવચેત રહેવું પડશે. કોઈપણ કાગળ પર સહી કરતા પહેલા તેને બરાબર વાંચી લેવું જરૂરી છે.
- ઉપાય: બુધવારના દિવસે ગણેશજીને દૂર્વા અને મોદકનો ભોગ લગાવો.
ડિસ્ક્લેમર: આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય જ્યોતિષીય માન્યતાઓ અને ગોચરની ગણતરીઓ પર આધારિત છે. વ્યક્તિગત કુંડળીમાં ગ્રહોની સ્થિતિ અનુસાર પરિણામો અલગ હોઈ શકે છે.