Site icon Jo Baka

ચંદ્રમાથી સૂર્યની રાશિમાં બુધ, આ રાશિઓ માટે ગોલ્ડન પીરિયડ

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા  અહીં ક્લિક કરીને જોડાઓ જો બકા વૉટ્સએપ ગ્રુપમાં

આજથી બુધ કર્કથી સિંહ રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે. બુધ સિંહ રાશિમાં 21 ઑગસ્ટ સુધી રહેશે. બુધનું સૂર્યની રાશિ સિંહમાં આવવું કેવી રીતે બધી રાશિઓને પ્રભાવિત કરશે અને તેનાથી કઈ રાશિઓને લાભ થશે. ચંદ્રમાની રાશિમાંથી નીકળીને ગ્રહોમાં રાજા સૂર્યની રાશિ સિંહમાં પ્રવેશ થશે. સૂર્યની રાશિમાં બુધ મિત્ર ગૃહી હશે. આ કારણે બુધનો સંપૂર્ણ પ્રભાવ પ્રાપ્ત થશે. જ્યોતિષ શાસ્ત્રમાં બુધને લેખન શક્તિ, યાદશક્તિ, મેનેજમેન્ટ, બેંકિંગ વ્યવસ્થા, બુદ્ધિમત્તા વગેરેનો કારક ગ્રહ માનવામાં આવે છે. આવો જાણીએ કન્યાથી લઈને મીન સુધીની રાશિઓમાં બુધ શું પ્રભાว આપશે.

કન્યા: દશમેશ અને લગ્નેશ થઈને વ્યય ભાવમાં ગોચર કરશે, પરિણામ સ્વરૂપ મનોબળમાં થોડી કમી આવી શકે છે. દૂરસ્થ યાત્રા પર ખર્ચ વધી શકે છે. અતિ નજીકના વ્યક્તિ સાથે ઝઘડો થઈ શકે છે. પરિશ્રમમાં અવરોધની સ્થિતિ ઉત્પન્ન થઈ શકે છે. ત્વચા એલર્જી અથવા આંતરિક સમસ્યાને કારણે તણાવ અને ખર્ચ થઈ શકે છે. મુકદ્દમા, વિવાદ વગેરેને કારણે તણાવ થઈ શકે છે.

તુલા: ભાગ્ય અને વ્યય ભાવના કારક થઈને લાભ ભાવમાં ગોચર કરશે. તેથી લાભમાં વૃદ્ધિ થશે. શેર બજારની એક્ટિવિટીથી લાભમાં વૃદ્ધિ થઈ શકે છે. કાર્યોમાં ભાગ્યનો સાથ મળશે. અભ્યાસ-અધ્યાપનમાં સકારાત્મકતા આવશે. સંતાન પક્ષથી શુભ સમાચાર મળી શકે છે. અચાનક ખર્ચ પણ વધી શકે છે.

વૃશ્ચિક: અષ્ટમ અને લાભ ભાવના કારક થઈને દશમ ભાવમાં ગોચર કરશે, તેથી પરિશ્રમમાં સામાન્ય અવરોધની સ્થિતિ ઉત્પન્ન થઈ શકે છે. સુખ-સુવિધાઓ પર ખર્ચ થઈ શકે છે. ઘર અને વાહન સુખમાં વૃદ્ધિ થઈ શકે છે. આર્થિક ગતિવિધિઓમાં સુધારો થઈ શકે છે. ઓફિસમાં સારા પરિણામો મળશે. માતાનો સહયોગ અને આશીર્વાદ મળશે.

ધનુ: સપ્તમ અને દશમ ભાવના કારક થઈને ભાગ્ય ભાવમાં ગોચર થશે. તેથી ભાગ્યનો સાથ મળશે. પુરુષાર્થમાં વૃદ્ધિ થશે. પ્રેમ સંબંધોમાં પ્રગતિ થશે. જીવનસાથી સાથે સંબંધો સારા રહેશે. દૈનિક લાભમાં વૃદ્ધિની સ્થિતિ બનશે. પરિશ્રમના બળ પર સુખદ પરિણામ પ્રાપ્ત કરશો. ભાઈ-બહેનો અને મિત્રોનો સહયોગ અને સાનિધ્ય મળશે.

મકર: છઠ્ઠા અને નવમા ભાવના કારક થઈને અષ્ટમ ભાવમાં ગોચર થશે. પરિણામ સ્વરૂપ વાણી વ્યવસાયના ક્ષેત્રથી જોડાયેલા લોકો માટે સમય અનુકૂળ રહેશે. પારિવારિક કાર્યોમાં વૃદ્ધિ થશે. પેશાબ સંબંધિત સમસ્યાને કારણે તણાવ થઈ શકે છે. પેટની આંતરિક સમસ્યાને કારણે તણાવ થઈ શકે છે. શત્રુઓ પર વિજયની સ્થિતિ બની શકે છે. વધુ પરિશ્રમ પછી પરિણામની પ્રાપ્તિ થશે. પિતાના સ્વાસ્થ્યને લઈને સતર્ક રહો.

કુંભ: પંચમ અને અષ્ટમના કારક થઈને સપ્તમ ભાવમાં ગોચર થશે, તેથી દૈનિક લાભમાં વૃદ્ધિ થશે. ભાગીદારીના કાર્યોથી લાભ થશે. અભ્યાસ-અધ્યાપનના ક્ષેત્રથી જોડાયેલા લોકો માટે સમય સારો રહેશે. દાંપત્ય જીવન અને પ્રેમ સંબંધોમાં સકારાત્મક પ્રગતિ થશે. સ્વાસ્થ્યને કારણે જીવનસાથીને લઈને તણાવ થઈ શકે છે. બૌદ્ધિક ક્ષમતાના આધારે કાર્યોમાં પ્રગતિની સ્થિતિ બનશે.

મીન: ચતુર્થ અને સપ્તમ ભાવના કારક થઈને છઠ્ઠા ભાવમાં ગોચર થશે. પરિણામ સ્વરૂપ દૂરસ્થ યાત્રા પર ખર્ચ વધી શકે છે. ઘર અને વાહન સુખ પર ખર્ચ વધી શકે છે. માતાના સ્વાસ્થ્યને લઈને તણાવ થઈ શકે છે. દાંપત્ય જીવન અને પ્રેમ સંબંધોમાં ટકરાવ અથવા અવરોધ થઈ શકે છે. અતિ નજીકના વ્યક્તિથી તણાવની સ્થિતિ બની શકે છે. ત્વચા એલર્જીને કારણે તણાવ થઈ શકે છે.

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા  અહીં ક્લિક કરીને જોડાઓ જો બકા વૉટ્સએપ ગ્રુપમાં

Exit mobile version